ETV Bharat / city

કોરોનાના દર્દીઓને લઈને આવતી એમ્બ્યુલન્સમાં પંચર, વીડિયો વાયરલ

author img

By

Published : Aug 9, 2020, 3:01 PM IST

જામનગરના જામજોધપુર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે શનિવારે જામજોધપુર વિસ્તારમાં 5 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સરકારી એમ્બ્યુલન્સમાં તેમને જામનગર પરત લવાઈ રહ્યા હતા, રસ્તામાં એમ્બ્યુલન્સમાં બે વખત પંચર પડ્યું હતું. જેને લીધે દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

કોરોના દર્દીઓને લઈને આવતી એમ્બ્યુલન્સમાં પંચર, વીડિયો થયો વાઇરલ
કોરોના દર્દીઓને લઈને આવતી એમ્બ્યુલન્સમાં પંચર, વીડિયો થયો વાઇરલ

જામનગર: જામજોધપુર વિસ્તારના કોરોના પોઝિટિવ 3 પુરુષો અને 2 મહિલાઓને લઇ જામનગર કોવિડ હોસ્પિટલ ખાતે આવી રહેલી એમ્બ્યુલન્સમાં પંચર પડતા આ દર્દીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

આ દર્દીઓમાંથી એક સુરતથી આવેલા અને હાલ જામજોધપુરના ગિંગણી ખાતે વસવાટ કરતા મહિલાએ વીડિયોમાં જણાવ્યું છે કે, તેઓ બે વાગ્યાના ઘરેથી નીકળ્યા હતા પરંતુ વારંવાર એમ્બ્યુલન્સમાં પંચર પડતા તેમને રસ્તા પર જ રોકાવું પડ્યું હતું અને તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તેમની સાથેના અન્ય દર્દીઓએ પણ વીડિયોમાં પોતાની આપવીતી વ્યક્ત કરી હતી.

કોરોના દર્દીઓને લઈને આવતી એમ્બ્યુલન્સમાં પંચર

ઉલ્લેખનીય છે કે, એમ્બ્યુલન્સ સેવા ઇમરજન્સીમાં દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેના માટે હોય છે, પરંતુ જો આ રીતે જ વારંવાર એમ્બ્યુલન્સમાં પંચર પડવાની ઘટનાઓ બનતી રહે તો ક્યારેક દર્દીનો જીવ પણ જોખમમાં મુકાઇ શકે છે. જેની સત્તાવાળાઓએ નોંધ લેવી રહી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.