ETV Bharat / city

Olive Tree: જામનગરમાં અંબાણી પરિવારના આંગણાની શોભા વધારશે 84 લાખ રૂપિયાના 2 દુર્લભ ઓલિવ વૃક્ષ

author img

By

Published : Nov 29, 2021, 1:48 PM IST

ભારતના અગ્રણી ઉદ્યોગપિત મુકેશ અંબાણી (India's leading businessman Mukesh Ambani) અવારનવાર પોતાની લાઈફસ્ટાઈલ, સંપત્તિ અને વિવિધ પ્રવૃત્તિઓથી ચર્ચામાં રહે છે. ત્યારે અંબાણી પરિવારે (Ambani family) ફરી એક વાર સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. કારણ કે, તેમણે સમૃદ્ધિ લાવતા અને આશરે 1,000 વર્ષથી વધુ વયનું આયુષ્ય ધરાવતા એવો ઓલિવ વૃક્ષની (Olive Tree) ખરીદી કરી છે. આ વૃક્ષને (2 rare olive trees) જામનગરમાં અંબાણી પરિવારના આંગણામાં (the courtyard of Ambani family) વાવીને શોભા વધારવામાં આવશે. આ વૃક્ષની કિંમત 84 લાખ રૂપિયા (Two rare olive trees worth Rs 84 lac )ની છે. જોકે, આ મહાકાય વૃક્ષોને 24 નવેમ્બરે આંધ્ર પ્રદેશથી (Olive trees have been imported from Andhra Pradesh) ટ્રક મારફતે અહીં મોકલવામાં આવ્યા હતા.
Olive Tree: જામનગરમાં અંબાણી પરિવારના આંગણાની શોભા વધારશે 84 લાખ રૂપિયાના 2 દુર્લભ ઓલિવ વૃક્ષ
Olive Tree: જામનગરમાં અંબાણી પરિવારના આંગણાની શોભા વધારશે 84 લાખ રૂપિયાના 2 દુર્લભ ઓલિવ વૃક્ષ

  • જામનગરમાં અંબાણી પરિવારના આંગણાની શોભા વધારશે ઓલિવ વૃક્ષ
  • અંબાણી પરિવારે 84 લાખ રૂપિયા ખર્ચીને આંધ્રપ્રદેશથી મગાવ્યા વૃક્ષ
  • આ ઓલિવ વૃક્ષ 24 નવેમ્બરે આંધ્ર પ્રદેશથી અહીં આવવા રવાના થયા હતા

જામનગરઃ અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ (India's leading businessman Mukesh Ambani) ફરી એક વાર સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. કારણ કે, જામનગર નજીક આવેલા મોટી ખાવડી ખાતે મુકેશ અંબાણીના ટાઈનશિપના બંગલોમાં દુર્લભ ગણાતા ઓલિવના વૃક્ષો (An olive tree will be planted in a Moti khawdi bungalow) રાખવામાં આવશે. આંધ્રપ્રદેશની નર્સરીમાં ઉછેરવામાં (Olive tree ordered from Andhra Pradesh nursery) આવેલા આ મહાકાય 2 વૃક્ષોને 24 નવેમ્બરે ટ્રક પર લાદવામાં આવ્યા હતા, જે હાલ જામનગર ખાતે પહોંચી ગયા છે.

અંબાણી પરિવારે 84 લાખ રૂપિયા ખર્ચીને આંધ્રપ્રદેશથી મગાવ્યા વૃક્ષ
અંબાણી પરિવારે 84 લાખ રૂપિયા ખર્ચીને આંધ્રપ્રદેશથી મગાવ્યા વૃક્ષ

આ પણ વાંચો- ધીરૂભાઇ અંબાણી જ્યાં ભણ્યા હતા તે શાળામાં વિજ્ઞાન પ્રવાહના વર્ગો બંધ કરાયા

ખાવડીમાં 180 વર્ષ જૂના ઓલિવ ટ્રી વાવવામાં આવશે

અંબાણી પરિવારના જામનગર નજીકના મોટી ખાવડી ખાતે (An olive tree will be planted in a Moti khawdi bungalow) આવેલા કંપનીના ટાઈનશીપના હોમમાં બે 180 વર્ષ જૂના ઓલિવ ટ્રી (Olive Tree) વાવવામાં આવશે. આંધ્ર પ્રદેશની એક નર્સરીએ (An olive tree was ordered from a nursery in Andhra Pradesh) જામનગરમાં મુકેશ અંબાણીના બંગલાને શણગારવા માટે 84 લાખ રૂપિયાની (Two rare olive trees worth Rs 84 lac) કિંમતના 2 ઓલિવ વૃક્ષો (Olive Tree) મોકલ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ વર્ષ પહેલા સ્પેનથી નર્સરીમાં લાવવામાં આવેલા વૃક્ષો લગભગ 84 લાખ રૂપિયામાં ઉદ્યોગપતિને વેંચવામાં આવ્યા છે.

જામનગરમાં અંબાણી પરિવારના આંગણાની શોભા વધારશે ઓલિવ વૃક્ષ
જામનગરમાં અંબાણી પરિવારના આંગણાની શોભા વધારશે ઓલિવ વૃક્ષ

વૃક્ષને લોડ કરવા 25 લોકોની ટીમ કામે લાગી હતી

આ ઓલિવ વૃક્ષ સમૃદ્ધિ લાવે છે અને તેનું આયુષ્ય 1,000 વર્ષથી પણ વધુનું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, આંધ્ર પ્રદેશથી લાવવામાં આવેલા આ વૃક્ષને લોડ કરવા માટે 25 લોકોની ટીમ કામે લાગી હતી. તો હાઈડ્રોલિક ક્રેનની મદદથી વૃક્ષોને ટ્રકમાં લોડ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો- રિલાયન્સ અને સાઉદી અરામકો ફાયદાકારક સહભાગિતા સ્થાપિત કરવા પ્રતિબદ્ધ, ભવિષ્યમાં કરશે યોગ્ય જાહેરાતો

ઓલિવ વૃક્ષ ખૂબ જ નાજૂક હોય છે

આ વૃક્ષ નાજૂક હોવાથી નાછૂટકે વાહન 30થી 40 કિમી પ્રતિકલાકની ઝડપે જ ટ્રક ચલાવવો પડ્યો હતો, જે હાલ જામનગર આવી પહોંચતા ટૂંક સમયમાં વૃક્ષ લગાવવામાં આવશે. લગભગ એક સપ્તાહ પહેલા અંબાણી હાઉસમાંથી આ ઓર્ડર મળ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ દુર્લભ વૃક્ષનું વજન લગભગ 2 ટન હોય છે. તેના મૂળને કાળજીપૂર્વક ધરતી સાથે બાંધવામાં આવે છે. બાદમાં તેને ઢાંકીને ટ્રાન્સપોર્ટેશન માટે મોકલાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.