ETV Bharat / city

Arvind Kejriwal Rajkot Visit: હવે તો મોરબી સિરામિક ઉદ્યોગકારો પણ ભાજપથી નારાજ...

author img

By

Published : May 12, 2022, 9:14 AM IST

Updated : May 12, 2022, 1:02 PM IST

Arvind Kejriwal Rajkot Visit: શું હવે મોરબી સિરામિક ઉદ્યોગકારો પણ ભાજપથી નારાજ...
Arvind Kejriwal Rajkot Visit: શું હવે મોરબી સિરામિક ઉદ્યોગકારો પણ ભાજપથી નારાજ...

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ બુધવારે રાજકોટના પ્રવાસે આવ્યા (Arvind Kejriwal Rajkot Visit) હતા. આ સાથે જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારી શરૂ (Gujarat AAP Election Preparation) કરી દીધી છે. અહીં તેમણે જાહેર સભા પણ (Arvind Kejriwal Meeting in Rajkot) સંબોધી હતી. તો તેમની હાજરીમાં અનેક લોકો AAPમાં પણ જોડાયા હતા.

રાજકોટઃ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં તૈયારી કરી રહી છે. ત્યારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનું પણ સંપૂર્ણ ધ્યાન હવે ગુજરાતની (Gujarat AAP Election Preparation) ચૂંટણી જીતવા પર છે. તેવામાં તેઓ બુધવારે રાજકોટના પ્રવાસે (Arvind Kejriwal Rajkot Visit) આવ્યા હતા. અહીં તેમણે શાસ્ત્રી મેદાનમાં સભા સંબોધી (Arvind Kejriwal Meeting in Rajkot) હતી.

કેજરીવાલે પાટિલ પર કર્યા પ્રહાર

ઘરેઘરે થઈ રહી છે AAPની ચર્ચા - સભામાં અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal on BJP) જણાવ્યુું હતું કે, આજકાલ ગુજરાતના ગામડેગામડે અને ઘરેઘરે આમ આદમી પાર્ટીની ચર્ચા થઈ રહી છે. દિલ્હીમાં 7 વર્ષમાં એક પણ ખાનગી સ્કૂલે ફી વધારી નથી. કોઈ આવી હિંમત કરે તો સરકાર તેને ટેકઓવર કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પાટીલ કહે અરવિંદ કેજરીવાલ ઠગ છે. ત્યારે કોઈ ઠગ સરકારી સ્કૂલ ઠીક કરાવે, કોઈ ઠગ શિક્ષણ અપાવે, કોઈ ઠગ સરકારી હોસ્પિટલ ઠીક કરાવે તેવા કટાક્ષ પણ કર્યા છે.

મોરબી સિરામિક ઉદ્યોગપતિઓએ અને વેપારીઓએ કેજરીવાલના હાથે આપનો ખેસ ધારણ કર્યો
મોરબી સિરામિક ઉદ્યોગપતિઓએ અને વેપારીઓએ કેજરીવાલના હાથે આપનો ખેસ ધારણ કર્યો

અયોધ્યા અંગે કેજરીવાલનું નિવેદન - અરવિંદ કેજરીવાલે સભામાં વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના ઘણા લોકો મને મળવા આવે છે. તેમની સમસ્યા લઈને આવે છે. એક વૃદ્ધ માતા આવી અને ધીરેથી કાનમા કહ્યું કે, અયોધ્યા વિશે જાણે છો, ગયો છે. તો મેં કહ્યું હા હું ગયો છું. ત્યારે મને કહ્યું કે, હું ગુજરાતના એક ગામડામાં રહું છું અને ગરીબ છું. તો મેં કહ્યું અમે તમને અયોધ્યા જરૂર મોકલીશું. દિલ્હી સરકારમાં તિર્થયાત્રા યોજના છે. જેમાં વૃદ્ધ માતા-પિતાને એસી ટ્રેનમાં યાત્રા કરાવીએ છીએ.

દિલ્હીમાં બેરોજગારોને મળી રોજગારી
દિલ્હીમાં બેરોજગારોને મળી રોજગારી

કેજરીવાલે પાટિલ પર કર્યા પ્રહાર - આ સભામાં અરવિંદ કેજરીવાલે 13 વખત સી. આર. પાટીલનું નામ (Arvind Kejriwal on CR Patil ) લીધું હતું અને જણાવ્યું હતું કે, પાટીલને હું કહેવા માગું છું કે, તમે ગુજરાતમાં 6,000 સરકારી સ્કૂલ બંધ કરી દીધી. ગરીબ બાળકો માટે કેટલી સ્કૂલ ચાલુ કરાવી. પાટીલે એક સભામાં મને મહાઠગ ગણાવ્યો હતો. પરંતુ હું શું ઠગ છું? પાટીલ કહે છે કે, કેજરીવાલ આતંકવાદી છે. મને રાજનીતિ નહીં, કામ કરવાનું આવડે છે. આ સરકાર વીજળી ફ્રી નહીં આપે. આમ આદમી પાર્ટી લાવો અને વીજળી ફ્રી મેળવો.

અયોધ્યા અંગે કેજરીવાલનું નિવેદન
અયોધ્યા અંગે કેજરીવાલનું નિવેદન

દિલ્હીમાં બેરોજગારોને મળી રોજગારી - કેજરીવાલે વધુમાં ઉંમેર્યું હતું કે, ઘરમાં કોઈને મોટી બિમારી આવી જાય તો ઘર, દાગીના, જમીન વેચાય જાય છે. જેમાં કેટલાય લોકોને આત્મહત્યા કરવાનો વારો આવે છે. દિલ્હીમાં અમે 2 કરોડ લોકોની સારવાર ફ્રી કરી દીધી છે. દિલ્હીમાં 12 લાખ યુવાનોને રોજગારી આપી છે. ગુજરાતમાં પેપર બહુ ફૂટે છે, હું પાટીલને કહું છું તમારાથી પેપરનું આયોજન ઠીક રીત થતું નથી તો સરકાર શું ચલાવશો તેવી કટાક્ષ પણ કરી હતી.

ઘરેઘરે થઈ રહી છે AAPની ચર્ચા
ઘરેઘરે થઈ રહી છે AAPની ચર્ચા

પાટિલે ઠગ કહેતા કેજરીવાલ ભડક્યા - પાટીલે કહ્યું હતું કે કેજરીવાલ મહાઠગ છે. ત્યારે હું ગુજરાતનાં લોકોને પૂછું છું કે, કોઈ ઠગ લોકોના શિક્ષણ અને આરોગ્યની વાત કરે છે? બાદમાં લોકોને પૂછ્યું હતું કે શું પાટીલ ઠગ છે? જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાથ ઉઠાવતા કહ્યું હતું કે, મીડિયા આ ઊંચા થયેલા હાથ બતાવી નહીં શકશે? હાલ પરિવારનાં એક વ્યક્તિને બીમારી લાગુ પડે તેમાં લોકોના ઘર વેંચાય જાય છે. ત્યારે દિલ્હીમાં 2 કરોડ લોકોને તમામ ટેસ્ટ સહિતની સારવાર મફત આપવામાં આવી રહી છે. જેમાં ગમે તેટલો ખર્ચ થાય તે સરકાર ભોગવે છે. દિલ્હીમાં 5 વર્ષમાં 12 લાખ લોકોને રોજગારી આપી અને આગામી 5 વર્ષમાં 20 લાખ લોકોને રોજગાર આપવામાં આવનાર હોવાનો દાવો કર્યો છે.

કેજરીવાલનો પાટિલને પ્રશ્ન - સી.આર. પાટીલ (Arvind Kejriwal on CR Patil) પર કટાક્ષ કરતા તેમણે કહ્યું હતું કે, સાંભળ્યું છે કે, ગુજરાતમાં મુખ્યપ્રધાન કોઈ પણ હોય સરકાર તો પાટીલ જ ચલાવે છે. ત્યારે હું પાટીલને કહેવા માગું છું કે, તમે તો 27 વર્ષમાં કોઈને યાત્રા નથી કરાવી પણ જો અમારી સરકાર બનશે. તો ગુજરાતના તમામ વડીલોને તીર્થયાત્રા કરાવીશું. દિલ્હીમાં 7 વર્ષમાં કોઈ ખાનગી શાળાની ફી વધારવામાં આવી નથી. જો કોઈ શાળા આવી હિંમત કરે તો સરકાર તેને ટેકઓવર કરી લે છે. ત્યારે હું પાટીલને પૂછું છું કે 27 વર્ષમાં કેટલી શાળાઓ બનાવી?

આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલના નિવેદન અંગે હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા, કહ્યું જેવી જેની....

સ્કૂલ અને હોસ્પિટલના નામે કેજરીવાલે માગ્યા મત - કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, અમે 50,000 વૃદ્ધ માતાપિતાને યાત્રા કરાવી છે. ગુજરાતમાં સરકારી સ્કૂલની હાલત ખરાબ છે, શિક્ષણના નામે ઝીરો છે. 27 વર્ષના શાસનમાં ભાજપ સ્કૂલ પણ ઠીક કરાવી શકી નથી. 5 વર્ષની અંદર સરકારી સ્કૂલોને શાનદાર બનાવી દીધી છે. સરકારી સ્કૂલના પરિણામો આ વર્ષે 99.97 ટકા આવ્યું છે. 4 લાખ લોકોએ સરકારી સ્કૂલમાં ભરતી કરાવી છે. સરકારી સ્કૂલમાં ભણતા 450 વિદ્યાર્થીઓનું એડમિશન IITમાં કરાવ્યું છે. અમે 5 વર્ષમાં શિક્ષણનું સ્તર ઊંચુ લાવ્યા પણ ગુજરાતમાં ભાજપ 27 વર્ષમાં કેમ શિક્ષણ સુધારી શક્યા નહીં. મને દિલ્હીના લોકોએ તક આપી, પંજાબે તક આપી હવે ગુજરાતનો વારો છે. તમે મને તક આપો. હું સ્કૂલ અને હોસ્પિટલના નામે મત માગવા આવીશ.

આ પણ વાંચો- રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા અરવિંદ કેજરીવાલ, આપ કાર્યકર્તાઓએ કર્યું ભવ્ય સ્વાગત

સામાજિક આગેવાનો ન મળ્યા કેજરીવાલને- રાજકોટના સામાજિક આગેવાનો અને વેપાર ઉદ્યોગ સંગઠનોએ કેજરીવાલથી દૂરી રાખી હતી. જોકે, મોરબી સિરામિકના ઉદ્યોગપતિઓ કેજરીવાલને મળવા (Morbi ceramic industrialists met Arvind Kejriwal) આવી પહોંચતા અનેક સવાલો ઉઠ્યા હતા. રાજકોટ ઓલ ઈન્ડિયા સીરામીકના ઉદ્યોગપતિઓએ કેજરીવાલના હાથે આપનો ખેસ ધારણ કર્યો હતો. આ સંસ્થાના પૂર્વ પ્રમુખ ગીરીશ પેથાપરા સાથે કેજરીવાલે બેઠક કરી હતી. ગીરીશભાઈ 20 વર્ષ પહેલા કોંગ્રેસની ટિકિટ મેળવી વિધાનસભા લડી ચૂક્યા છે.

મોરબી સિરામિક ઉદ્યોગની સમસ્યા અંગે ઉદ્યોગપતિઓ કેજરીવાલને મળ્યા - મોરબી સિરામિક ઉદ્યોગની દરેક સમસ્યા માટે ઉદ્યોગપતિઓ કેજરીવાલને (Morbi ceramic industrialists met Arvind Kejriwal) મળ્યા હતા. તમામ ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ કેજરીવાલના હાથે આપનો ખેસ ધારણ કરી બહાર નીકળ્યા હતા. મોરબી પાસના કન્વીનર નિલેશ એરવાડિયા અને તેના પત્ની આપમાં જોડાયા છે. નિલેશ એરવાડિયાના પત્ની મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સથી માંડીને બિલ્ડર અને વેપારી સંગઠનોએ અનિચ્છા દર્શાવી હતી. ઉદ્યોગકારો અને સામાજિક આગેવાનો સાથેની બેઠક પડતી મૂકી માત્ર ઔપચારિક મિટીંગ રાખ્યાની ચર્ચા થઈ રહી છે. જોકે મોરબી સિરામીકના ઉદ્યોગપતિઓ કેજરીવાલને મળવા આવી પહોંચતા અનેક સવાલો ઉઠ્યા છે.

ઉદ્યોગકારોના પ્રશ્ન અંગે કેજરીવાલે મેળવી માહિતી - ત્યારબાદ ઈમ્પિરિઅલ પેલેસ હોટેલ ખાતે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે બેઠક યોજવા મોરબી સિરામિક એસોસિએશનના તમામ હોદ્દેદારો પહોંચ્યા (Morbi ceramic industrialists met Arvind Kejriwal) હતા, જ્યાં કેજરીવાલે સિરામિક ઉદ્યોગના ડેલિગેટ્સ સાથે બેઠક કરી હતી અને ઉદ્યોગકારોના પ્રાણ પ્રશ્નો જાણવા માટે ચર્ચા કરી હતી.

Last Updated :May 12, 2022, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.