ETV Bharat / city

જામનગરમાં નર્સિંગ સ્ટાફ દ્વારા આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસની ઉજવણી કરાઈ

author img

By

Published : May 12, 2021, 5:35 PM IST

જામનગરમાં નર્સિંગ સ્ટાફ દ્વારા આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસની ઉજવણી કરવામાં આવી હતું. કોરોના મહામારીનું સંપૂર્ણપણે પાલન કરી નર્સિંસ ડેની ઉજવણી કરવામાં આવી છે. તમામ નર્સિંગ સ્ટાફે સોશિયલ ડિસ્ટન્સ જાળવી નર્સિંસ ડેની ઉજવણી કરી હતી.

જામનગરમાં નર્સિંગ સ્ટાફ દ્વારા આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસની ઉજવણી કરાઈ
જામનગરમાં નર્સિંગ સ્ટાફ દ્વારા આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસની ઉજવણી કરાઈ

  • બીજા વિશ્વ યુદ્ધમાં કરુણાની મૂર્તિ ફ્લોરેન્સ અનેક સેનિકોને બચાવ્યા હતા
  • નર્સિંગ સ્ટાફ દ્વારા ફ્લોરેન્સને પુષ્પાંજલિ અર્પી કેક કાપીને ઉજવણી કરાઈ
  • તમામ નર્સિંગ સ્ટાફે સોશિયલ ડિસ્ટન્સ જાળવી નર્સિંસ ડેની ઉજવણી કરી

જામનગર: વિશ્વ ભરમાં દયા અને કરુણાની મૂર્તિ ફ્લોરેન્સ નાઇટીંગેલના માનમાં નર્સિંસ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે, જામનગરમાં નર્સિંગ સ્ટાફ દ્વારા ફ્લોરેન્સને પુષ્પાંજલિ અર્પી કેક કાપીને ઉજવણી કરવામાં આવી છે. બીજા વિશ્વયુદ્ધમાં યુરોપમાં અનેક સૈનિકો ઘવાયા હતા. આ સૈનિકોની વ્હારે ફ્લોરેન્સ આવી હતી. તે સમયે વીજળી પણ ન હતી ત્યારે, ફ્લોરેન્સ મોડી રાત સુધી દીવાના અજવાળે ઘવાયેલા સૈનિકોની સેવા કરતી હતી. આથી, સૈનિકોને ફ્લોરેન્સએ નવજીવન બક્ષ્યું હતું. અત્યારે વિશ્વભરમાં 12 મેના રોજ ફ્લોરેન્સની યાદમાં આંતરરાષ્ટ્રીય નર્સિંસ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

જામનગરમાં નર્સિંગ સ્ટાફ દ્વારા આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસની ઉજવણી કરાઈ

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય નર્સિંસ દિવસે જ SSG હોસ્પિટલના નર્સિંગ સ્ટાફનું સરકાર સામે વિરોધ પ્રદર્શન

કોવિડ ગાઈડલાઈનનું પાલન કરી કરાઈ ઉજવણી

જામનગરમાં કોવિડ તેમજ નોનકોવિડમાં ડ્યુટી નિભાવતા નર્સિંગ સ્ટાફ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી છે. જોકે, આ વર્ષે કોરોના મહામારીનું સંપૂર્ણપણે પાલન કરી નર્સિંસ ડેની ઉજવણી કરવામાં આવી છે. તમામ નર્સિંગ સ્ટાફે સોશિયલ ડિસ્ટન્સ જાળવી નર્સિંસ ડેની ઉજવણી કરી હતી.

જામનગરમાં નર્સિંગ સ્ટાફ દ્વારા આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસની ઉજવણી કરાઈ
જામનગરમાં નર્સિંગ સ્ટાફ દ્વારા આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસની ઉજવણી કરાઈ

આ પણ વાંચો: અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં 1,574 નર્સિંગ સ્ટાફ સતત દર્દીઓની સેવામાં તહેનાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.