ETV Bharat / state

વળતા પાણી: 500 કાર્યકરોએ છોડ્યો ભાજપનો સાથ, પકડ્યો કોંગ્રેસનો 'હાથ'

author img

By

Published : Aug 8, 2022, 3:50 PM IST

ઉલટી ગંગા વહી: સિદ્ધપુરમાં ભાજપના 500થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
ઉલટી ગંગા વહી: સિદ્ધપુરમાં ભાજપના 500થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

આગામી વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022)લઈને જોડતોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. મોટાભાગે કોંગ્રેસને છોડીને કાર્યકરો અને નેતાઓ ભાજપમાં જોડાતા( BJP workers joined Congress )હોય છે. પરંતુ આ વખતે સિદ્ધપુરમાં 500થી વધુ પાટીદાર બહેનો અને ભાઈઓએ ધારાસભ્ય ચંદનજી ઠાકોરના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.

પાટણઃ સિદ્ધપુરમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022)લઇને કોંગ્રેસમાં ભરતી મેળો યોજાયો હતો. સરસ્વતી તાલુકાના કાતરા ગામે વર્ષોથી ભાજપ સાથે રહેલા 500 જેટલા કાર્યકરોએ કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. ધારાસભ્ય ચંદનજી ઠાકોરની કામગીરીથી પ્રભાવિત ( BJP workers joined Congress )થઈને વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરતા સિદ્ધપુર વિધાનસભા બેઠકમાં (Patan Siddhpur assembly seat)ભંગાણ સર્જાયું છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022: ભાજપને ફાયદો, કોંગ્રેસને નુકસાન અને આપ પાર્ટી વકરે એટલો નફો?

સિદ્ધપુર વિધાનસભા બેઠકમાં ભંગાણ - આગામી ડિસેમ્બર માસમાં વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Congress )આવનાર છે જેને લઇને અત્યારથી જ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સામાજિક બેઠકો તેમજ ખાનગી બેઠકોનો દોર હાલમાં ચાલી રહ્યો છે. સિદ્ધપુર વિધાનસભા બેઠક ઉપર સરસ્વતી તાલુકાના કાતરા ગામે વર્ષોથી ભાજપ (Bharatiya Janata Party)સાથે રહીને કામ કરનાર ભાજપના પુરુષ અને મહિલા કાર્યકરોએ ધારાસભ્ય ચંદનજી ઠાકોરના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કરતા ભાજપમાં ભંગાણ સર્જાયું છે.

આ પણ વાંચોઃ એક પરિવાર દીકરીને લઈને કેન્દ્રિય પ્રધાનના આર્શીવાદ માટે દોડી આવતા હૈયા છલકાયા

ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા - ધારાસભ્ય ચંદનજી ઠાકોર જણાવ્યું હતું કે કાતરા ગામમાં પાટીદાર સમાજ સહિત અન્ય સમાજની મહિલા અને પુરૂષો વર્ષોથી ભાજપના રંગે રંગાયેલા હતા. પરંતુ ભાજપની શાસનગીરીથી કંટાળીને કોંગ્રેસનો (Gujarat Congress )હાથ જાલ્યો છે. ત્યારે પક્ષમાં તેમનું માન સન્માન જળવાઈ રહેશે. જેમાં તાલુકા મહામંત્રી જમનાબહેન પટેલ, સરસ્વતી તાલુકા ભાજપના અગ્રણી લેબાજી ઠાકોર, કિરીટ બારોટ, બાબુ સહિતના હોદ્દેદારોએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.