ETV Bharat / city

ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો, રાષ્ટ્રપતિ રહ્યા ઉપસ્થિત

author img

By

Published : Feb 24, 2021, 1:36 PM IST

ગાંધીનગરમાં આવેલી ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ હાજર રહ્યાં હતાં. જ્યારે આ પદવીદાન સમારોહમાં કુલ 265 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે.

ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો
ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો

  • ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેન્દ્રીય શિક્ષણપ્રધાન રમેશ પોખરીયાલ રહ્યાં ઉપસ્થિત
  • કુલ 265 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ
  • રાષ્ટ્રપતિ બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યાં
  • રાષ્ટ્રપતિએ મહાન વ્યક્તિત્વમાથી પ્રેરણા લેવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો

ગાંધીનગરઃ શહેરના મહાત્મા મંદિર ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ વિષયોમાં 265 જેટલા વિદ્યાર્થીઓએ પદવી ગ્રહણ કરી હતી. પદવીદાનના મુખ્ય અતિથિ તરીકે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહ્યાં હતા. જેમણે ગુજરાતને મહાત્મા ગાંધી, સરદાર પટેલ, મોરાજી દેસાઇ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ધરતી ગણાવીને મહાન વ્યક્તિત્વમાથી પ્રેરણા લેવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.

ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો
ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો

રાજભવનમાં રાત્રી રોકાણ..

રાષ્ટ્રપતિએ વિશ્વ વિદ્યાલયમાં મહિલાઓના વધતા જતા યોગદાનને બદલાતી સમાજ વ્યવસ્થા ગણાવી હતી. તેમજ સેન્ટર યુનિવર્સિટીના નવા નિર્માણ પામનાર ભવનના નિર્માણને લઇને તેના કુલપતિ હસમુખ અઢિયાની મહત્વની ભૂમિકા હોવાનું જણાવ્યું હતું. રાષ્ટ્રપતિ બે દિવસીય ગુજરાત મુલાકતે છે જેમાં તેઓ રાજભવનમાં રાત્રી રોકાણ કરવાના છે અને સાથે તેઓ રાત્રી ભોજન ગૃહપ્રધાન અમિત શાહ સાથે કરશે.

ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.