ETV Bharat / city

વન વિભાગના કર્મચારીઓ ઉતર્યા અચોક્કસ મુદતના હડતાળ પર, જંગલની આંતરિક સુરક્ષા સામે ઉઠશે પ્રશ્નો

author img

By

Published : Sep 7, 2022, 9:26 AM IST

જૂનાગઢમાં વનપાલ અને ફોરેસ્ટ ઓફિસર આજે તેમની પડતર જૂની માગણીઓને લઈને હડતાળ પર ઉતરી ગયા છે. આવા મહત્વના પદ પર કામ કરતા કર્મચારી અને અધિકારીઓ હડતાળ પર ઉતરતા જંગલ વિસ્તારમાં આવેલા નાકા અને ચોકીમાં પેટ્રોલિંગની સમસ્યા ઊભી થઈ શકે છે.

વન વિભાગના કર્મચારીઓ ઉતર્યા અચોક્કસ મુદતના હડતાળ પર, જંગલની આંતરિક સુરક્ષા સામે ઉઠશે પ્રશ્નો
વન વિભાગના કર્મચારીઓ ઉતર્યા અચોક્કસ મુદતના હડતાળ પર, જંગલની આંતરિક સુરક્ષા સામે ઉઠશે પ્રશ્નોવન વિભાગના કર્મચારીઓ ઉતર્યા અચોક્કસ મુદતના હડતાળ પર, જંગલની આંતરિક સુરક્ષા સામે ઉઠશે પ્રશ્નો

જૂનાગઢ રાજ્યમાં ક્યારેક ખેડૂતો, ક્યારેક વેપારીઓ તો ક્યારેક ડોક્ટરો સરકાર સામે પોતપોતાની માગણીઓને લઈને રસ્તા પર ઉતરી આવે છે ને હડતાળ કરે છે. હવે આવી જ રીતે હડતાળ પર ઉતર્યા છે જૂનાગઢમાં વનપાલ અને ફોરેસ્ટ ઓફિસર. મહત્વના પદ પર કામ કરતા કર્મચારી અને અધિકારીઓ હડતાળ પર (junagadh forest department) ઉતરતા જંગલ વિસ્તારમાં આવેલા (forest department strike news) નાકા અને ચોકીમાં પેટ્રોલિંગની સમસ્યા ઊભી થઈ શકે છે.

ગીર વિસ્તારમાં હડતાળથી પડી શકે છે વિપરિત અસરોગીર વિસ્તારમાં હડતાળથી પડી શકે છે વિપરિત અસરો

હડતાળ લાંબી ખેંચાશે તો થશે મુશ્કેલી જોકે, આજે હડતાળનો પ્રથમ (forest department strike news) દિવસ છે, પરંતુ આ હડતાળ વધુ લાંબી ખેંચાય તો જંગલના આંતરિક વિસ્તારમાં સુરક્ષા (forest security) પૂરી પાડતા કર્મચારીઓની ગેરહાજરીની અસરો જંગલ વિસ્તારમાં (jungle area in gujarat) જોવા મળી શકે છે.

વનપાલ અને ફોરેસ્ટરો ઉતર્યા હડતાળ પર વન વિભાગના (junagadh forest department) વનપાલ બિટગાર્ડ અને ફોરેસ્ટર તેની પડતર માગોને લઈને આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. સૌથી મહત્વના ગણાતા ગીર વિસ્તારમાં વન કર્મચારીઓની હડતાળને લઈને આવનાર દિવસોમાં કર્મચારીઓના પેટ્રોલ અને જંગલની (jungle area in gujarat) આંતરિક વ્યવસ્થા પર તેની માઠી અસરો જોવા મળશે.

હડતાળ લાંબી ખેંચાશે તો થશે મુશ્કેલી
હડતાળ લાંબી ખેંચાશે તો થશે મુશ્કેલી

આજથી શરૂ થઈ હડતાળ આજથી શરૂ થયેલી હડતાળને પગલે ગીર વિસ્તારમાં આવેલા મોટા ભાગની વન વિભાગની ચેકપોસ્ટ અને નાકા તેમજ જંગલ વિસ્તારમાં (jungle area in gujarat) આવેલા થાણા પર આજથી એક પણ કર્મચારી કે, અધિકારી ફરજ પર જોવા મળતા નથી. તેને લઈને આગામી દિવસોમાં જંગલ વિસ્તારની આંતરિક સુરક્ષા (forest security) પર સમસ્યા ઊભી થઈ શકે છે.

ગીર વિસ્તારમાં હડતાળથી પડી શકે છે વિપરિત અસરો ગીર વિસ્તારમાં જંગલના (jungle area in gujarat) રાજા સિંહ આજે ડણક કરી રહ્યા છે, જેની સુરક્ષા (forest security) સલામતીની જવાબદારી બીટ ગાડ વનપાલ અને ફોરેસ્ટરની સૌથી મહત્વની મનાય છે. આવી પરિસ્થિતિમાં આ ત્રણેય કેડરના કર્મચારીઓ અને અધિકારીઓ તેની જૂની પડતર માગોને લઈને આજથી હડતાળ પર ઉતરી ગયા છે. આ કર્મચારીઓ ગ્રેડ પે, રજાનું પગારમાં રૂપાંતર અને ભરતી અને બઢતીમાં 1:3ના નિયમનું પાલન થાય તેવી માગ સાથે આજથી હડતાળ પર ઉતર્યા છે.

જંગલ વિસ્તારની સુરક્ષા જોખમાશે જોકે, તેમની હડતાળથી જંગલની સુરક્ષાને (forest security) લઈને આજે કોઈ મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ નથી, પરંતુ જો હડતાળ હજી લાંબી ચાલે અને તેનું કોઈ નિરાકરણ ન આવે તો જંગલ વિસ્તારમાં આવેલા થાણા અને ચોકીઓમાં કર્મચારીની ગેરહાજરીની વચ્ચે જંગલ વિસ્તારની અને ખાસ કરીને સિંહોની સુરક્ષાને લઈને મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.