ETV Bharat / city

Human Library in Junagadh : આ જગ્યા હવે જૂનાગઢના સિનિયર સિટીઝનો માટે બનશે ખાસમખાસ

author img

By

Published : Aug 3, 2022, 5:56 PM IST

Human Library in Junagadh : આ જગ્યા હવે જૂનાગઢના સિનિયર સિટીઝનો માટે બનશે ખાસમખાસ
Human Library in Junagadh : આ જગ્યા હવે જૂનાગઢના સિનિયર સિટીઝનો માટે બનશે ખાસમખાસ

માનવને માનવનો સધિયારો હોય છે. એમાંય વૃદ્ધોને વાત કહેવાનું ઠેકાણું હોય ત્યારે તેમનો તણાવ ઘણો ઘટી જતો હોય છે. જૂનાગઢની હ્યુમન લાયબ્રેરી (Human Library in Junagadh) આ વાત સારી રીતે સમજી છે. એટલે હવે વરિષ્ઠ નાગરિકોને પણ અહીં પ્રવેશ (Facility for Senior Citizens of Junagadh) આપવામાં આવી રહ્યો છે.

જૂનાગઢ- જૂનાગઢમાં શરૂ થયેલી ભારતની પ્રથમ માનવ લાઇબ્રેરીમાં (Human Library in Junagadh)હવે સિનિયર સિટીઝનો (Facility for Senior Citizens of Junagadh) પણ આવી શકશે. આ પ્રકારની વ્યવસ્થા જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર (Junagadh Collector Office )દ્વારા કરવામાં આવી છે. 1લી જુલાઈથી આ વ્યવસ્થા સિનિયર સિટીઝનો માટે શરૂ કરાઈ છે. ત્યારે પ્રથમ આવેલા સિનિયર સિટીઝનોએ માનવ લાઇબ્રેરીને ખૂબ જ આવકાર આપ્યો અને સાથે સાથે આ પ્રકારની વ્યવસ્થા સમગ્ર દેશમાં સાર્વત્રિક ધોરણે ઊભી થાય તેવી તેવો પોતાનો પ્રતિભાવ (Facility for Senior Citizens of Junagadh is welcomed) આપ્યો હતો.

પ્રથમ આવેલા સિનિયર સિટીઝનોએ માનવ લાઇબ્રેરીને ખૂબ જ આવકાર આપ્યો

દેશની પ્રથમ માનવ લાઇબ્રેરીને સિનિયર સિટીઝનોએ આવકારી -જૂનાગઢ કલેક્ટર કચેરીમાં (Junagadh Collector Office ) શરૂ થયેલી ભારતની પ્રથમ માનવ લાઇબ્રેરીને (Human Library in Junagadh)સિનિયર સિટીઝનોએ પણ આવકારી છે. ગત 19 મી મેના દિવસે જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીમાં કલેકટર દ્વારા માનવ લાઇબ્રેરી સરકારી કર્મચારીઓ માટે ખુલ્લી મુકવામાં આવી હતી. માનવ લાઇબ્રેરી બનાવવા પાછળનો હેતુ સરકારી કર્મચારી સતત માનસિકતાની વચ્ચે પોતાને તંદુરસ્ત રાખી શકે તે છે. અહીં તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ સહિત મોબાઈલ પ્રતિબંધિત છે. આ લાઇબ્રેરીમાં કોઈ પણ વ્યક્તિ આવીને નિરાંતની પળોમાં બેસીને પોતાના સુખદુઃખની વાત તેમના મિત્રો સહકર્મચારીઓ અને પરિવારના સભ્યો સાથે કરીને માનસિક તાણમાં ઘટાડો કરી શકે છે. જે હવે જૂનાગઢના સિનિયર સિટીઝનો માટે (Facility for Senior Citizens of Junagadh) પણ ખુલ્લી મુકવામાં આવી છે.

આ પણ વાંચોઃ જાણો કઇ રીતે આ માનવ લાયબ્રેરીમાં મન અને મગજ બંને થાય છે હળવાંફૂલ?

વિસ્તૃતિકરણની ઈચ્છા - કલેકટર કચેરીમાં (Junagadh Collector Office )શરૂ થયેલ માનવ લાયબ્રેરીમાં (Human Library in Junagadh)બપોરના એક થી ત્રણ વાગ્યા દરમિયાન સિનિયર સિટીઝન (Facility for Senior Citizens of Junagadh) પણ આવી શકે છે. ત્યારે પ્રથમ વખત માનવ લાયબ્રેરીમાં આવેલા સિનિયર સિટીઝનોએ આ કન્સેપ્ટને ખૂબ જ આવકારદાયક અને પ્રભાવી (Facility for Senior Citizens of Junagadh is welcomed) માન્યો છે. તેઓ માની રહ્યા છે કે આ પ્રકારની વ્યવસ્થા તમામ વય જૂથના વ્યક્તિઓને માનસિક તાણમાંથી દૂર કરવા અથવા તો કોઈ પણ વ્યક્તિ માનસિક તાણમાં ન ડૂબી જાય તે માટેનું આ સબળ અને મજબૂત માધ્યમ છે. લોકો માનસિક તાણમાં ચોક્કસ પણે ઘટાડો કરી શકે તે માટે આ માનવ લાઇબ્રેરી ખૂબ જ મહત્વની છે. આજના દોડભાગભર્યા જીવનમાં તમામ વય જૂથની વ્યક્તિ કોઈ પણ પ્રકારે માનસિક તાણમાં જોવા મળતા હોય છે જે અનેક બીમારીમાં પરિવર્તિત થાય છે. ત્યારે માનવ લાઇબ્રેરી માનસિક તાણને દૂર કરવા અને માનસિક તાણ કોઈપણ વ્યક્તિને પરેશાન ન કરે તે માટે ખૂબ જ લાભપ્રદ બની રહેશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારતની પ્રથમ હ્યુમન લાઈબ્રેરી, કઈ રીતે સુખ દુઃખની વાત શેર કરાશે, જૂઓ

હ્યુમન લાઇબ્રેરી સમગ્ર દેશમાં થવી જોઈએ શરૂ- પ્રથમ વખત માનવ લાઇબ્રેરીની (Human Library in Junagadh)મુલાકાતે આવેલા સિનિયર સિટીઝને જિલ્લા વહીવટી તંત્રનો (Junagadh Collector Office ) આ પ્રયાસ (Facility for Senior Citizens of Junagadh) આવકારતાં જણાવ્યું હતું કે અન્ય તાલુકા રાજ્ય (Gujarat Human library) અને દેશના મોટા ભાગના જિલ્લાઓમાં માનવ લાઇબ્રેરી જેવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. આ વ્યવસ્થાથી કોઈ બે વ્યક્તિ પોતાના સુખદુઃખની વાતો કરીને હળવા થઈ શકે છે. સમગ્ર દેશમાં (India first human library) આ વિચારને સાર્વત્રિક બનાવવાની લાગણી પણ સિનિયર સિટીઝનોએ (Facility for Senior Citizens of Junagadh is welcomed) વ્યક્ત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.