ETV Bharat / city

Jamnagar Bird Lover Youth : પક્ષીપ્રેમી આશિષ માડમે પોતાના ઘરને બનાવ્યું પક્ષી ઘર

author img

By

Published : Jan 13, 2022, 6:12 PM IST

Jamnagar Bird Lover Youth : પક્ષીપ્રેમી આશિષ માડમે પોતાના ઘરને બનાવ્યું પક્ષી ઘર
Jamnagar Bird Lover Youth : પક્ષીપ્રેમી આશિષ માડમે પોતાના ઘરને બનાવ્યું પક્ષી ઘર

જામનગરના પક્ષીપ્રેમી આશિષ માડમે પોતાના ઘરે જ પક્ષીઓ માટે સુંદર ઘર બનાવ્યું છે. જેમાં અનેક પક્ષીઓને સારવાર (Jamnagar Bird Lover Youth) આપવામાં આવી રહી છે.

જામનગરઃ જામનગરમાં નવાગામમાં રહેતા આશિષ માડમે પોતાના ઘરને આ પક્ષીઓને સોંપી દીધું છે. પક્ષીઓની તેઓ અહીં ટ્રીટમેન્ટ કરવાથી લઈને તેઓ સાજા ન થાય ત્યાં સુધી સેવા કરે છે. આશિષે મિત્રો સાથે મળીને સાંઇરામ ટ્રસ્ટ બનાવ્યું અને પક્ષી ટ્રીટમેન્ટ હાઉસ તૈયાર કર્યું. ઘરની અંદર (Jamnagar Bird Lover Youth) એક સુંદર ગાર્ડન બનાવ્યું અને શરુ કરી પક્ષીઓની સારવાર. અત્યાર સુધીમાં 250 જેટલાં પક્ષીઓમાંથી 150 જેટલાં પક્ષીઓને યોગ્ય સારવાર આપી સાજા પણ કર્યા છે.

આશિષે મિત્રો સાથે મળીને સાંઇરામ ટ્રસ્ટ બનાવ્યું અને પક્ષી ટ્રીટમેન્ટ હાઉસ તૈયાર કર્યું

ઉત્તરાયણમાં વધી જાય છે ઇજાગ્રસ્ત પક્ષીઓ

ઉત્તરાયણના (Makarsankranti 2022) તહેવાર પર અનેક પક્ષીઓ પતંગની દોરીના કારણે ઇજાગ્રસ્ત થતાં હોય છે. આ બોલ પક્ષીઓને સમયસર સારવાર ન મળવાને કારણે મોતને પણ ભેટે છે. ત્યારે આશિષ માડમે (Jamnagar Bird Lover Youth) પોતાના ઘરે જ પક્ષીઓ માટે સુંદર ઘર બનાવ્યું છે જેમાં અનેક પક્ષીઓને સારવાર આપવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Migratory Birds in Gir Forest: શિયાળો શરૂ થતાં જ ભાગ્યે જ જોવા મળતું પક્ષી બેસરા પક્ષીનું જૂનાગઢમાં આગમન

ઇજાગ્રસ્ત પક્ષીઓને સમયસર સારવાર મળવી જોઈએ

ઉત્તરાયણના (Makarsankranti 2022) તહેવાર પર પક્ષી બચાવો અભિયાન શરૂ કરવામાં આવે છે અનેક સંસ્થાઓ પક્ષીઓને બચાવવા માટે હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરતી હોય છે. જોકે જામનગર શહેરમાં વિદેશી પક્ષીઓ મોટા પ્રમાણમાં આવતા હોય છે. શિયાળાની ઋતુમાં અહી આવતાં વિદેશી પક્ષીઓ પણ આ ઉત્તરાયણમાં ઇજાગ્રસ્ત થતાં હોય છે.

નાનપણથી જ પક્ષી પ્રેમ ધરાવે છે

આશિષ માડમનો અનોખો પક્ષી પ્રેમ (Jamnagar Bird Lover Youth) આજકાલનો નથી. તેઓ બાળપણથી પક્ષીપ્રેમી છે.ઇજાગ્રસ્ત પક્ષીઓ જ્યાં સુધી ઇજામાંથી સાજા ન થાય ત્યાં સુધી તેઓ પોતાના ઘરમાં જ પક્ષીઓને રાખે છે.

આ પણ વાંચોઃ Bhavnagar Birds in Danger : ઉત્તરાયણમાં પક્ષીઓના જીવને ગંગાજળિયા વિસ્તારમાં જોખમ, ભાજપ કોંગ્રેસ શું કહે છે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.