ETV Bharat / city

જામનગર: સિંચાઈ યોજના ઉંડ-1ના વિવિધ મુદ્દે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે CMને પત્ર લખ્યો

author img

By

Published : Oct 18, 2020, 5:40 AM IST

રાજ્યમાં થયેલા સારા વરસાદને પગલે જળાશયો ભરાઇ ગયા છે. જે કારણે વર્ષ દરમિયાન સિંચાઇ માટે ખેડૂતોને પૂરતું પાણી મળી રહેશે. સિંચાઇ યોજના અંગે જામનગર જિલ્લા પંચાયતના ઉપ્રમુખે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી વિવિધ મુદ્દે રજૂઆત કરી છે.

જામનગર જિલ્લા પંચાયત
જામનગર જિલ્લા પંચાયત

  • જામનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે સીએમ રૂપાણીએ લખ્યો પત્ર
  • સીએમ સમક્ષ વિવિધ મુદ્દે કરી રજૂઆત
  • સિંચાઈ યોજના ઉંડ-1માં યોગ્ય સુધારા કરી નવી ડિઝાઇન માટે કરી રજૂઆત

જામનગર: ઉંડ-1 સિંચાઈ યોજનામાં ચાલુ વર્ષે ચોમાસામાં પડેલા સારા વરસાદને કારણે ડેમ પૂરી સપાટીએ ભરાઇ ગયો છે. આ સિંચાઈ યોજના જામનગર જિલ્લાની મોટી સિંચાઈ યોજના છે અને તેનાથી જામનગર જિલ્લાના અનેક ગામને લાભ થાય છે. નીચેનાં મુદ્દાઓને ધ્યાનમાં રાખીને યોગ્ય કાર્યવાહી કરવા માટે જામનગર જિલ્લા પંચાયતના ઉપ્રમુખ દ્વારા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

જામનગર જિલ્લા પંચાયત
જામનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ

લંબાઈ વધારે હોવાથી પાણીનો બગાડ થાય છે

આ સિંચાઈ યોજનામાં બે કેનાલ સેક્શન આવેલા છે. જેમાં ઉપરના સેક્શનની કેનાલની લંબાઈ 19 કિમી જેટલી હોવાથી પાણીનો બગાડ વધારે થાય છે. જ્યારે નીચેનાં સેક્શનની મેઈન કેનાલની લંબાઈ ઓછી છે અને તેમાંથી છૂટી પડતી માઈનોર કેનાલની લંબાઈ ખૂબ વધારે હોય અને આ સેક્શનનો કમાન્ડ વિસ્તાર પણ ઉપરના સેક્શન કરતાં ખૂબ વધારે છે. જેથી તેના માટે અગાઉની માંગણીને ઘ્યાને લઈ જામવંથલી સેક્શનમાં ફલ્લા સેક્શન માટે અલગ પાઈપ નાખવામાં આવે તો ફલ્લા સેક્શનના ખાતેદારોને સમયસર અને પૂરતું પાણી મળી રહે અને તેમના ઉભા પાકને બચાવી શકાય.

ફલ્લા સેક્શન માટે અલગ પાઈપ નાખવામાં આવે

આ સિંચાઈ યોજનાના ફલ્લા કેનાલ સેક્શનનાં કમાન્ડમાં આવતા ગામો દરિયા કિનારાથી નજીક હોવાથી ખેતી માટે ઉપયોગી ફકત એક જ પાણીનો સ્ત્રોત ઉડં-1 સિંચાઈ યોજના છે. જેથી તેમના માટે ઉપર મુજબ જામવંથલી સેક્શનમાં ફલ્લા સેક્શન માટે અલગ પાઈપ નાખવામાં આવે તો આ ગામોની ખેડૂતોને પોતાના પાકને બચાવા માટે સમયસર પાણી મળી રહે.

જામનગર જિલ્લા પંચાયત
જામનગર જિલ્લા પંચાયત

કટિંગ કેનાલની ડિઝાઈનમાં ઘણી ખામી છે

ફલ્લા સેક્શનમાં 4 વર્ષ પહેલાં કટિંગ કેનાલ મંજૂર કરવામાં આવી હતી. તેમાં કોન્ટ્રાકટરની બેદરકારી તેમજ ભ્રષ્ટાચારને કારણે કેનાલ અને માઈનોરનું કામ ખૂબ જ નબળુ થયું છે. તેની વિજીલન્સ તપાસ થઈ છે. લીબુંડા, તેમજ નેસડા 30, 31 અને 32 માઈનોરની લંબાઈ વધુ હોવાથી લીબુંડા તેમજ કુનડ ગામનાં ખેડૂતોને કેનાલનાં પાણીનાં સિંચાઈનો લાભ મળતો નથી. હડીયાણા માઈનોરનું કામ અધુરું છે. તેના હિસાબે હડીયાણા ગામનાં ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી. માઈનોર 35નું કામ પણ નબળું થવાને કારણે છેવાડાનાં ખેડૂતોને પાણી મળતું નથી. માઈનોર 33નું પણ કટિંગ કામ નબળું થવાને કારણે વાવડી ગામનનાં છેવાડાનાં ખેડૂતોને પાણી મળતું નથી. કટિંગ કેનાલની ડિઝાઈનમાં ઘણી ખામી હોવાનાં કારણે તેમાં ખાતેદારોને પાણી હોવા છતાં સિંચાઈ માટે પાણી સમયસર મળતું નથી. જેથી હાલની ડિઝાઇનમાં યોગ્ય સુધારા કરી પછી કામગીરી કરાવવી જેથી આ યોજનાના લાભાર્થી ખાતેદારોને તેનો પૂરતો લાભ સમયસર મળી રહે.

સિંચાઈનો લાભ મળે તે માટે યોગ્ય ડિઝાઈન કરો

આ કેનાલમાં પહેલા પાકા ધોરીયા હતા તેની લંબાઈ 5 કિમી સુધીની હતી. હાલ ફલ્લા કેનાલ સેક્શનમાં ચાલુ કટિંગ કેનાલની કામગીરી જે ડિઝાઇન મુજબ કરવામાં આવે છે, તે મુજબ પાકા ધોરીયાના ખાતેદારોને કેનાલના પાણીનો કોઈ લાભ હાલ મળતો નથી. પહેલા જેટલા ખાતેદારને સિંચાઈનો લાભ મળતો હતો, તેનાં કરતા હાલ લાભાર્થી ખાતેદારોની સંખ્યામાં ખૂબ ઘટાડો થયો છે અને જેથી સિંચાઈનો લાભ મળે તેના માટે યોગ્ય ડિઝાઈન તૈયાર કરવી.

માઈનોર કેનાલ નવી ડિઝાઈન મુજબ બનાવવી જોઈએ

ઉંડ-1 સિંચાઈ યોજનાના ઉપરના જામવંથલી કેનાલ સેક્શનની કેનાલ 35થી 40 વર્ષ જૂની હોવાથી તેને પણ તાત્કાલીક જૂની કેનાલની જગ્યાએ નવી કટિંગ કેનાલ બનાવવાની જરૂરીયાત છે, તેમજ આ કેનાલનાં માઈનોર નીચે આવતા ગામો તમાચણ, રોઝીયા, રવાણી ખીજડીયા, ખંભાલીડા, ધ્રાંગડા, લાખાણી, રણજીતપર, વગેરે ગામોને જે માઈનોર દ્વારા પાણી આપવામાં આવે છે, તે માઈનોર ખૂબ જ ક્ષતીગ્રસ્ત હોવાથી છેવાડાનાં ખેડૂતોને પાણીનો લાભ મળતો નથી. તેથી તાત્કાલીક ધોરણે આ માઈનોર નવી ડિઝાઈન મુજબ નવા બનાવવી જોઈએ. જેથી તેના માઈનોર કેનાલના છેવાડાના ખાતેદારોને પણ સિંચાઈ માટે પાણી મળી રહે તેવી માગ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામભાઇ રાઠોડે કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.