ETV Bharat / city

હાર્દિક પટેલે પોતાની રાજકીય કારકિર્દીની બાળ મરણ કર્યું : રેશ્મા પટેલ

author img

By

Published : May 18, 2022, 5:03 PM IST

હાર્દિક પટેલે પોતાની રાજકીય કારકિર્દીની બાળ મરણ કર્યું : રેશ્મા પટેલ
હાર્દિક પટેલે પોતાની રાજકીય કારકિર્દીની બાળ મરણ કર્યું : રેશ્મા પટેલ

કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલના રાજકીય ક્ષેત્રે ખળભળાટ(Hardik Patel Resign ) થઇ ગયો છે. રાજકીય નેતાઓ આ બાબતે પોતાના નિવેદન(Political statements) દઈને હાર્દિક પટેલના આ એકશનને દુઃખદ ગણાવી રહ્યા છે.

જૂનાગઢ: કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલના રાજીનામા બાદ રાજકીય નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. પ્રદેશ NCP(Nationalist Mahila Congress Gujarat Pradesh) મહિલા મોરચાના પ્રમુખ રેશ્મા પટેલે હાર્દિક પટેલના રાજીનામા બાદ નિવેદન આપતા જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ કોંગ્રેસની સન્માન જાળવવામાં નિષ્ફળ રહ્યો છે. રેશ્મા પટેલે હાર્દિક પટેલની વિદાયને દુઃખદ ગણાવીને તેના પર તીર ફેંક્યા હતા.

હાર્દિક પટેલના રાજીનામાં બાદ રેશ્મા પટેલનું નિવેદન

આ પણ વાંચો: હાર્દિકનું 'નારાજીનામું' : કહ્યું - "દિલ્હીના નેતાઓને ચિકન સેન્ડવીચની પડી હોય છે"

પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે આજે(બુધવારે) પક્ષના કાર્યકર અને તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. જેને લઇને હવે રાજકીય નિવેદનો(Political statements ) સામે આવી રહ્યા છે. એક સમયના પાટીદાર અનામત આંદોલન સમિતિના(Patidar Reserve Movement Committee) હાર્દિક પટેલના સાથી અને વર્તમાન સમમાં પ્રદેશ NCP મહિલા મોરચાના પ્રમુખ રેશ્મા પટેલે પણ હાર્દિક પટેલના રાજીનામા બાદ નિવેદન આપ્યું છે. આ નિવેદનમાં રેશમા પટેલ જણાવ્યું છે કે, કોંગ્રેસે આપેલા રાજકીય માન સન્માનનુ વહન કરવામાં હાર્દિક પટેલ ઘણો ઉણો ઉતર્યો છે હાર્દિકના રાજીનામાને લઈને રેશમા પટેલે દુઃખદ ગણાવ્યું હતું.

હાર્દિક પટેલના રાજીનામાંથી કોંગ્રેસને કોઈ અસર થશે નહી - હાર્દિક પટેલના રાજીનામાને આશ્ચર્યજનક નહીં પરંતુ દુઃખ ગણાવીને રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલે પોતાના હાથે તેના રાજકીય જીવનનું બાળમરણ કરાવ્યું છે. જે પ્રકારે પાછલા ઘણા સમયથી હાર્દિક પટેલ સતત પક્ષ વિરુદ્ધ નિવેદનો(Statements against the party) આપી રહ્યા હતા. આ પક્ષમાં રહીને પ્રદેશ કક્ષાના નેતાનું(Region level leader) આવું વલણ ક્યારેય સ્વીકાર્ય ન હોઈ શકે. હાર્દિક પટેલને આપવા માટે કોંગ્રેસે કશું બાકી રાખ્યું નથી. તેમ છતાં બહુ મોટી રાજકીય મહત્વકાંક્ષાઓને લઈને હાર્દિક પટેલે આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.

આ પણ વાંચો: શું હાર્દિક પટેલે ખોટું બોલ્યું ?

ભાજપમાં નહીં જોડાવાની હાર્દિક પટેલને સલાહ - આગામી દિવસોમાં હાર્દિક પટેલ ભાજપ સિવાય અન્ય રાજકીય પક્ષોમાં જોડાય તેવી આશા રેશમા પટેલ રાખી રહ્યા છે. ભાજપ યુવાન અને ખાસ કરીને રાજકારણમાં સફળ થવા માંગતા નેતાઓને રાજકીય રીતે આત્મહત્યા કે બાળમરણ કરવા સુધી પ્રેરતી હોય છે. જેનો ભોગ હાર્દિક પટેલ બન્યો છે. ભૂતકાળમાં આ પ્રકારની પરિસ્થિતિમાંથી રેશમા પટેલ સહિત પાટીદાર અનામત આંદોલનના નેતાઓ પણ ભાજપમાં જોડાઈને પસાર થઈ ચુક્યા છે. હાર્દિક પટેલના રાજીનામાનો(Hardik Patel Resign) નિર્ણય રેશ્મા પટેલે બાળ મરણ સમાન ગણાવીને ભાજપમાં નહીં જોડાવાની સલાહ(Advice Not to join BJP) હાર્દિક પટેલને આપી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.