ETV Bharat / city

Rashtrapati Ramnath Kovind Jamnagar Visit : રાષ્ટ્રપતિના આગમનને લઇ જામનગરમાં તૈયારીઓ, ડ્રાઈવ ચાલશે

author img

By

Published : Mar 22, 2022, 2:44 PM IST

Rashtrapati Ramnath Kovind Jamnagar Visit : રાષ્ટ્રપતિના આગમનને લઇ જામનગરમાં તૈયારીઓ, ડ્રાઈવ ચાલશે
Rashtrapati Ramnath Kovind Jamnagar Visit : રાષ્ટ્રપતિના આગમનને લઇ જામનગરમાં તૈયારીઓ, ડ્રાઈવ ચાલશે

આગામી 24 અને 25 તારીખે રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે (Rashtrapati Ramnath Kovind Jamnagar Visit )આવી રહ્યા છે. ત્યારે જામનગર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત માટે શી વ્યવસ્થા કરાઈ છે જાણો.

જામનગર- આગામી 24 અને 25 તારીખે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભારતના પ્રવાસે (Rashtrapati Ramnath Kovind Jamnagar Visit ) આવી રહ્યા છે. ત્યારે જામનગર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 24 તારીખે રાષ્ટ્રપતિ દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા (Rashtrapati Ramnath Kovind at dwarka ) જશે અને ત્યારબાદ જામનગર આવશે. જામનગરમાં ins વાલસૂરાના (Rashtrapati Ramnath Kovind Visit at INS Valsura) 80 વર્ષ પૂર્ણ થતાં અહીં તેની ઉજવણીમાં ભાગ લેશે.

જામનગર શહેરમાં ત્રણ દિવસ ડ્રાઈવ ચાલશે

આ પણ વાંચોઃ Ramnath Kovind visit Jamnagar:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 25 માર્ચે જામનગરની મુલાકાતે

સર્કિટ હાઉસમાં રોકાણ - જામનગર શહેરમાં રાષ્ટ્રપતિ કોવિંદ સર્કિટ હાઉસ ખાતે ઉતરશે અને ત્યારબાદ તેઓ લાલબંગલા સર્કલથી કલેકટર કચેરી અને બેડી સી વાલસુરાના રૂટ પર રવાના થશે. મહામહિમ રાષ્ટ્રપતિનો કાફલો જે રૂટ પરથી પસાર થવાનો છે તે તમામ રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જામનગર ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાની પોલીસ પણ જામનગર ખાતે બોલાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત પ્રવાસે, ભાવનગર ખાતે મુખ્યમંત્રી આવાસ યોજનાનું કર્યું લોકાર્પણ

ત્રણ દિવસ ડ્રાઈવ - થોડા સમય પહેલા રાષ્ટ્રપતિ ભાવનગરની મુલાકાતે આવ્યા હતાં અને ત્યારબાદ કેવો જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આગામી ત્રણ દિવસ સુધી શહેરમાં સતત ટ્રાફિક ડ્રાઇવ રાખવામાં આવશે. કારણકે જામનગરના મહેમાન રાષ્ટ્રપતિ બનવાના છે. Ins વાલસુરા ખાતે રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે અને ભવ્ય પરેડનું પણ આયોજન કરવામાં આવશે.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.