ETV Bharat / city

Exhibition Of Books On Vivekananda: જૂનાગઢમાં સ્વામી વિવેકાનંદ પર લખાયેલા પુસ્તકોનું યોજાયું પ્રદર્શન

author img

By

Published : Jan 12, 2022, 3:53 PM IST

સ્વામી વિવેકાનંદની 159મી જન્મજયંતી (Birth Anniversary of Swami Vivekananda) નિમિત્તે જૂનગઢ ખાતે સરકારી પુસ્તકાલયમાં વિવેકાનંદના જીવનચરિત્ર અને તેમના વિચારો તેમજ ધર્મસભાના આયોજન અંગેના પુસ્તકોનું એક પ્રદર્શન (Exhibition Of Books On Vivekananda) યોજવામાં આવ્યું હતું.

Exhibition Of Books On Vivekananda: જૂનાગઢમાં સ્વામી વિવેકાનંદ પર લખાયેલા પુસ્તકોનું યોજાયું પ્રદર્શન
Exhibition Of Books On Vivekananda: જૂનાગઢમાં સ્વામી વિવેકાનંદ પર લખાયેલા પુસ્તકોનું યોજાયું પ્રદર્શન

જૂનાગઢ: આજે યુગપુરુષ સ્વામી વિવેકાનંદની 159મી જન્મજયંતી (Birth Anniversary of Swami Vivekananda) છે, જેના ભાગરૂપે જૂનાગઢમાં પાછલા 120 વર્ષ કરતાં વધુ સમયથી વાચકોને વાંચનની સુવિધા પુરી પાડતા વિવેકાનંદના જીવનચરિત્ર (biography of vivekananda) અને તેમના વિચારો તેમજ તેમની ભારત અને ભારત બહારની યાત્રાઓ (swami vivekananda's travel in India) તેમના દ્વારા યોજવામાં આવેલી ધર્મસભાના આયોજન અંગેના પુસ્તકોનું એક પ્રદર્શન (Exhibition Of Books On Vivekananda) સરકારી પુસ્તકાલયમાં (government library junagadh)યોજવામાં આવ્યું હતું.

300થી વધુ પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું.

યુવાનો સ્વામીજીના જીવનચરિત્ર અને વિચારોને જીવનમંત્ર બનાવે

વિવેકાનંદના ઉમદા વિચારોને આજે આત્મસાધ કરવાની તાતી જરૂરિયાત છે.
વિવેકાનંદના ઉમદા વિચારોને આજે આત્મસાધ કરવાની તાતી જરૂરિયાત છે.

આ પ્રદર્શનમાં વિવેકાનંદના જીવનચરિત્ર, તેમના વિચારો અને તેમની વિદેશ મુલાકાત (swami vivekananda foreign trip) પર દેશ અને દુનિયાના લેખકો દ્વારા લખવામાં આવેલા પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું, જેનો લાભ જૂનાગઢના લોકોએ લઈને સ્વામીજીના જીવનચરિત્રનો ઇતિહાસ વાગોળ્યો હતો. આજના સ્વામી વિવેકાનંદના વિચારો તેમના જીવનચરિત્ર પર દેશ અને દુનિયાના લેખકો દ્વારા લખવામાં આવેલા પુસ્તકો (books written on swami vivekananda)ના પ્રકાશનનો એકમાત્ર હેતુ એ હતો કે ભારતનો યુવાન યુગપુરુષ સ્વામી વિવેકાનંદના વિચાર આચરણ અને તેમની જીવન પદ્ધતિ વિશે ગહન ચિંતન અને અભ્યાસ કરે.

આ પણ વાંચો: National Youth Day 2022 : સ્વામી વિવેકાનંદની જૂનાગઢની મુલાકાત, જાણો શું છે ઇતિહાસ...

વિવેકાનંદના વિચારો યુવાનો માટે આજના સમયની તાતી જરૂરિયાત

દુનિયાના લેખકો દ્વારા લખવામાં આવેલા પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું.
દુનિયાના લેખકો દ્વારા લખવામાં આવેલા પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું.

સ્વામી વિવેકાનંદનું જીવન અને તેમના વિચારો યુવાનો માટે આજના સમયની તાતી જરૂરિયાત છે. આવા સમયે ભારતના યુગપુરુષ સ્વામી વિવેકાનંદના વિચારો અને તેમનું જીવનચરિત્ર (swami vivekananda on spiritual life), તેમજ તેમની ધર્મ પ્રત્યેની દીર્ઘદ્રષ્ટિ, તમામ ધર્મના લોકોને સાથે રાખીને કઈ રીતે આધ્યાત્મિક જીવનમાં આગળ વધી શકાય તેવા વિવેકાનંદના ઉમદા વિચારોને આજે આત્મસાધ કરવાની તાતી જરૂરિયાત છે. આવા સમયે વિવેકાનંદજી પર લખવામાં આવેલા પુસ્તકો વર્તમાન સમયના યુવાનોને એક નવી પ્રેરણા પૂરી પાડે તેવા હેતુ સાથે આજનું પુસ્તક પ્રદર્શન યોજાયું હતું, જે આવતીકાલે સાંજે પૂર્ણ થવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો: Uttarayan 2022 Gujarat: જૂનાગઢમાં નવાબીકાળમાં કેમ પતંગ ચગાવાતા ન હતા?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.