ETV Bharat / city

Sardhar Swaminarayan Mahotsav: મુખ્યપ્રધાન સરધાર સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા

author img

By

Published : Dec 10, 2021, 1:50 PM IST

મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે સરધાર ધામની પવિત્ર ભૂમિ પર નિર્માણ પામેલા ભવ્ય મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં (Bhupendra Patel at Sardhar Swaminarayan Mahotsav)સહભાગી થઇ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા, જેમાં તેમણે રાજકોટના સરધારનગર (Sardhar Swaminarayan Mahotsav) સાથે ભગવાન સ્વામિનારાયણનો વિશિષ્ટ સબંધ વિશે જણાવતા કહ્યું હતું કે, સેવા-સદાચાર અને સંસ્કાર સિંચન સદીઓથી સ્વામિનારાયણ સંપ્રદાયની ઓળખાણ બન્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય એટલે સ્વને ભૂલીને સમષ્ટિના હિતની પરંપરા, લોકોના કલ્યાણની ભાવના.

સેવા-સદાચાર અને સંસ્કાર સિંચન સદીઓથી સ્વામિનારાયણ સંપ્રદાયની ઓળખાણ બન્યા છે - ભૂપેન્દ્ર પટેલ
Sardhar Swaminarayan Mahotsav: મુખ્યપ્રધાન સરધાર સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા

  • સરધારનગર સાથે ભગવાન સ્વામિનારાયણનો વિશિષ્ટ સબંધ
  • સ્વામિનારાયણ સંપ્રદાય એટલે સ્વને ભૂલીને સમષ્ટિના હિતની પરંપરા
  • સ્વામિનારાયણ સંપ્રદાયનો સરકારને આભ જેવડો ટેકો મળ્યો - વડાપ્રધાન

રાજકોટઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે ભગવાન સ્વામિનારાયણની ચરણરજથી (Sardhar Swaminarayan Mahotsav) પાવન બનેલા સરધાર ધામની પવિત્ર ભૂમિ પર નિર્માણ પામેલા ભવ્ય મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થઇ (Bhupendra Patel at Sardhar Swaminarayan Mahotsav) સંતોના આશીર્વાદ મેળવ્યા હતા, તેમજ આ પ્રસંગે તેમને જણાવ્યું હતું કે, રાજકોટ રાજ્યની એક વેળાની રાજધાની એવા આ સરધારનગર સાથે ભગવાન સ્વામિનારાયણનો વિશિષ્ટ સબંધ છે. મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું કે, સેવા-સદાચાર અને સંસ્કાર સિંચન સદીઓથી સ્વામિનારાયણ સંપ્રદાયની ઓળખાણ બન્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય એટલે સ્વને ભૂલીને સમષ્ટિના હિતની પરંપરા, લોકોના કલ્યાણની ભાવના. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ આજે સૌથી વધુ નિર્વ્યસની, સંસ્કારી અને સમૃદ્ધ છે, તેના મૂળમાં સ્વામિનારાયણ સંપ્રદાયની વ્યક્તિત્વ નિર્માણના સમાજ સંસ્કારની પરંપરા છે.

સ્વામિનારાયણે સરધારની ભૂમિ પર પગલાં કર્યા હતા

ભગવાન સ્વામિનારાયણે સરધારની આ ભૂમિ પર પગલાં કર્યા અને દરબાર ગઢમાં ચાર્તુમાસ ગાળ્યો હતો. રાજવીઓ- ગામ લોકોએ તેમનું સામૈયુ કર્યુ, ત્યારે ભગવાન સ્વામિનારાયણે અહિં એક ભવ્ય મંદિરના નિર્માણની ભવિષ્યવાણી કરેલી તે આજે સાકાર થઇ છે. યોગાનુયોગ આ વર્ષ આઝાદીનું પણ અમૃત પર્વ- અમૃત મહોત્સવ વર્ષ છે, ત્યારે ભગવાન સ્વામિનારાયણે ચિંધેલા સંસ્કાર-શિક્ષણ-સદાચારના સિંચનનું કાર્ય મંદિર રાષ્ટ્ર નિર્માણ માટે યુવા પેઢીમાં નેશન ફર્સ્ટના ભાગ પર પાર પાડી રહ્યું છે.

હિન્દુ સંસ્કૃતિના સર્વગ્રાહી પ્રસારના કેન્દ્રો સમુ આ મંદિર રાષ્ટ્રચેતના ઊજાગર કરે છે

મુખ્યપ્રધાન અબુધાબીમાં નિર્માણ થઇ રહેલા સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લેવાની પણ તક મળી હતી તેમ જણાવતા ઉમેર્યું હતું કે, હિન્દુ સંસ્કૃતિના સર્વગ્રાહી પ્રસારના કેન્દ્રો સમા આ મંદિર પણ રાષ્ટ્રચેતના ઊજાગર કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયે ગુરુકુલ, છાત્રાલય, શાળા-કોલેજ, હોસ્પિટલ અને સાંસ્કૃતિક કેન્દ્રો સમા મંદિરોનું નિર્માણ કરી વ્યક્તિના સ્વાસ્થ્ય, શિક્ષણ સંસ્કાર સિંચનના અદભૂત કાર્યો કર્યા છે.

સ્વામિનારાયણ સંપ્રદાયનો સરકારને આભ જેવડો ટેકો મળ્યો

સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં સદવિદ્યા પ્રવર્તન અને સર્વ જીવ હિતાવહ એવી સેવાપ્રવૃત્તિનો સંદેશો આપ્યો છે. સંપ્રદાયની સેવાને બીરદાવતા મુખ્યપ્રધાને કહયું કે કોરોના મહામારી, ભૂકંપ, ટાઢ, પૂર-અતિવૃષ્ટિ જેવી તમામ આફતો જ્યારે જ્યારે પણ ગુજરાત પર ત્રાટકી ત્યારે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનો સરકારને આભ જેવડો ટેકો મળ્યો છે. ભગવાન સ્વામિનારાયણના આશિષથી ગુજરાતના ખૂણે ખૂણે વિકાસની લહેર આપણે લઇ જવી છે, અને ગુજરાતના વિકાસ થકી ભારતને જગદગુરુ બનાવવું છે તેમ જણાવી સંતો અને હરિભક્તોના સહયોગથી “આત્મનિર્ભર ભારત”ના નિર્માણનો વડાપ્રધાન નરેન્દ્રભાઈનો સંકલ્પ આપણે આત્મનિર્ભર ગુજરાતથી પૂર્ણ કરવો છે તેમ પણ કહયું હતુ.

જનરલ બીપીન રાવત સહિતના શહીદો માટે મૌન પાડ્યું

વકતવ્યના પ્રારંભે મુખ્યપ્રધાને હેલીકોપ્ટર અકસ્માતમાં શહીદ થયેલા CDS જનરલ બીપીન રાવત અને તેમના ધર્મપત્ની તેમજ અન્ય દિવંગતોને શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા. સૌએ ઉભા થઇને 2 મીનીટનું મૌન પાળ્યું હતુ. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ધર્મ અને રાજકારણ બંનેમાં જ્યારે પણ સમસ્યાઓ ઉદ્ભવે છે, ત્યારે નીતિવિષયક નિર્ણયો લેવાના થાય છે. આવા સમયે દેશ, રાજ્યોના લોકો માટે નિર્ણય લેતી વખતે ધર્મએ હંમેશા સત્યની દિશા દોરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયે યુવાનો માટે અભ્યાસની વ્યવસ્થા પણ કરી છે, આ વિદ્યાર્થીઓને જ્ઞાનની સાથે ધર્મનું જ્ઞાન પણ આપવામાં આવે છે.

આ પણ વાંચો:

Gujarat Vibrant Summit 2022: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગુજરાત પરત ફર્યા, કરાવ્યો RTPCR ટેસ્ટ

વડતાલ ગોમતી કિનારે કરોડોના ખર્ચે શ્રીજી મહારાજની પ્રસાદી સંગ્રહાલયનું નિર્માણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.