ETV Bharat / city

જામનગર: કોવિડની ખાનગી હોસ્પિટલોમા લૂંટ ચાલતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનો વિરોધ

author img

By

Published : Apr 12, 2021, 7:52 PM IST

જામનગર મનપાએ 7 જેટલી ખાનગી હોસ્પિટલને કોરોના સારવારની પરવાનગી આપી છે, જેને લઇને શહેર કોંગ્રેસે આ નિર્ણયનો વિરોધ કર્યો છે.

corona
જામનગર: કોવિડની ખાનગી હોસ્પિટલોમા લૂંટ ચાલતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનો વિરોધ

  • જામનગર મનપા સામે કોંગ્રેસનો વિરોધ
  • ખાનગી હોસ્પિટલને કોરોના સારવાર પરવાનગી આપતા કરવામાં આવ્યો વિરોધ
  • કોરોના ગાઇડલાઇનના પાલન સાથે કરવામાં આવ્યો વિરોધ


જામનગર: સોમવારે 12 વાગ્યે લાલ બગલા સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાએ 7 જેટલી ખાનગી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લઈ શકે તે માટે મંજૂરી આપી છે જેને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

જામનગર: કોવિડની ખાનગી હોસ્પિટલોમા લૂંટ ચાલતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનો વિરોધ
ગરીબ દર્દીઓ ક્યાં સારવાર કરાવે? કોવિડની ખાનગી હોસ્પિટલમાં રોજના દર્દીઓ પાસેથી રૂપિયા 19 હજારનો ચાર્જ લેવામાં આવી રહ્યો છે, જે ગરીબ દર્દીઓને છે તે ક્યા જાય અને માં અમૃતમ કાર્ડ પણ ખાનગી હોસ્પિટલમાં ચાલતું ન હોવાના કારણે ગરીબ દર્દીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહયા છે.

આ પણ વાંચો : કોરોનાનો હાહાકાર, જામનગર કોવિડ હોસ્પિટલમાં 48 કલાકમાં 100ના મોત


સી આર પાટીલ પર કર્યા આક્ષેપ

મીડિયા સાથેની વાતમાં જિલ્લા પ્રમુખ જીવનભાઈ કુંબહારવાડીયાએ જણાવ્યું કે ભાજપના અધ્યક્ષ પાસેથી 5 હજાર જેટલા રેડમડેસીવીર ઇન્જેક્શન મળી આવે છે. જેની સામે કાઈ પણ કાર્યવાહી થતી નથી અને ગરીબ માણસોને સરકાર સારી સારવાર આપવામાં પણ નિષ્ફળ ગઈ છે.

આ પણ વાંચો : જામનગર તાલુકાના 102 ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન કરી જાહેર


કોવિડ ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી વિરોધ

કોવિડની ગાઈડલાઈનનું ધ્યાન રાખી કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં કોંગ્રેસ હોદેદારો લાલ બગલા સર્કલ ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.