ETV Bharat / city

જામનગર ગ્રામ્ય વિસ્તારમાં શુક્રવારે સી.આર.પાટીલ અને હાર્દિક પટેલની સભા યોજાશે

author img

By

Published : Feb 25, 2021, 5:24 PM IST

Updated : Feb 25, 2021, 5:51 PM IST

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જવલંત વિજય મેળવ્યો છે. હવે ભાજપની નજર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છે. ભાજપ બીજી વખત જીતનો સ્વાદ ચાખવા તત્પર છે, ત્યારે આવતીકાલે એટલે કે શુક્રવારે જામનગરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસે જામનગરમાં જ પ્રચાર કરવા માટે હાર્દિક પટેલને મેદાને ઉતાર્યા છે.

જામનગર ગ્રામ્ય વિસ્તારમાં શુક્રવારે સી. આર. પાટીલ અને હાર્દિક પટેલની સભા
જામનગર ગ્રામ્ય વિસ્તારમાં શુક્રવારે સી. આર. પાટીલ અને હાર્દિક પટેલની જામનગર ગ્રામ્ય વિસ્તારમાં શુક્રવારે સી. આર. પાટીલ અને હાર્દિક પટેલની સભાસભા

  • જામનગરમાં શુક્રવારે સી.આર.પાટીલ અને હાર્દિક પટેલની સભા યોજાશે
  • બન્ને નેતા સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે પાર્ટીનો કરશે પ્રચાર
  • ગાંધીનગર મેઈન રોડ પર આવેલા વિશ્વકર્મા બાગમાં ભાજપનો કાર્યક્રમ યોજાશે

જામનગરઃ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો લહેરાયા બાદ કાર્યકર્તા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારે 78 જામનગર ઉત્તર વિધાનસભા તથા 79 જામનગર દક્ષિણ વિધાનસભાનો કાર્યકર્તા અભિવાદન સમારોહ યોજાશે. આ કાર્યક્રમ ગાંધીનગર મેઈન રોડ ખાતે આવેલા વિશ્વકર્મા બાગમાં સવારે 8 કલાકે યોજવામાં આવશે. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહેશે.

ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસનો દબદબો, કોંગ્રેસની પકડ ઢીલી કરવા ભાજપ મેદાને

જો કે, જામનગર ગ્રામ્ય વિસ્તારમાં એવું મનાય છે કે અહીં કોંગ્રેસનો દબદબો છે. ગત ટર્મમાં પણ કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હતું. જો કે, તાલુકા પચાયતમાં પણ કોંગ્રેસનો વિજય થયો હતો બાદમાં ભાજપે 6માંથી 5 તાલુકા પચાયત પર કબજો જમાવ્યો હતો, ત્યારે આ ચૂંટણીમાં કોણ બાજી મારશે તે તો આવનારો સમય જ કહેશે.

Last Updated : Feb 25, 2021, 5:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.