ETV Bharat / city

જામનગરમાં RTO કચેરીની કામગીરી શરૂ, માસ્ક અને સેનિટાઈઝિંગના નિયમોનું પાલન ફરજિયાત

author img

By

Published : Jun 4, 2020, 3:36 PM IST

કોરોના વાઈરસને કારણે છેલ્લા બે મહિનાથી દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. જો કે લોકડાઉન-5માં કેટલીક છૂટછાટ સાથે કચેરીઓની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Etv Bharat
Etv Bharat

જામનગરઃ કોરોના લોકડાઉન દરમિયાન મોટાભાગની સરકારી કચેરીઓ બંધ કરવામાં આવી હતી. જો કે લોકડાઉન-5માં અમુક સરકારી કચેરીઓને કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જેના ભાગરૂપે જામનગર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આજથી રાબેતા મુજબ શરૂ થઇ છે.

જામનગરમાં આજથી RTO કચેરીની કામગીરી શરૂ
છેલ્લા 75 દિવસથી જામનગરની આરટીઓ કચેરી બંધ હાલતમાં હતી. જેની આજે ગુરુવારે નવા નિયમો સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે કચેરીમાં ગોળ કુંડાળા કરવામાં આવ્યા છે, સાથે સાથે કચેરી ખાતે લોકોની ભીડ એકઠી ન થાય તે માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ શરૂ કરવામાં આવ્યું છે.

કોરોના સંક્રમણમાં જે પ્રકારે કેસની સંખ્યા વધતી જોવા મળી રહી છે. તેને ધ્યાને રાખી સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્ક અને સેનિટાઈજેશન જેવી વ્યવસ્થા સાથે આરટીઓ કચેરી શરૂ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.