વધુ એક કોંગી ધારાસભ્ય કરી શકે છે કેસરિયા

author img

By

Published : Aug 15, 2022, 9:36 AM IST

વધુ એક કોંગી ધારાસભ્ય કરી શકે છે કેસરિયા
વધુ એક કોંગી ધારાસભ્ય કરી શકે છે કેસરિયા ()

રાજકોટમાં કૉંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ સર્વ રોગ નિદાન કેમ્પ Sarva Rog Nidan Camp in Rajkot યોજ્યો હતો. અહીં ભાજપના સાંસદ રમેશ ધડુક અને પૂર્વ રાજ્યપ્રધાન જયેશ રાદડિયા પણ ઉપસ્થિત રહ્યા Congress MLA Lalit Vasoya with BJP Leaders હતા. આ સાથે જ કૉંગ્રેસના વધુ એક ધારાસભ્ય ભાજપના જોડાઈ શકે છે તેવા સંકેત જોવા મળ્યા હતા.

રાજકોટ કૉંગ્રેસના ધોરાજી ઉપલેટા વિધાનસભાના ધારાસભ્ય લલિત વસોયા (Congress MLA from Dhoraji Upleta Lalit Vasoya) ફરી એક વાર ભાજપમાં જોડાય તેવા સંકેત જોવા મળ્યા (Lalil Vasoya likely to join BJP) હતા. કારણ કે, કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ સર્વ રોગ નિદાન કેમ્પ યોજ્યો હતો, જેમાં ભાજપના સાંસદ રમેશ ધડુક અને પૂર્વ રાજ્યપ્રધાન જયેશ રાદડિયાએ હાજરી આપી હતી. એક તરફ ચૂંટણીનો (Gujarat Assembly Election 2022) માહોલ છે. તેવામાં ભાજપ અને કૉંગ્રેસના નેતાઓ એકસાથે જોવા (MLA Lalit Vasoya with BJP Leaders) મળે તો ગરમાગરમી શરૂ થઈ જાય છે.

કૉંગ્રેસમાં છું અને રહીશઃ વસોયા

ભાજપના નેતાઓ કોંગ્રેસ ધારાસભ્યના કાર્યક્રમમાં કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ સ્વ. રણછોડ કાયાણી માર્ગના નામકરણ કાર્યક્રમ અને સર્વરોગ નિદાન કેમ્પ (Sarva Rog Nidan Camp in Rajkot) માટે ભાજપના નેતાઓને આમંત્રણ આપ્યું હતું, જેથી પૂર્વ રાજ્યપ્રધાન જયેશ રાદડિયા અને સાંસદ રમેશ ધડૂકે આ કાર્યક્રમમાં હાજરી (MLA Lalit Vasoya with BJP Leaders) આપી હતી.

ભાજપ કોંગ્રેસના નેતા એક મંચ પર
ભાજપ કોંગ્રેસના નેતા એક મંચ પર

લલિત વસોયાનો ભાજપ તરફનો ઝૂકાવ દેખાયો તેવી ચર્ચા એટલું જ નહીં ભાજપના આ બંને નેતાઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકાયો હતો, જેથી હાલ ફરી એક વાર લલિત વસોયાનો ભાજપ તરફ ઝૂકાવ (Lalil Vasoya likely to join BJP) છે તેવી ચર્ચા લોકોમાં ઉઠી છે ત્યારે આ બાબતે મીડીયાએ સવાલ કરતા કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય લલિત વસોયાએ (Congress MLA from Dhoraji Upleta Lalit Vasoya) જણાવ્યું હતું કે, અત્યારે હું કૉંગ્રેસમાં છું એ જ મોટી વાત છે.

આ પણ વાંચો દ્વારકા જિલ્લામાં મોટી સંખ્યમાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા

માર્ગનો નામકરણ કાર્યક્રમ યોજાયો ધોરાજીમાં યોજાયેલા આ કેમ્પમાં લલિત વસોયાએ (Congress MLA from Dhoraji Upleta Lalit Vasoya) જણાવ્યું હતું કે, ધોરાજીના સામાજિક અને રાજકીય અગ્રણી સ્વ. રણછોડ કોયાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિતે તેમની સેવાકીય પ્રવૃત્તિઓને લોકો કાયમી યાદ રાખે તે માટે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી શાક માર્કેટ સુધીના રોડને સ્વ. રણછોડ કોયાણી માર્ગના નામકરણનો કાર્યક્રમ યોજાયો હતો. તેમ જ તેમની યાદમાં સેવાકીય પ્રવૃત્તિ માટે સર્વરોગ નિદાન કેમ્પનું (Sarva Rog Nidan Camp in Rajkot) આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો ભાજપે મનહર્યું : પાટિલના હસ્તે પાર્ટીના બન્યા ઉધાસ

કૉંગ્રેસમાં છું અને રહીશ આ સાથે કૉંગ્રેસના નેતાઓને આમંત્રણ નહીં આપવાના સવાલના જવાબમાં લલિત વસોયાએ (Congress MLA from Dhoraji Upleta Lalit Vasoya) જણાવ્યું હતું કે, કૉંગ્રેસનો હું જ દિગ્ગજ નેતા છું. ભાજપના નેતાઓ હાજર રહ્યા એની પાછળ ધોરાજીની સામાજિક સંસ્થાઓએ આખું આયોજન કર્યું છે, જેમાં અમે સહયોગ આપ્યો છે. તેમણે ભાજપમાં જવા અંગે પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, લગ્નમાં પતિપત્ની આજીવન સાથે રહેવાનું વચન લે છે, પણ કોઈ કારણોસર છૂટાછેડા થતા હોય છે, પરંતુ હું આજીવન કૉંગ્રેસ પાર્ટી સાથે રહેવાનો છું અને અત્યારે હું કૉંગ્રેસમાં છું. એ જ ઘણી મોટી વાત છે તેવું પણ જણાવ્યું હતું.

ભાજપ હાઈકમાન્ડ નક્કી કરશે ધોરાજીમાં યોજાયેલ આ કેમ્પમાં ઉપસ્થિત પોરબંદર વિસ્તારના ભાજપ સાંસદ રમેશ ધડૂકે (Porbandar BJP MP Ramesh Dhaduk) જણાવ્યું હતું કે, ધોરાજીમાં સ્વ. રણછોડ કોયાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આ સર્વરોગ નિદાન કેમ્પનું (Sarva Rog Nidan Camp in Rajkot) આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ત્યારે આ સાથે મીડિયાએ વર્તમાન ધારાસભ્ય લલિત વસોયા ભાજપમાં આવશે કે નહીં તે અંગે સવાલો કરતા જણાવ્યું હતું કે, આ બાબત ભાજપ હાઇકમાન્ડ નક્કી કરે છે પણ "જો પાર્ટી નક્કી કરે તો તે અમારે સ્વીકારવું પડે" તેવું ભાજપ સંસદ રમેશ ધડુકે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.