ETV Bharat / city

લોકો કદાચ ભૂલે પણ હજારો પોપટ નથી ભૂલતાં આ પરિવારનું ઘર, દર ચોમાસામાં બને છે મહેમાન

author img

By

Published : Jul 21, 2022, 3:08 PM IST

સામાન્ય રીતે પોપટ હવે માત્ર પ્રાણી સંગ્રહાલયમાં જ જોવા મળે છે. ત્યારે જૂનાગઢમાં ડોબરિયા પરિવારના ઘરે એક સાથે હજારોની સંખ્યામાં (Thousands of parrots are guests of Keshod) પોપટ જોવા મળે છે. તેનું કારણ છે તેમનો પોપટ પ્રત્યેનો પ્રેમ (Parrot love of Dobria family). ત્યારે આવો જાણીએ શા માટે એકસાથે આટલી મોટી સંખ્યામાં પોપટ તેમના મહેમાન બને છે.

લોકો કદાચ ભૂલે પણ હજારો પોપટ નથી ભૂલતાં આ પરિવારનું ઘર, દર ચોમાસામાં બને છે મહેમાન
લોકો કદાચ ભૂલે પણ હજારો પોપટ નથી ભૂલતાં આ પરિવારનું ઘર, દર ચોમાસામાં બને છે મહેમાન

જૂનાગઢઃ પશુ-પક્ષીઓ સાથે તો અનેક લોકો ફોટો પડાવતા હોય છે, પરંતુ તેમની સેવાની વાત આવે ત્યારે બધા નથી કરી શકતાં. તેવામાં પણ જંગલી પશુ-પક્ષીની સેવાની વાત આવે ત્યારે લોકો ડરતાં હોય છે. ત્યારે જૂનાગઢના કેશોદમાં રહેતા (Thousands of parrots are guests of Keshod) પક્ષીપ્રેમી હરસુખભાઈ ડોબરિયા (Bird loving Dobria family of Junagadh) વર્ષ 1998થી ચોમાસા દરમિયાન ભારતીય પોપટની અનોખી સેવા કરી રહ્યા છે. આજે તેમની ત્રીજી પેઢી પણ આ સેવા કાર્યમાં જોડાઈ છે.

પેઢી દર પેઢી સેવાયજ્ઞ - ચોમાસા દરમિયાન પોપટને ખોરાક મળી રહે તે પ્રકારની પક્ષીસેવા ડોબરિયા પરિવાર પેઢી દર પેઢી નિભાવશે તેવો ભરોસો પણ તેમણે વ્યક્ત કર્યો હતો. પોપટને ખોરાક આપવાની પક્ષી સેવામાં અત્યારે ત્રીજી પેઢી પણ જોડાય ચૂકી છે અને ચોમાસાના 4 મહિના દરમિયાન પોપટને ખોરાકની અછત ન પડે તે માટે અનોખી રીતે પક્ષીનો સેવાયજ્ઞ ધમધમાવી રહ્યા છે. બીજી તરફ નવાઈની વાત એ છે કે, આ પાલતું પોપટ નહીં, પરંતુ જંગલી પોપટ છે. એટલે હરસુખભાઈ કે તેમના પરિવારના કોઈ પણ વ્યક્તિનો એક પણ ફોટો આ પોપટ સાથે નથી. કારણ કે, જ્યારે પણ કોઈ વ્યક્તિ પોપટની નજીક જાય ને ફોટો-વીડિયો લેવાનો પ્રયાસ કરે તે પહેલાં જ પોપટ ઊડી જાય છે.

લોકો કદાચ ભૂલે પણ હજારો પોપટ નથી ભૂલતાં આ પરિવારનું ઘર, દર ચોમાસામાં બને છે મહેમાન

વર્ષ 1998થી શરૂ થયો સેવાયજ્ઞ - ભારતીય પોપટ કલર અને દેખાવે એકદમ રૂપકડું પક્ષી છે અને સમગ્ર ભારતમાં આ પક્ષી મુક્તપણે જોવા મળે છે. ત્યારે વર્ષ 1998થી હરસુખભાઈ ડોબરિયા ચોમાસાના 4 મહિના દરમિયાન પોપટને ખોરાક પૂરો પાડીને અનોખી રીતે પોતાનો પક્ષીપ્રેમ (Parrot love of Dobria family) દર્શાવી રહ્યો છે. તેમની પાછળ આજે આ સેવામાં તેમની ત્રીજી પેઢી પણ જોડાઈ ગઈ છે. ત્યારે ચોમાસા દરમિયાન નિત્યક્રમે વહેલી સવારે 3 વાગ્યાથી આ સેવાયજ્ઞ શરૂ થાય છે, જે સવારે 8 વાગ્યાની આસપાસ પોપટ ખોરાક ગ્રહણ કરે ત્યાં સુધી ચાલે છે અને આ પરંપરા છેલ્લા કેટલાય વર્ષોથી સતત અને અવિરત જોવા મળે છે. આના કારણે હરસુખભાઈ ડોબરિયા પોપટ પ્રેમી (Bird loving Dobria family of Junagadh) તરીકે પણ સમગ્ર પંથકમાં ખ્યાતિ પ્રાપ્ત કરી રહ્યા છે.

ખોરાક ગ્રહણ કરવા હજારોની સંખ્યામાં આવે છે પોપટ - ચોમાસાના આ 4 મહિનામાં પક્ષીઓ માટે ખોરાક શોધવો અને ગ્રહણ કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે. ત્યારે ચોમાસામાં નવા કૃષિ પાકોનું વાવેતર થયું હોય છે. આના કારણે પણ ધાન્ય અને અન્ય ખોરાકની ખૂબ અછત જોવા મળે છે. એટલે પક્ષીઓને ખૂબ મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થવું પડે છે. આ તમામ મુશ્કેલીને જોતા ડોબરિયા પરિવારે વર્ષ 1998માં આ સેવાયજ્ઞ શરૂ કર્યો હતો. તે સમયે તેમણે માત્ર 2 જ પોપટને ખોરાક તરીકે બાજરી આપવાની શરૂઆત કરી હતી. ત્યારે આજે 25 વર્ષના સમયમાં જોતજોતામાં હજારોની સંખ્યામાં અહીં પોપટ ખોરાક માટે તેમના મહેમાન બને છે.

ચોમાસામાં પોપટ બને છે મહેમાન - દર ચોમાસાની સિઝનમાં વહેલી સવારે પોપટ ડોબરિયા પરિવારના મહેમાન (Thousands of parrots are guests of Keshod) બને છે. સાથે જ પોપટ સવારનું ભોજન આ પરિવાર સાથે કરીને દિવસની શરૂઆત કરે છે. આ પ્રકારની નિત્ય સેવા અને ભોજન ગ્રહણ કરવાનો ક્રમ 4 મહિના સુધી દર વર્ષે જોવા મળે છે. જ્યારે ચોમાસુ પૂર્ણ થાય ત્યારે આ પોપટ પણ હરસુખભાઈને ત્યાં આવવાનું ધીમે ધીમે બંધ કરી દે છે અને ફરી પાછા નવા વર્ષે ચોમાસુ શરૂ થાય. ત્યારે તેના નિત્યક્રમે વહેલી સવારે 5થી 6 વાગ્યાના અરસામાં તેમના ઘરે દસ્તક આપે છે અને ખૂબ જ શાંતિથી ખોરાક ગ્રહણ કરે છે.

10 વિઘાં ખેતીની જમીનની આવક પોપટની સેવા માટે - જન્મજાત ખેડૂતપૂત્ર હરસુખ ડોબરિયા 10 વિઘાં ખેતીની જમીન ધરાવે છે. સમગ્ર વર્ષ દરમિયાન કૃષિપેદાશો થકી થયેલી આવક તે એકમાત્ર પોપટના ખોરાક માટે અનામત રાખે છે. આ પ્રકારે પોપટ અને હરસુખભાઈ પ્રત્યેનો આત્મિતાભર્યો સંબંધ પાછલા 25 વર્ષથી સતત જોવા મળે છે. તો હવે આ વર્ષે ત્રીજી પેઢીનો પણ ઉંમેરો થયો છે અને આ પ્રકારની પક્ષીની સેવા અને ખાસ કરીને તેમના ઘરે ચોમાસા દરમિયાન મહેમાન (Thousands of parrots are guests of Keshod) બનીને આવતા પોપટ અને મેનાને ખોરાક પૂરો પાડવાની વ્યવસ્થા ઘરના તમામ સભ્યો વહેલી સવારથી શરૂ કરે છે.

ઘરના વડીલે શરૂ કર્યો સેવાયજ્ઞ - ઘરના વડીલે શરૂ કરેલો આ પક્ષીનો સેવાયજ્ઞ ઘરના તમામ સભ્ય ખૂબ જ હોંશભેર આવકારી રહ્યા છે. તેમ જ આવનારી તમામ પેઢીઓ આ પ્રકારની પક્ષી પ્રેમની (Parrot love of Dobria family) જે પરંપરા જે હરસુખભાઈ ડોબરિયાએ આજથી 25 વર્ષ પૂર્વે શરૂ કરી હતી. તે આદિઅનાદિકાળ સુધી ચાલતી રહે તેવી પરિવારના સભ્યો પણ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

સમગ્ર પંથકમાં પોપટપ્રેમી તરીકે જાણીતા છે હરસુખભાઈ - એક સાથે 10,000 કરતાં વધુ ભારતીય પોપટ અને મેનાની જોડી વહેલી સવારે હરસુખભાઈને ત્યાં નાસ્તો કરવા માટે પહોંચી જાય છે. આથી હરસુખભાઈ સમગ્ર પંથકમાં પોપટપ્રેમી (Bird loving Dobria family of Junagadh) તરીકે પણ ઓળખાઈ રહ્યા છે. વહેલી સવારે હરસુખભાઈને ત્યાં પોપટને નાસ્તો કરતા જોવા માટે લોકો પણ આવી રહ્યા છે.

પોપટ-મેનાની જોડી જોવા લોકોની જામે છે ભીડ - પ્રકૃતિપ્રેમી (Bird loving Dobria family of Junagadh) ભરત પટેલે જણાવ્યું હતું કે, હરસુખભાઈનો આવો પક્ષીપ્રેમ (Parrot love of Dobria family) અને ખાસ કરીને ભારતીય પોપટ અને મેનાની જોડીને ખોરાક પૂરો પાડવો મનને શાંતિ આપનારો પ્રયાસ છે. આ પ્રકારની પક્ષીસેવા કરવી આજના સમયમાં ખૂબ મુશ્કેલ છે.

પક્ષીપ્રેમીઓએ સેવાને બિરદાવી - પક્ષીપ્રેમી (Bird loving Dobria family of Junagadh) વજુભાઈ દેત્રોજા પણ હરસુખભાઈની આ પક્ષી સેવાને બિરદાવી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે, એકસાથે 10,000 કરતાં વધુ પોપટ અને મેનાની જોડીને જોવી ખરેખર આહલાદક અનુભવ છે. આ પ્રકારે એક સાથે ખૂબ મોટી સંખ્યામાં પક્ષીઓ જોવા મળવા પણ આજના સમયમાં અશક્ય છે. તેવા વાતાવરણની વચ્ચે હરસુખભાઈના ઘરે 10,000 કરતાં વધુ પોપટ અને મેના મહેમાનગતિ (Thousands of parrots are guests of Keshod) માણે છે અને તેને જોવાનો આનંદ ખૂબ જ આહલાદક છે.

આ પણ વાંચો- અબોલ પ્રેમ : પ્રાણીઓના પ્રેમ ખાતર લગ્રનની આપી રહી છે કુરબાની, જાણો કોણ છે આ યુવતી...

એક અકસ્માત પછી પોપટની સેવા કરવાનું શરૂ કર્યું - વર્ષ 1998માં હરસુખભાઈનો અકસ્માત થયો હતો. ત્યારે તેમના મિત્રએ તેમને બાજરીના કેટલાક ડુંડાઓ આપ્યા હતા. ત્યારે અકસ્માત સંબંધ ઘરે રહેલા હરસુખભાઈને બાજરીના ડુંડા તેની ગેલેરીમાં દોરી વડે બાંધીને રાખી મૂક્યા હતા. તેમાં પ્રથમ દિવસે એક પોપટ ખોરાક મેળવવાની ઈચ્છાએ આવ્યો અને આ પરંપરા વર્ષ 1998થી એક પોપટથી શરૂ થઈ હતી, જે આજે 10,000 કરતાં વધુ પોપટ સુધી વિસ્તરી ચૂકી છે. અશોકભાઈ પ્રતિદિન 10 કિલો જેટલા બાજરીના ડુંડા અને મગફળીના દાણા પોપટને ખોરાક તરીકે આપી રહ્યા છે, જે તેમની આખા વર્ષને 10 વિઘાં ખેતીની આવક બરોબર માનવામાં આવે છે.

કોરોનામાં ઘરમાં બંધ રહેલા લોકો પક્ષીને કરે આઝાદ - કોરોના જેવા વિપરિત સમયમાં ઘરમાં બંધ લોકોએ બંધનનું જીવન કેવું છે તેનો જાત અનુભવ કર્યો છે. ત્યારે હવે હરસુખભાઈ ઘરના પાંજરામાં પક્ષીઓને કેદ રાખીને જીવતા પ્રત્યેક લોકોને સંદેશો આપી રહ્યા છે કે, કોરોના જેવા કપરાકાળમાં પ્રત્યેક માનવજીવ બંધન અને આઝાદીના જીવન વિશે સ્પષ્ટ થયો હશે. ત્યારે તેઓ દરેક લોકોને સંદેશો આપી રહ્યા છે કે, ઘરમાં રાખવામાં આવેલા પાંજરાના પ્રત્યેક પક્ષીને આઝાદ કરે. તેના માટે તેઓ પહેલ કરવા પણ તૈયાર છે.

આ પણ વાંચો- World Environment Day 2022 : એ કોણ છે જેણે 20,000 વૃક્ષો, 300 પ્રકારના છોડો, ઔષધીય વનસ્પતિઓ અને વેલનું જતન કર્યું છે!

પાંજરામાં કેદ પક્ષીઓને મુક્ત કરાયા - અત્યાર સુધીમાં 27 જેટલા વ્યક્તિઓએ પોતાના ઘરમાં પાંજરામાં કેદ પક્ષીઓને હરસુખભાઈને ત્યાં આવીને મુક્ત પણ કર્યા છે, જેનો આનંદ હરસુખભાઈ આજે લઈ રહ્યા છે અને વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે, આગામી દિવસોમાં હજી પણ અનેક લોકો પોતાના ઘરમાં રાખવામાં આવેલા પાંજરામાં કેદ કરેલા પક્ષીઓને મુક્ત ગગનમાં આઝાદ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.