ETV Bharat / city

હાર્દિકનું 'નારાજીનામું' : કહ્યું - "દિલ્હીના નેતાઓને ચિકન સેન્ડવીચની પડી હોય છે"

author img

By

Published : May 18, 2022, 10:43 AM IST

Updated : May 18, 2022, 5:03 PM IST

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે આખરે કૉંગ્રેસમાંથી રાજીનામું (Hardik patel resigns from Congress) આપી દીધું છે. તેમણે આ અંગે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી.

હાર્દિકનું 'નારાજીનામું' : કહ્યું - "દિલ્હીના નેતાઓને ચિકન સેન્ડવીચની પડી હોય છે"
હાર્દિકનું 'નારાજીનામું' : કહ્યું - "દિલ્હીના નેતાઓને ચિકન સેન્ડવીચની પડી હોય છે"

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના (Gujarat Congress) નેતા હાર્દિક પટેલે આખરે કૉંગ્રેસમાંથી રાજીનામું (Hardik patel resigns from Congress) આપી દીધું છે. જોકે, છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલ કૉંગ્રેસથી નારાજ હતા. તે વાત અવારનવાર સામે આવી હતી. ત્યારે આખરે હાર્દિક પટેલે હવે ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલાં જ અધવચ્ચે કૉંગ્રેસનો હાથ છોડી દીધો છે. આ અંગે હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે આખરે રાજીનામું આપી (Hardik patel resigns from Congress) નારાજગી વ્યક્ત કરી છે.

જાણો કોણે શું કહ્યું:

બીજા પાટીદારો હોય, બીજા કરણીસેનાના રાજપૂતો સામેના કેસ થયા, કર્મચારી સામેના કેસ, ખેડૂતો સામેના કેસ હોય આ કેસ પાછા નહીં ખેંચવાના માત્ર હાર્દિકના કેસ પાછા ખેંચવાના. આ પરંપરાથી એક વાત સ્ષષ્ટ થતી હતી કે, કોઈ ડીલ ભાજપ સાથે થઈ ચૂકી છે. ભાજપ જે મોંધવારી, બેરજોગારી અને ગુજરાતીઓની આક્રોશથી ગભરાઈ ગઈ છે. આ ચૂંટણીમાં નહીં જીતાય તો શું કરવાનું? એટલે કોંગ્રેસના નેતાઓને તોડવાનું શરૂ કર્યું. કોંગ્રેસે જેને ખૂબી તક આપી એવા હાર્દિક પટેલને રાજીનામું આપવા માટે પ્રેરિત કર્યા છે.:શક્તિસિંહ ગોહિલ (કોંગ્રેસ નેતા)

શક્તિસિંહ ગોહિલનું નિવેદન

હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. આ મામલે હું એટલું જ કહેવા માગું છું કે હાર્દિક પટેલ અને કોંગ્રેસ પક્ષ બન્ને તરફથી સંવાદ અને સંકલનમાં ખામીઓ રહી છે. જેના કારણે આ પરિણામ સામે આવ્યું છે. હાર્દિક પટેલ જણાવી શકે છે કે તેઓ કયા પક્ષમાં જોડાશે. તેઓ રાજીનામું આપશે તે બાબતે કોઈ ચર્ચા થઈ નહોતી પક્ષ સાથે નારાજગી છે.: અલ્પેશ કથીરિયા (પાસ નેતા, સુરત)

અલ્પેશ કથિયીરાનું નિવેદન

હાર્દિક પટેલે કોંગ્રેસના દરેક પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. એ સાંભળતા આશ્ચર્ય નથી થતું પણ દુ:ખ થાય છે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ કોંગ્રેસના વિરોધમાં બોલી રહ્યા હતા. આવું પરિણામ આવશે એવી અમને આશંકા તો હતી જ. પણ દુ:ખ એ વાતનું છે કે, તે કાર્યકારી અધ્યક્ષ તરીકેનું પદ ધરાવતા હતા કોંગ્રેસમાં, માન સન્માન અને જવાબદારી આપી હતી. મને લાગે છે કે, એમનો નિર્ણય ઊતાવળીયો છે. એની રાજકીય કારર્કિદીનું બાળમરણ કર્યું હોય એવો નિર્ણય લીધો છે. એવું મને મારી દ્રષ્ટિએ લાગી રહ્યું છે. આશા રાખું કે, ભાજપના દરવાજા બંધ રાખીને બીજા યોગ્ય નિર્ણય લે.: રેશમા પટેલ. (એનસીપી નેતા)

ncp નેતા રેશમા પટેલે આપ્યું નિવેદન

કોંગ્રેસે હાર્દિકને નાની ઉંમરે ઘણું બધુ આપ્યું, આવડો હોદ્દે એ કોઈ નાનો સુનો હોદ્દો ન કહેવાય. છેલ્લા ઘણા દિવસથી તે કોંગ્રેસ હાઈકમાન્ડની વિરોધમાં બોલતો હતો, કોંગ્રેસે એને ઘણા સુધારવાના પ્રયત્નો કર્યા. હાઈકમાન્ડ સાથે વાત કરી, પણ મીડિયામાં સીધી વાત કરવાની જરૂર ન હતી. આ જે આ મુદ્દે છેડો ફાટી ગયો. કોંગ્રેસે હાર્દિકને સ્ટાર પ્રચારક બનાવ્યો, એ નાની વાત ન હતી. મારી દ્રષ્ટિએ આ એક મોટી ભૂલ એને કરી નાંખી છે. નફા નુકસાનની વાત પછી આવે. હાર્દિકને હવે શું ફાયદો થશે એ ભવિષ્ય કહેશે. ભીખાભાઈ જોશી (કોંગ્રેસ નેતા)

ભીખાભાઈ જોશીનું નિવેદન

હાર્દિક પટેલ અત્યાર ચંદીગઢમાં છે- સૂત્રોના જણાવ્યા મુજબ, કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના 2 દિવસીય પ્રવાસ દરમિયાન પણ હાર્દિક પટેલે તેમની સાથે (Amit Shah Hardik Patel Meeting) બેઠક કરી હતી. ત્યારે હવે હાર્દિક પટેલ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે તેવું લાગી રહ્યું છે. જોકે, અત્યારે હાર્દિક પટેલ ચંદીગઢમાં (Hardik Patel in Chandigarh) છે.

આ પણ વાંચો- રાહુલ ગાંધીએ હાર્દિક પટેલને પત્ર લખીને કહી મહત્વની વાત

હાર્દિકે સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં શું કહ્યું - હાર્દિક પટેલે ટ્વિટર પર શેર કરેલી પોસ્ટમાં (Hardik Patel Twitter Post) જણાવ્યું હતું કે, "આજે હું હિંમત કરીને ગુજરાત કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ પદ અને કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું (Hardik patel resigns from Congress) આપી રહ્યો છું. મને વિશ્વાસ છે કે. મારા તમામ સાથીદારો અને લોકો મારા આ નિર્ણયને આવકારશે. મને વિશ્વાસ છે કે, આ પગલા પછી હું ભવિષ્યમાં ગુજરાત માટે સાચા અર્થમાં કામ કરી શકીશ.

  • आज मैं हिम्मत करके कांग्रेस पार्टी के पद और पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा देता हूँ। मुझे विश्वास है कि मेरे इस निर्णय का स्वागत मेरा हर साथी और गुजरात की जनता करेगी। मैं मानता हूं कि मेरे इस कदम के बाद मैं भविष्य में गुजरात के लिए सच में सकारात्मक रूप से कार्य कर पाऊँगा। pic.twitter.com/MG32gjrMiY

    — Hardik Patel (@HardikPatel_) May 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાહુલ ગાંધીએ પણ કર્યો હતો હાર્દિક પટેલનો સંપર્ક- સૂત્રોના મતે, અગાઉ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાજ્યની વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટી યુનિટમાં મતભેદો ઉકેલવા માટે અસંતુષ્ટ હાર્દિક પટેલનો સંપર્ક કર્યો હતો. હાર્દિક પટેલ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનવા માગતા હતા, પરંતુ તેમને માત્ર કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તેમ હોવા છતાં રાજ્ય નેતૃત્વ દ્વારા મોટા નિર્ણયો પર તેમનો અભિપ્રાય લેવામાં આવતો નથી.

ભાજપ સરકારના વખાણ કરતા નજરે પડ્યા હતા હાર્દિક પટેલ - પાર્ટીના સૂત્રોએ દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધીએ પોતે હાર્દિક પટેલને સંદેશો મોકલીને પાર્ટીમાં રહેવા કહ્યું હતું. સાથે જ તેમણે પક્ષના પ્રભારી અને અન્ય નેતાઓને મતભેદોને ઉકેલવા પટેલ સુધી પહોંચવા પણ કહ્યું હતું. જોકે, આ પહેલા આર્ટિકલ 370ને રદ કરવા અને રામ મંદિરના નિર્માણ માટે હાર્દિક પટેલ ભાજપ સરકારની પ્રશંસા કરી ચૂક્યા છે. ત્યારથી જ તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ હતી.

રાજ્યના નેતૃત્વથી નારાજ હતા હાર્દિક પટેલ - જોકે, અગાઉ હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ પાર્ટીના નેતાઓ રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધીથી નારાજ નથી પણ તેઓ રાજ્યના નેતૃત્વથી નારાજ છે. અહેવાલો અનુસાર, જુલાઈ 2015માં પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ કરીને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરનાર પટેલ છેલ્લા ઘણા સમયથી પાર્ટીના નેતૃત્વથી નારાજ છે.

કૉંગ્રેસનું 27 વર્ષે સરકાર બનાવવાનું સપનું અધૂરું જ રહેશે કે શું - એક તો પહેલાંથી ગુજરાતમાં કૉંગ્રેસ છેલ્લા 27 વર્ષથી સરકાર બનાવવા માટે વલખાં મારી રહી છે. તેવામાં કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલના રાજીનામાથી કૉંગ્રેસમાં ફરી એક વાર ભૂકંપ આવ્યો છે. જોકે, આ પહેલા પણ હાર્દિક પટેલે કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને પાર્ટીમાં રહેવા માટે જ કહ્યું હતું. સાથે જ નારાજગી દર્શાવી હતી. અગાઉ આમ આદમી પાર્ટી હાર્દિક પટેલને પોતાની સાથે જોડવાના ભરપૂર પ્રયાસ કરતી જોવા મળી હતી.

આ પણ વાંચો- Patidar Andolan Case Hearing: હાર્દિક પટેલને કોર્ટે આપી રાહત, જાણો શું હતો સમગ્ર મામલો

થોડા દિવસ અગાઉ હાર્દિક પટેલ ભાજપના નેતાઓ સાથે દેખાયા હતા - જોકે, થોડા દિવસ પહેલા હાર્દિક પટેલ ભાજપના નેતાઓ (Hardik Patel with BJP Leaders) સાથે એક જ સ્ટેજમાં જોવા મળ્યા હતા. આ સાથે જ તેઓ ભાજપમાં જોડાય તેવી અટકળો શરૂ થઈ હતી, પરંતુ હાર્દિક પટેલે આ વાતને રદિયો આપ્યો હતો. તો આ પહેલા હાર્દિક પટેલે પોતાના વોટ્સએપ ડીપીમાં કેસરિયો ખેસ પહેરેલો ફોટો મૂક્યો હતો. તેના કારણે પણ તેઓ ભાજપમાં જોડાય તેવી વાતો ફેલાઈ હતી. આ સિવાય તેઓ અગાઉ ભાજપના વખાણ (Hardik Patel on BJP) કરતા જોવા મળ્યા હતા. આ તમામ બાબતોને જોતા એવી અટકળો ફેલાઈ હતી કે, હાર્દિક પટેલ ટૂંક જ સમયમાં ભાજપમાં જોડાશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, હાર્દિક પટેલ હવે આગળ કઈ રાજકીય પાર્ટીમાં પ્રવેશ કરશે.

ગુજરાત કૉંગ્રેસ આઘાતમાં - ગુજરાત કૉંગ્રેસ ચૂંટણીની તૈયારી કરી રહી છે. તેવામાં હાર્દિક પટેલનું રાજીનામું આપવું એ કૉંગ્રેસને આઘાતમાં નાખી શકે છે. હાર્દિક પટેલ પણ ગુજરાતમાં કૉંગ્રેસને આ વખતે જીતાડવાના સંકલ્પ સાથે નીકળ્યા હતા, પરંતુ હવે તેમણે મધદરિયે જ કૉંગ્રેસનો હાથ છોડી દીધો છે. કૉંગ્રેસમાંથી રાજીનામું આપનારા હાર્દિક પટેલ પહેલા નેતા નથી. અગાઉ કૉંગ્રેસના પૂર્વ કદાવર નેતા જયરાજસિંહ પરમાર પણ કૉંગ્રેસથી ઘણા નારાજ હતા. તેમ છતાં તેમની નારાજગી દૂર ન થતાં આખરે તેમણે ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. અગાઉ હાર્દિક પટેલ અવારનવાર કૉંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઉઠાવી ચૂક્યા છે. હાર્દિક પટેલે ઉચ્ચ નેતૃત્વ કામ ન કરવા દેતું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમ છતાં કૉંગ્રેસમાં સ્થિતિ જૈસે થે જેવી જ રહી હતી.

Last Updated :May 18, 2022, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.