ETV Bharat / city

જામનગરમાં સ્વૈચ્છિક લોકડાઉનનો બીજો દિવસ, સમગ્ર શહેરમાં સજ્જડબંધ

author img

By

Published : Apr 17, 2021, 7:54 PM IST

જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરમાં તમામ જગ્યાએ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વિવિધ એસોસિએશનના પ્રમુખો પણ જે કોઈ લોકો દુકાનો અથવા કારખાના ખુલ્લા રાખ્યા છે, તેને સમજાવીને બંધ કરાવવામાં આવી રહ્યા છે.

જામનગર
જામનગર

  • 6 હજાર કારખાના અને 65 હજાર દુકાનો બંધ
  • જામનગરમાં કુલ 6 હજાર જેટલા બ્રાસપાર્ટના કારખાના
  • જામનગરમાં રોજ 300થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાય છે

જામનગર: વિવિધ એસોસિએશન દ્વારા ત્રણ દિવસના સ્વૈચ્છિક લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે. બીજા દિવસે સમગ્ર શહેરમાં તમામ 65 હજાર દુકાનો બંધ રહી છે અને દરેડ GIDCમાં આવેલા કારખાના પણ બંધ રહ્યા છે. જામનગરમાં કુલ 6 હજાર જેટલા બ્રાસપાર્ટના કારખાના આવેલા છે, આ તમામ કારખાનાઓ સ્વૈચ્છિક લોકડાઉનના બીજા દિવસે બંધ રહ્યા છે.

જામનગરમાં સ્વૈચ્છિક લોકડાઉનનો બીજો દિવસ

આ પણ વાંચો:લીંબડી વેપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરાયુ

જામનગરના વેપારીઓએની પહેલ

અગાઉ વહીવટીતંત્ર દ્વારા પણ રજુઆત કરવામાં આવી હતી. જો કે, જામનગર જિલ્લામાં કોરોના વિકરાળ રૂપ ધારણ કર્યું છે. રોજ 300થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે જિલ્લા વહીવટીતંત્ર માટે ચેલેન્જ છે, કોરોનાની ચેઇનને તોડવી ખૂબ આવશ્યક બની ગઈ છે. ત્યારે જામનગરના વેપારીઓ આગળ આવ્યા છે અને ત્રણ દિવસ માટે સમગ્ર શહેરને સ્વૈચ્છિક લોકડાઉન કરી કોરોનાથી બચવા માટે બેસ્ટ વિકલ્પ અપનાવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.