ETV Bharat / city

Kawad yatra 2022 : કોલકાતાથી કાવડ યાત્રા લઇને સોમનાથ પહોંચી રહ્યાં છે કાવડીયા

author img

By

Published : Jul 29, 2022, 3:40 PM IST

શ્રાવણ માસ દરમિયાન મહાદેવ પર પવિત્ર નદી અને સરોવરના જળનો અભિષેક કરવાની કાવડ યાત્રા (Kawad yatra 2022) ની પ્રાચીન પરંપરા છે. તે મુજબ પશ્ચિમ બંગાળના કાવડીયાઓ સોમનાથ મહાદેવ (Somnath Mahadev) ઉપર જળાભિષેક કરવા માટે આવી રહ્યાં છે.

Kawad yatra 2022  : કોલકાતાથી કાવડ યાત્રા લઇને સોમનાથ પહોંચી રહ્યાં છે કાવડીયા
Kawad yatra 2022 : કોલકાતાથી કાવડ યાત્રા લઇને સોમનાથ પહોંચી રહ્યાં છે કાવડીયા

જૂનાગઢ - પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે, ત્યારે આગામી 30 દિવસ સુધી શિવભક્તો તેમની શક્તિ અને ભક્તિ અનુસાર દેવાધિદેવ મહાદેવની ભક્તિ કરતા હોય છે. શ્રાવણ માસમાં પવિત્ર નદી અને સરોવરના જળનો દેવાધિદેવ મહાદેવ અભિષેક કરવાની પરંપરા છે. જેને અનુસરતા પશ્ચિમ બંગાળના કાવડીયાઓ સોમનાથ મહાદેવ (Somnath Mahadev) ઉપર જળાભિષેક કરવા માટે કાવડ યાત્રા (Kawad yatra 2022) લઇને આવી (kavad yatra in somnath) રહ્યાં છે.

શ્રાવણ માસ દરમિયાન મહાદેવ પર પવિત્ર નદી અને સરોવરના જળનો અભિષેક કરવાની કાવડ યાત્રા જૂનાગઢમાં જોવા મળી

શ્રાવણ માસમાં કાવડ લઈને નીકળ્યા શિવભક્તો- શ્રાવણ માસ દરમિયાન દેશ અને દેશાવરથી આવતા કાવડીયાઓ પગપાળા કાવડમાં પવિત્ર નદી જળાશયો અને કુંડના પાણી એકઠું કરીને તેમના મનોવાંચ્છિત શિવ મંદિર પર અભિષેક માટે નીકળતા હોય છે. આવા જ કાવડિયાના બે જૂથ કોલકાતાથી સોમનાથ મહાદેવ પર જળનો અભિષેક કરવા માટે કાવડમાં (Kawad yatra 2022) વિવિધ અને પવિત્ર નદી સરોવર અને કુંડનું પાણી એકત્ર કરીને નીકળ્યા છે.

કાવડ યાત્રામાં મોટાભાગે યુવાન શિવભક્તો હોય છે
કાવડ યાત્રામાં મોટાભાગે યુવાન શિવભક્તો હોય છે

જે આગામી દિવસોમાં સોમનાથ મહાદેવ (Somnath Mahadev) પહોંચીને મહાદેવ પર જણાભિષેક કરીને શ્રાવણ માસની તેમની ભક્તિ (kavad yatra in somnath)પૂર્ણ કરશે.

આ પણ વાંચોઃ કાવડિયાએ પીઠ પર ખીલી મૂકીને કાવડને ખેંચતો જોવા મળ્યો, જુઓ VIDEO

શ્રાવણ માસમાં કાવડયાત્રા પણ શિવ ભક્તિનું એક માધ્યમ -શિવ ભક્તિ માટે ખાસ કરીને ઉત્તર ભારતના લોકો કાવડ યાત્રા (Kawad yatra 2022) પર ખૂબ વિશેષ પ્રમાણમાં નીકળતા હોય છે ત્યારે આવા જ કાવડ યાત્રીઓના બે જૂથો કોલકાતાથી નીકળીને સોમનાથ મહાદેવ (Somnath Mahadev) અને ત્યારબાદ નાગેશ્વર મહાદેવ પર જણાભિષેક કરવા માટે નીકળ્યા છે. યુવાન કાવડયાત્રીઓના બંને જૂથો આજે જૂનાગઢ પહોંચ્યા છે. અને આગામી ચાર દિવસમાં તેઓ સોમનાથ પહોંચવાની (kavad yatra in somnath)મહેચ્છા ધરાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ આજનો શ્રવણ કુમાર, વૃદ્ધ માતા-પિતાને આ રીતે કરાવી રહ્યો છે કાવડ યાત્રા

કાવડ યાત્રિકો યુવાન શિવભક્તો - કાવડ યાત્રા ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. મોટા ભાગના કાવડ યાત્રિકો યુવાન શિવ ભક્તો હોય છે. ખુલ્લા પગે પણ કેટલાક યાત્રિકો કાવડ યાત્રા (Kawad yatra 2022) કરી રહ્યા છે .કાવડ યાત્રા દરમિયાન માર્ગ પર આવતા તમામ પવિત્ર નદી સરોવર અને જળને કાવડમાં એકત્ર કરવામાં આવે છે અને તેમના ધારેલા શિવ મંદિર પહોંચતા આ તમામ પવિત્ર જળનો અભિષેક મહાદેવ પર કરતા હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.