ETV Bharat / city

AAP In Gujarat: ગુજરાતમાં BJPના કાંગરા ખેરવવા કઇ રણનીતિ અપનાવશે AAP? ગોપાલ ઇટાલિયા સાથે રૂબરૂ મુલાકાત

author img

By

Published : Mar 13, 2022, 9:05 AM IST

Updated : Mar 13, 2022, 1:31 PM IST

આમ આદમી પાર્ટી (AAP In Gujarat)ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા આજે જૂનાગઢની મુલાકાતે હતા. Etv Bharat સાથેની વાતચીતમાં તેમણે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી પક્ષની રણનીતિ વિશે જણાવ્યું હતું.

ગોપાલ ઇટાલિયા સાથે રૂબરૂ મુલાકાત
ગોપાલ ઇટાલિયા સાથે રૂબરૂ મુલાકાત

જૂનાગઢ: ગોપાલ ઇટાલિયાએ Etv Bharat સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મહાભ્રષ્ટાચારી ભાજપ અને નેતૃત્વવિહીન કોંગ્રેસનો એકમાત્ર વિકલ્પ ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીમાં (AAP In Gujarat) જોઈ રહી છે. ગોપાલ ઇટાલિયા (Gopal Italia In Junagadh)એ આશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી (Gujarat Assembly Election 2022)માં ભાજપ અને કોંગ્રેસને બાજુએ રાખીને રાજ્યનો શિક્ષિત, જાગૃત અને ભ્રષ્ટાચાર (corruption in gujarat)થી ત્રસ્ત મતદાર આમ આદમી પાર્ટીની સરકાર બનાવશે.

ગોપાલ ઇટાલિયા સાથે રૂબરૂ મુલાકાત

સવાલ 1 - પંજાબમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો તેના માટે તમે કોને શ્રેય આપો છો?

જવાબ: પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP In Punjab)નો જે ભવ્ય વિજય થયો છે તેનો એકમાત્ર શ્રેય પંજાબ રાજ્યના ખમીરવંતા મતદારોને આપવો ઘટે. પંજાબના આમ આદમી, ખેડૂતો (Farmers In Punjab), બેરોજગારો અને યુવાનો પાછલાં ઘણા વર્ષોથી જે માનસિક પરિતાપ અને રોજગારીને લઇને ચિંતિત હતા તેવા તમામ લોકોએ આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે મત આપ્યો છે. તેને લઈને તેઓ સમગ્ર પંજાબના લોકોનો આભાર માને છે અને તેની જીત પાછળ આખું પંજાબ સામેલ હતું માટે જીતનો શ્રેય પંજાબિયતને આપવો ઘટે.

આ પણ વાંચો: Aap celebration in Surat: પંજાબમાં AAPના વિજય બાદ સુરતમાં કાર્યકરો ઢોલ નગારાના તાલે ઝૂમ્યા

સવાલ 2 - જે રાજ્યમાં ભાજપ નબળું છે ત્યાં સ્થાનિક પક્ષોને સહારે કોંગ્રેસને હરાવવા માટે તે સમર્થન આપે છે આ બાબતે તમે શું માનો છો?

જવાબ: આ પ્રકારના આક્ષેપો હવે વર્તમાન રાજકારણનો એક ભાગ બની ગયા છે. આ પ્રકારના આક્ષેપોમાં તથ્ય જોવા મળતું નથી. દિલ્હીમાં જે પ્રકારે શાળાઓ (Education In Delhi), હોસ્પિટલો (Hospitals In Delhi), રોજગાર, પીવાનું ચોખ્ખું પાણી અને ખેડૂતોને વિનામૂલ્યે વીજળી (Electricity For Farmers In Delhi) મળી રહી છે તેને કારણે પંજાબમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. સાથે સાથે પાછલા 10 વર્ષથી દિલ્હીમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન ચાલી રહ્યું છે. તેને લઈને પંજાબના લોકોએ આમ આદમી પાર્ટીની સરકાર બનાવીને પંજાબમાં પણ ભ્રષ્ટાચાર મુક્ત સરકારની સ્થાપના કરવા માટેનો માર્ગ મોકળો કર્યો છે.

સવાલ 3 - દિલ્હી મોડેલના સહારે પંજાબમાં મળ્યો ભવ્ય વિજય, ગુજરાત મોડેલનું પ્રારૂપ શું હશે?

જવાબ: દિલ્હી મોડેલ એ આમ આદમી પાર્ટીનું સાર્વત્રિક અને સર્વ સ્વીકૃત મોડેલ છે. તે મોડેલ મુજબ જ પંજાબની સરકાર આગામી દિવસોમાં કામ કરતી જોવા મળશે. જેમ દિલ્હી મોડેલનો અમલ દેશની રાજધાની અને હવે પંજાબમાં થવા જઈ રહ્યો છે તે જ મોડેલની અમલવારી પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવવાની સાથે જ શરૂ થશે. આ મોડેલ અંતર્ગત ગુજરાતના ખેડૂતોને વિનામૂલ્યે વિજળી (Electricity For Farmers In Gujarat), લોકોને પીવાનું ચોખ્ખું પાણી, બાળકોને આંતરરાષ્ટ્રીય કક્ષાનું સરકારી અને મફત શિક્ષણ, તેમજ વિશ્વ કક્ષાની આરોગ્ય સેવાઓ પ્રત્યેક સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે મળતી થશે.

આ પણ વાંચો: Surat AAP Corporators Resign: ‘આપ’ના 5 કોર્પોરેટર ભાજપમાં જોડાતા, ગોપાલ ઇટાલીયાએ આપી આ પ્રતિક્રિયા...

સવાલ 4 - ભાજપ આપના મોટા નેતા અને કોર્પોરેટરને તોડી ચૂકી છે, ત્યારે ભાજપ સામે કેવી રણનીતિ હશે?

જવાબ: ભાજપ મોજ કરાવતો પક્ષ છે. સાથે સત્તાના ભોગવટા કરતા પક્ષ તરીકે પણ ભાજપને હવે લોકો ઓળખી ગયા છે. આવા સમયે જે નેતાઓ, કાર્યકરો અને કોર્પોરેટરો માલ અને સત્તા ભોગના સથવારે ભાજપમાં જઈ રહ્યા છે તેને કોઈ રોકી શકે તેમ નથી. અમારો પક્ષ એ સંઘર્ષનો પક્ષ છે અને જે લોકો સંઘર્ષ કરવામાં નબળાં ઉતરી રહ્યા છે તેવા લોકો માલમત્તા અને સત્તાના ભોગવટા માટે ભાગમભાગ કરી રહ્યા છે. જે આવા સત્તા અને માલમત્તા પાછળ લાલચુ બનેલા નેતા અને કાર્યકરો ભાગમભાગ કરી રહ્યા છે તેની આજના દિવસે ચર્ચા કરવી અયોગ્ય ગણાશે.

સવાલ 5 - આગામી સામાન્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 182 ધારાસભા બેઠક પર લડશે કે કેમ?

જવાબ: કોઇપણ રાજકીય પક્ષ રાજકારણ માટે આવતો હોય છે. આવા સમયે આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી રાજ્ય વિધાનસભાની તમામ 182 બેઠક પર પોતાના ઉમેદવારો ઉતારીને ચૂંટણી જંગ જીતશે તેવો ભરોસો પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા એ વ્યક્ત કર્યો હતો. વધુમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસના અસંતુષ્ટ પરંતુ સ્વચ્છ પ્રતિભા અને છબિ ધરાવનારા કોઈપણ કાર્યકર કે નેતા આમ આદમી પાર્ટીમાં જોડાય તો તેમને તેમનો પક્ષ આવકારશે અને તેમની યોગ્યતા મુજબ આગામી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષના ઉમેદવાર પણ બનાવી શકે છે.

Last Updated :Mar 13, 2022, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.