ETV Bharat / city

તકેદારી સાથે જામનગર જિલ્લામાં જળસંચયની કામગીરી પૂરજોશમાં શરુ થઈ

author img

By

Published : May 16, 2020, 2:59 PM IST

જામનગર જિલ્લામાં ત્રીજા તબક્કાના સુજલામ સુફલામ જળઅભિયાનનો પ્રારંભ ૨૦ એપ્રિલથી થઇ ગયો છે. આ અભિયાન હેઠળ જામનગર જિલ્લામાં અંદાજિત રૂ. ૪૩૨.૧૮ લાખના કુલ ૧૬૪ કામો હાથ ધરાયા છે, સાથે જ કોવિડ-૧૯ સંદર્ભે કાળજી અને તકેદારી સારુ એક ટકા લેખે સરકાર દ્વારા રૂ. ૪.૩૦ લાખ પણ આપવામાં આવશે.

તકેદારી સાથે જામનગર જિલ્લામાં જળસંચયની કામગીરી પૂરજોશમાં શરુ થઈ
તકેદારી સાથે જામનગર જિલ્લામાં જળસંચયની કામગીરી પૂરજોશમાં શરુ થઈ

જામનગર : સુજલામ સુફલામ જળઅભિયાન ૨૦૨૦ અંતર્ગત જામનગરમાં લોકભાગીદારી અને વિભાગીય કુલ ૧૬૪ કામો હાથ ધરવામાં આવ્યાં છે. દરેક કામ કોવિડ-૧૯ના સંક્રમણને ધ્યાને રાખી સંપૂર્ણ તકેદારી અને સરકારની માર્ગદર્શિકા પ્રમાણેના પગલાં લઈ કરવામાં આવી રહ્યાં છે. સામાજિક અંતર જાળવી સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૦ની કામગીરી કરવામાં આવી છે. કોરોના વાયરસ કોવિડ-૧૯ હેઠળ લોકડાઉન તથા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસિંગ બાબતે અપાયેલ તેમજ ભવિષ્યમાં વખતોવખત અપાતી તમામ માર્ગદર્શિકાઓ અને સૂચનાઓના ચુસ્તપણે પાલન સાથે રાજ્યભરમાં સુજલામ સુફલામ જળઅભિયાનની કામગીરી ચાલી રહી છે.

તકેદારી સાથે જામનગર જિલ્લામાં જળસંચયની કામગીરી પૂરજોશમાં શરુ થઈ
તકેદારી સાથે જામનગર જિલ્લામાં જળસંચયની કામગીરી પૂરજોશમાં શરુ થઈ
ત્રીજા તબક્કામાં હાલ જળસંપત્તિ વિભાગના કુલ ૧૦૪ કામો છે જેની અંદાજિત રકમ રૂ ૧૮૭.૦૩ લાખ છે જે પૈકી ક્ષાર અંકુશ વિભાગ જામનગર દ્વારા રૂ.૯૨.૮૬લાખના ૪૬ કામોનો સમાવેશ થયેલ છે. આ કામો અંતર્ગત ચેકડેમ ઊંડા ઊતરવા,બંધારા ડિસીલ્ટીંગ વગેરે કામ સમાવિષ્ટ છે. જિલ્લા પંચાયત વિભાગ જામનગર દ્વારા આ ત્રીજા તબક્કામાં રૂ. ૨૬ લાખના ૨૧ કામો હાથ ધરાશે, જેમાં વિવિધ ગામોના તળાવો ઉંડા ઉતારવાના કામોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ તળાવ ઉંડા ઉતારવાના કામને પુરજોશમાં જામનગર જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું છે. જામનગર તાલુકાના વરણા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ તળાવ ઉંડુ ઉતારવાનું કાર્ય હાલ પ્રગતિમાં છે. આ તળાવને ઉંડા ઉતારવાના કામમાં સરકાર અને ગ્રામ પંચાયત દ્વારા ૬૦:૪૦ની લોકભાગીદારીથી સંપૂર્ણ કામ કરવામાં આવી રહ્યું છે. આ તળાવને ઉંડુ ઉતારાતા અંદાજીત રૂ. ૫ લાખના ખર્ચે ૧૬,૩૩૮ ઘનમીટર જેટલી માટી ઉપાડવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતાં ૧ કરોડ ૬૩ લાખ ૩૮ હજાર લીટર પાણીનો જથ્થો આ તળાવમાં વધુ સંગ્રહિત થઈ શકશે.
તકેદારી સાથે જામનગર જિલ્લામાં જળસંચયની કામગીરી પૂરજોશમાં શરુ થઈ
આ કામથી તળાવની આજુબાજુના વિસ્તારમાં ભૂગર્ભજળ ઊંચું આવવાથી અમારા અને બીજા આજુબાજુના ગામોમાં પીવાના પાણી અને સિંચાઇમાં ખૂબ ફાયદો થશે. વળી આ કામથી તળાવમાંથી ઉપાડવામાં આવેલી માટી ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં નાખવાથી જમીનની ફળદ્રુપતામાં વધારો થશે. જેનાથી ખેત ઉત્પાદન વધુ સારું આવશે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ ખૂબ સધ્ધર થશે. લોકડાઉનના સમયમાં આ તળાવ ઉંડુ ઉતારવાના કામમાં ગામના જ ૫૦ થી વધુ લોકોને રોજગારી મળી રહી છે, આ અભિયાન હેઠળ જામનગરના વિવિધ ગામોના ચેકડેમ ઊંડા ઉતારવાના કામોનો સમાવેશ કરાયો છે, જેમાં ઊંડ જળ સિંચન વિભાગ, જામનગર દ્વારા અંદાજિત રૂ ૫૫.૬૦ લાખના કુલ ૩૧ કામો અને જામનગર સિંચાઈ વિભાગ દ્વારા અંદાજિત રૂ. ૧૨.૫૭ લાખના ૬ કામ હાથ ધરવામાં આવશે.આ ઉપરાંત વન વિભાગ જામનગર દ્વારા રૂ ૧૦.૨૫ લાખના ખેત તલાવડી બનાવવા, ઊંડા કરવા અને ચેકડેમ ઊંડા ઉતારવા વગેરેના ૯ કામો, ગ્રામ વિકાસ એજન્સી જામનગર દ્વારા તળાવ ઉંડુ ઉતારવા, ચેકડેમના કામ વગેરે રૂ. ૧૦૨.૦૩ લાખના ૧૨ કામો અભિયાનના ત્રીજા તબક્કા હેઠળ સમાવેશ કરાયા છે.વોટરશેડ વિભાગ જામનગર દ્વારા અંદાજિત રૂ.૯ લાખના ૪ કામ દ્વારા વિવિધ ગામના ચેકડેમ ઊંડા ઉતારવામાં આવશે, તો મહાનગરપાલિકા જામનગર દ્વારા રૂ ૬૦.૪૭ લાખના કુલ ૧૧ કામ લહેર ગામનું તળાવ ઉંડું ઉતારવાનું, કેનાલ સફાઈ અને નદી સફાઈના કામો કરવામાં આવશે તથા જામનગર જિલ્લાની ધ્રોલ, કાલાવડ, જામજોધપુર નગરપાલિકા દ્વારા અંદાજિત રૂ. ૬૩.૪૦ લાખના ચેકડેમ તળાવો ઉંડા ઉતારવાના કામ, કેનાલ સફાઈ,વોંકળા તથા નદી સફાઈના ૨૪ કામો હાથ ધરાશે.ં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.