ETV Bharat / city

Junagadh Congress NCP Competition : કોર્પોરેશન વિપક્ષ નેતા બનવા બેય પક્ષ વચ્ચે જોવા મળશે ખેંચતાણ

author img

By

Published : Jan 20, 2022, 6:06 PM IST

Junagadh Congress NCP Competition : કોર્પોરેશન વિપક્ષ નેતા બનવા બેય પક્ષ વચ્ચે જોવા મળશે ખેંચતાણ
Junagadh Congress NCP Competition : કોર્પોરેશન વિપક્ષ નેતા બનવા બેય પક્ષ વચ્ચે જોવા મળશે ખેંચતાણ

જૂનાગઢ મહાનગરપાલિકામાં નેતા વિપક્ષ બનવાને લઈને કોંગ્રેસ અને સાથી પક્ષ એનસીપી વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી શકે છે. બંને પક્ષનું સંખ્યાબળ એકસમાન થતાં આ (Junagadh Congress NCP Competition) સ્થિતિ સામે આવી શકે છે.

જૂનાગઢઃ આગામી 31મી જાન્યુઆરી જૂનાગઢ મનપામાં નવા પદાધિકારીઓ સત્તાના સૂત્રો (Junagadh Municipal Corporation appointees) સંભાળશે. સંપૂર્ણ બહુમતી ધરાવતું ભાજપ મેયર સહિત તમામ હોદ્દા પર પોતાના ઉમેદવારોને જાહેર કરશે. પરંતુ જૂનાગઢ મનપામાં નેતા વિપક્ષ (junagadh oppositation leader office) બનવાને લઈને કોંગ્રેસ અને સાથી પક્ષ એનસીપી વચ્ચે ભારે ખેંચતાણ (Junagadh Congress NCP Competition)જોવા મળી શકે છે. જેને લઇને આગામી દિવસોમાં કોંગ્રેસ અને એનસીપીનું સ્થાનિક રાજકારણ પણ ગરમાતું જોવા મળશે.

આગામી દિવસોમાં કોંગ્રેસ અને એનસીપીનું સ્થાનિક રાજકારણ ગરમાતું જોવા મળશે

વિપક્ષના પદને લઈને નવી કશ્મકશ

પાછલા અઢી વર્ષથી એનસીપીના વોર્ડ નંબર આઠના કોર્પોરેટર અદ્રેમાન પંજા નેતા વિપક્ષના પદ પર કામ કરી રહ્યા છે. ત્યારે મેયર સાથે તમામ પદાધિકારીઓની નિર્ધારિત કરેલી ટર્મ પૂરી થતાં નેતા વિપક્ષના પદને (junagadh oppositation leader office) લઈને નવી કશ્મકશ જોવા મળશે. જેમાં વિપક્ષમાં રહેલી કોંગ્રેસ અને એનસીપીના કોર્પોરેટરો નેતા વિપક્ષનું પદ મળે તેને લઈને તેમના દાવાઓ (Junagadh Congress NCP Competition) ચોક્કસપણે કરશે.

વર્ષ 2019માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને મળી છે બમ્પર જીત

વર્ષ 2019માં જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ભાજપને બમ્પર જીત મળી છે. 15 વોર્ડમાં યોજાયેલી ચૂંટણીમાં 60 કોર્પોરેટરો પૈકી 55 કોર્પોરેટર ભાજપના ચૂંટણી જંગ જીતવામાં સફળ રહ્યા હતાં. તો એનસીપી આખી પેનલ વોર્ડ નંબર 8માંથી ચૂંટણી જીતવામાં સફળ રહી હતી. વોર્ડ નંબર 4ની એક માત્ર બેઠક પર કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણા ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતાં. આમ વર્ષ 2019માં કોંગ્રેસ અને એનસીપીના મળીને પાંચ કોર્પોરેટરો વિપક્ષના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતાં. ત્યાર બાદ 3 કોર્પોરેટરના દેહાંત બાદ ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી યોજાતા એક બેઠક પર ભાજપ અને કોંગ્રેસના બે કોર્પોરેટર ચૂંટણીજંગ જીતવામાં સફળ રહ્યા છે જેને કારણે કોંગ્રેસનું સભ્ય બળ એકથી વધીને ત્રણ થયું છે તો સામે પક્ષે એનસીપી અને ભાજપના સભ્ય બળમાં એક એક કોર્પોરેટરનો ઘટાડો થયો છે.

એનસીપી અને કોંગ્રેસના કોર્પોરેટરની સંખ્યા એક સમાન થતા નેતા વિપક્ષ પર થશે ગૂંચવાડો

વર્ષ 2019 ની સામાન્ય ચૂંટણીઓ બાદ આવેલી જૂનાગઢ મનપાની પેટાચૂંટણીના પરિણામો પર સત્તાધારી પક્ષ ભાજપને કોઈ મોટો ફર્ક પડતો નથી. પરંતુ પેટાચૂંટણીના પરિણામો એનસીપી અને કોંગ્રેસ માટે હવે ગૂંચવણ ભરી પરિસ્થિતિમાં મૂકી રહ્યા છે. વોર્ડ નંબર 8 અને 6ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિજયી થયા છે. આ બેઠક પર પહેલા એનસીપી અને ભાજપનો કબજો હતો જેના પર કોંગ્રેસે જીત મેળવી ને જૂનાગઢ મનપામાં પોતાનું સભ્ય બળ એકથી વધારીને ત્રણ કોર્પોરેટરનું થઇ ગયું છે. જેને કારણે જૂનાગઢ મનપામાં વિપક્ષ કોંગ્રેસ અને એનસીપીનાના કોર્પોરેટરોની સંખ્યા એક સમાન 03 .છે આ પરિસ્થિતિ નેતા વિપક્ષના પદને (junagadh oppositation leader office) લઈને ગૂંચવણ ઊભી કરી શકે છે અને બંને પક્ષો પોતાનો કોર્પોરેટર નેતા વિપક્ષના પદ પર બેસે તેવી માગ (Junagadh Congress NCP Competition)પણ કરશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન એકટમાં નથી કોઈ જોગવાઈ

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની જોગવાઈઓ અનુસાર કોઈ પણ મહાનગરપાલિકામાં પદાધિકારીઓને નિમણુક અને તેની ચૂંટણીને લઈને દિશાનિર્દેશો અને કેટલીક બંધારણીય જોગવાઇઓ અમલમાં મુકવામાં આવી છે. પરંતુ નેતા વિપક્ષને લઈને કોઈ ચોક્કસ જોગવાઈ કે બંધારણીય વ્યવસ્થા જોવા મળતી નથી. કેટલા કોર્પોરેટર ધરાવતા રાજકીય પક્ષને જે તે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નેતા વિપક્ષ પદ (junagadh oppositation leader office) આપવું જોઈએ એ અંગે કોઈ સ્પષ્ટ દિશાનિર્દેશો કે જોગવાઈ જોવા મળતા નથી. આવી પરિસ્થિતિમાં વર્ષ 2019માં એનસીપીને જૂનાગઢ મનપામાં નેતા વિપક્ષનું પદ મળ્યું હતું પરંતુ પેટાચૂંટણી બાદ કોંગ્રેસ અને એનસીપીનું સભ્ય બળ એકસમાન થતાં આ વખતે મામલો (Junagadh Congress NCP Competition)રાજકીય ગૂંચવણમાં ફસાઇ શકે છે.

આ પણ વાંચોઃ Development Work In Junagadh: 70 લાખથી વધુના વિકાસ કામોને મંજૂરી, 32 લાખના ખર્ચે થશે દામોદર કુંડનું નવીનીકરણ

મેયર અને કમિશનર સમગ્ર મામલામાં કોઇ અંતિમ નિવેડો કરી શકે

નેતા વિપક્ષના પદ પર એકસમાન સંખ્યા (Junagadh Congress NCP Competition) ધરાવતા બે રાજકીય પક્ષોમાં કોને નેતા વિપક્ષનું પદ આપવું તેને લઈને કમિશનર અને મનપાના મેયર કોઈ અંતિમ નિર્ણય કરતા હોય છે. આ મુજબ એક સમાન કોર્પોરેટરની સંખ્યા બળ ધરાવતી બે રાજકીય પાર્ટીઓ કોઈ એક પદને (junagadh oppositation leader office) લઈને પોતાનો દાવો કરે તો ચિઠ્ઠી ઉછાળીને નેતા વિપક્ષના પદ પર નિમણૂક થતી હોય છે. તે મુજબની વ્યવસ્થા જૂનાગઢ મનપાના જનરલ બોર્ડમાં થવાની શક્યતાઓ પ્રબળ બની રહી છે. સત્તાધારી પક્ષના પદાધિકારીઓને નિમણૂક આપવાની સ્થિતિમાં જો કોઈ પણ પદાધિકારીઓની નિમણૂકમાં ટાઈ પડે તો મેયર પોતાનો મત આપીને બન્નેમાંથી કોઇ એક પદાધિકારીને જીતાડી શકે છે. પરંતુ આ વ્યવસ્થા સત્તાધારી પક્ષ પૂરતી મર્યાદિત છે. નેતા વિપક્ષના નિમણૂકને લઈને મેયર પોતાનો મત આપી શકતા નથી.

આ પણ વાંચોઃ જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 8 ની એક બેઠક માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહ્યું છે મતદાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.