ETV Bharat / city

જૂનાગઢ અને પોરબંદર બાદ હવે અમરેલી જિલ્લામાં પણ કોરોના કેસોમાં થયો વધારો

author img

By

Published : Jan 23, 2022, 7:31 PM IST

જૂનાગઢ, પોરબંદર, સોમનાથ અને અમરેલી જિલ્લા કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે જાહેર થયેલા આંકડા મુજબ અમરેલી જિલ્લામાં સૌથી વધુ 213 જેટલા કેસ સામે આવ્યા છે. સતત વધતાં સંક્રમણ સામે કોરોના રસીકરણના આંકડા દિવસેને દિવસે ઘટી રહ્યા છે. સૌથી મોટા અને રાહતના સમાચાર એ છે કે હજુ પણ ચાર જિલ્લાઓ પૈકી એક પણ જિલ્લામાં કોરોના સંક્રમિત વ્યક્તિનું મોત થયું નથી.

જૂનાગઢ અને પોરબંદર બાદ હવે અમરેલી જિલ્લામાં પણ કોરોના કેસોમાં થયો વધારો
જૂનાગઢ અને પોરબંદર બાદ હવે અમરેલી જિલ્લામાં પણ કોરોના કેસોમાં થયો વધારો

જૂનાગઢ : રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યા છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં મળીને કુલ 156 અમરેલી જિલ્લામાં 213 ગીર સોમનાથ જિલ્લામાં 35 અને પોરબંદર જિલ્લામાં 51 જેટલા સંક્રમિત કેસો સામે આવ્યા છે. કોરોના રસીકરણનું પ્રમાણ સતત ઘટતું જોવા મળી રહ્યું છે જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદર જિલ્લામાં મળીને 9,839 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે.

આ પણ વાંચો : Corona In Patan : પાટણ જિલ્લામાં કોરોના બેકાબૂ, નવા 236 કેસ નોંધાયા

આ પણ વાંચો : Corona In Vadodara : વડોદરાની MS યુનિ.ની બોયઝ હોસ્ટેલના 10 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.