ETV Bharat / city

Neglect of fishing industry in Budget : કેન્દ્રીય બજેટમાં માછીમાર ઉદ્યોગને કંઇ ન મળતાં નારાજગી

author img

By

Published : Feb 2, 2022, 5:42 PM IST

Neglect of fishing industry in Budget : કેન્દ્રીય બજેટમાં માછીમાર ઉદ્યોગને કંઇ ન મળતાં નારાજગી
Neglect of fishing industry in Budget : કેન્દ્રીય બજેટમાં માછીમાર ઉદ્યોગને કંઇ ન મળતાં નારાજગી

માછીમાર ઉદ્યોગ માટે કેન્દ્રીય બજેટ 2022 - 23માં કંઇ સારી જોગવાઈ નથી. જેને પગલે સમગ્ર ઉદ્યોગમાં રોષભરી નારાજગી ( Neglect of fishing industry in Budget ) વ્યાપી છે.

જૂનાગઢ: કેન્દ્રીય બજેટમાં માછીમારી ઉદ્યોગમાં હળાહળ અન્યાયની લાગણી (Fishing Industry Reaction on Union Budget 2022 ) છવાઈ છે. ઉદ્યોગોને સ્પર્શતી એક પણ વાત બજેટમાં સામેલ નહીં કરાતા માછીમારોની સાથે ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.વર્ષ 2022 - 23 સામાન્ય અંદાજપત્રમાં માછીમારી ઉદ્યોગને લઈને એક પણ પ્રકારની નવી જાહેરાત કે યોજનાઓનો અમલ થશે તેનો ઉલ્લેખ નહીં કરવામાં આવતા માછીમારોની સાથે બોટના માલિકો અને માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ અંદાજપત્ર માછીમારી વિરોધી હોવાને કારણે તેને ( Neglect of fishing industry in Budget ) નકારી દીધું છે. માછીમારી ઉદ્યોગ રાજ્ય સરકારને કમાણી (fishing industry of gujarat) અને રોજગારી આપતા સૌથી સમૃદ્ધ ઉદ્યોગ માનવામાં આવતો હતો. પરંતુ આજે માછીમારી ઉદ્યોગ રાજ્ય અને કેન્દ્ર સરકારની ઉદાસીનતાને કારણે મરણપથારીએ પડી રહ્યો છે.

માછીમારી ઉદ્યોગને લઈને એક પણ પ્રકારની નવી જાહેરાત કે યોજના નથી

બજેટને લઈને નોંધાવ્યો વિરોધ

વર્ષ 2022 - 23ના સામાન્ય અંદાજપત્રમાં બજેટને લઈને પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેને લઇને માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા દીપક દોરીયાએ કેન્દ્ર સરકારના બજેટને માછીમારોનું અપમાન કરતું બજેટ (Fishing Industry Reaction on Union Budget 2022 ) ગણાવ્યું હતું અને જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકારને ખૂબ મોટું આર્થિક હુંડિયામણ કમાવી (fishing industry of gujarat) આપતા એક માત્ર ઉદ્યોગ પ્રત્યે કેન્દ્રની સરકારનું બજેટમાં જે ઉદાસીન વલણ દાખવવામાં આવ્યું છે. તે સમગ્ર માછીમાર સમાજના અપમાનજનક લાગી રહ્યું છે. કેન્દ્ર સરકારે માછીમાર સમાજને ઘણું આપવાની જરૂર હતી આવા સમયે બજેટ જેવા વિષયમાં માછીમારો ઉદ્યોગનો સમાવેશ નહીં કરીને કેન્દ્ર સરકારે માછીમાર ઉદ્યોગ પ્રત્યે પણ પોતાની ઉદાસીનતા છતી કરી શકે. જેને લઇને માછીમારો બોટના માલિકો અને માછીમાર ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો કેન્દ્ર સરકારના વર્ષ 2022 - 23ના સામાન્ય અંદાજપત્ર ( Neglect of fishing industry in Budget ) પાયાથી નકારી રહ્યાં છે.

આ પણ વાંચો : Fish Production In Valsad: 2010-11ની તુલનાએ 2019-20માં માછલીનું ઉત્પાદન વધ્યું, પણ મત્સ્ય બંદરોનો વિકાસ મંદ

રાહત પેકેજ અને ડિઝાઇનની સબસિડી ચૂકવવાની માછીમાર અગ્રણીએ કરી માગ

થોડા વર્ષો પૂર્વે કેન્દ્રની સરકારે માછીમારોની સમસ્યા અને ઉદ્યોગને ધ્યાને રાખીને અલગ માછીમારી મંત્રાલય શરૂ કરવાની વાત કરી હતી. આ વાતને બે વર્ષ જેટલો સમય ( Neglect of fishing industry in Budget ) વીતી ચૂક્યો છે. હજુ સુધી માછીમારી મંત્રાલયની રચના કરવામાં આવી નથી. વધુમાં માછીમારોને ડીઝલની જે સબસિડી આપવામાં આવી રહી છે. તેનું ચૂકવવું ચાર-પાંચ મહિના બાદ કરવામાં આવે છે તેની જગ્યા પર ડીઝલ ખરીદી વખતે સબસિડી બાદ કરીને માછીમારો પાસે ડીઝલનું ચુકવણું કરવામાં આવે તો સરકારે સબસિડી ચૂકવવાની સરકારની પ્રક્રિયા માથે મુક્તિ મળે. માછીમારોને ડીઝલની સબસિડી પોતાના ખિસ્સામાં તરત મળી રહે તો તેને પણ ફાયદો થઈ શકે છે.

આ પણ વાંચો : માછલીઓના પૂરતા ભાવ ન મળવાથી માછીમારોને જ માછીમારી કરવા દે તેવી ઉઠી માગ

વેરાવળ બંદરના વિસ્તરણની માગણી

વેરાવળ બંદરના વિસ્તરણને લઇને પણ પાછલાં કેટલાય વર્ષોથી માગ (Fishing Industry Reaction on Union Budget 2022 ) કરવામાં આવી રહી છે. બંદર વિસ્તાર મર્યાદિત હોવાને કારણે માછીમારી સીઝન પૂર્ણ થયા બાદ બંદર પર પરત ફરેલી બોટોને રાખવા માટે ખૂબ સમસ્યાઓ થઇ રહી છે. ત્યારે બંદરનું વિસ્તરણ કરવામાં આવે તો બોટોના પાર્કિંગની ( Neglect of fishing industry in Budget ) સુગમતા પણ બની શકે. જેને કારણે બોટોને ડ્રેજિંગ નહીં થવાને કારણે બોટને થતાં નુકસાનથી પણ બચાવી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.