ETV Bharat / city

Corona Cases Jamnagar: કોરોનાના વધતા સંક્રમણ સામે કેવી તકેદારી રાખવી, જાણો શું કહે છે ડૉક્ટર ?

author img

By

Published : Jan 26, 2022, 11:47 AM IST

જામનગરમાં કોરોના કેસ (Corona Cases Jamnagar) દિવસેને દિવસે વધતા જાય છે. જેને પગલે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનો નિષ્ણાંત ડોક્ટર સ્ટાફ ખડે પગે ફરજ બજાવી રહ્યો છે. ખાસ કરીને અલગ-અલગ વિષયના ડોક્ટરો (GG Hospital Docters on corona) દ્વારા કોરોના વિશે રસપ્રદ માહિતી પણ આપવામાં આવી છે.

Corona Cases Jamnagar
Corona Cases Jamnagar

જામનગર: પંથકમાં દિવસે દિવસે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જોકે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં (GG Hospital) અનુભવી અને નિષ્ણાંત ડોક્ટર હોવાને કારણે રિકવરી રેટ પણ સારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કોરોનાની બીજી લહેરમાં જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં ડોક્ટર્સ દ્વારા જે પ્રકારની ફરજ નિભાવવામાં આવી હતી તે કાબિલે દાદ હતી. તો ત્રીજી લહેરમાં (Third Wave Of Cororna) પણ જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનો નિષ્ણાંત ડોક્ટર સ્ટાફ ખડે પગે ફરજ બજાવી રહ્યો છે. ખાસ કરીને અલગ-અલગ વિષયના ડોક્ટરો દ્વારા કોરોના વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી છે.

કોરોનાના વધતા સંક્રમણ સામે કેવી તકેદારી રાખવી, જાણો શું કહે છે ડૉક્ટર ?

જેમ બને તેમ વધુમાં વધુ કોરોનાના દર્દીઓ સાજા થાય તેવા પ્રયાસ: રાજેશ ગોંડલીયા

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના (IMA) પ્રમુખ રાજેશ ગોંડલીયા જણાવી રહ્યા છે કે, ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં (GG Hospital Docters on corona) સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓને તાત્કાલિક સજા કરવામાં આવે તે માટેના તમામ પ્રયાસો ડોક્ટર્સ દ્વારા કરવામાં આવેલા છે. ખાસ કરીને ઈન્ડીયન મેડિકલ એસોસિએશન યોજાતી હોય છે તેમાં પણ ડોક્ટર્સના મંતવ્યો લેવામાં આવે છે. જેમ બને તેમ વધુમાં વધુ કોરોનાના દર્દીઓ સાજા થાય અને મૃત્યુઆંક સતત ઓછો રહે તેવા પ્રયાસો ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના ડોક્ટર કરી રહ્યા છે.

જેમ બને તેમ વધુમાં વધુ કોરોનાના દર્દીઓ સાજા થાય તેવા પ્રયાસ: રાજેશ ગોંડલીયા
જેમ બને તેમ વધુમાં વધુ કોરોનાના દર્દીઓ સાજા થાય તેવા પ્રયાસ: રાજેશ ગોંડલીયા

જો ગોળીથી ફરક ન પડે તો તાત્કલિક હોસ્પિટલ જવું જોઈએ: ડૉ. ભુપેન્દ્ર ગોસ્વામી

ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કોરોના નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. ભુપેન્દ્ર ગોસ્વામી જણાવી રહ્યા છે કે, આજકાલ કોરોના દર્દીઓ મોટાભાગના હોમઆઇસોલેટ થતા હોય છે. જોકે આ દર્દીઓને તાવ તેમજ ઉધરસ, શરદી અને પેરાસિટામોલ ગોળી લેવા છતાં પણ તાવ ન ઊતરે તો તાત્કાલિક તેમણે હોસ્પિટલના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જેના કારણે નિષ્ણાંત ડોક્ટરો દ્વારા આ દર્દીને તાત્કાલિક સારવાર મળી રહે અને કોરોનાથી મુક્તિ મળે.

જો ગોળીથી ફરક ન પડે તો તાત્કલિક હોસ્પિટલ જવું જોઈએ: ડૉ. ભુપેન્દ્ર ગોસ્વામી
જો ગોળીથી ફરક ન પડે તો તાત્કલિક હોસ્પિટલ જવું જોઈએ: ડૉ. ભુપેન્દ્ર ગોસ્વામી

જે લોકોને કોઈ બીમારી હોય તે લોકોને કોરોના વધુ અસર કરી રહ્યો છે: ડો. એસ.એસ.ચેટરજી

ડો. એસ.એસ.ચેટરજી જણાવી રહ્યા છે કે, હજુ કેસ વધતા ડેલ્ટા અને ઓમિક્રોનના દર્દીઓ પણ મોટી સંખ્યમાં આવી રહ્યા છે. જોકે ડરવા જેવું નથી અમુક કેસ બાદ કરતા મોટા ભાગના દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફરી રહ્યા છે પણ જે લોકોને કોઈ બીમારી હોય તે લોકોને કોરોના વધુ અસર કરી રહ્યો છે. બીજી લહેરમાં ડો. એસ.એસ.ચેટરજીએ ઉમદા કામગીરી કરી હતી, જેનું મુખ્યપ્રધાને પણ અભિવાદન કર્યું હતું.

જે લોકોને કોઈ બીમારી હોય તે લોકોને કોરોના વધુ અસર કરી રહ્યો છે: ડો. એસ.એસ.ચેટરજી
જે લોકોને કોઈ બીમારી હોય તે લોકોને કોરોના વધુ અસર કરી રહ્યો છે: ડો. એસ.એસ.ચેટરજી

આ પણ વાંચો: Gujarat Corona update : રાજ્યમાં આજે ફરી વખત કોરોના કેસમાં થયો વધારો, 24 કલાકમાં 16,608 લોકો થયા સંક્રમિત

તમામ દર્દીઓને બચાવવામાં ડોક્ટરની ટીમનો સિંહ ફાળો હોય છે: ડો. નંદીની દેસાઈ

ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના ડીન ડો. નંદીની દેસાઈ જણાવી રહ્યા છે કે, નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ સતત કાર્યશીલ છે. જોકે કોરોનામાં ફરજ બજાવતા ડોક્ટર વધતા કેસ અને અનુભવના આધારે સતત સુજાવો પણ આપી રહ્યાં છે તે તમામ લોકોએ અનુસરવા જોઈએ. જેથી જામનગર જિલ્લાને કોરોનામુક્ત કરી શકીએ. સાથે સાથે સમગ્ર સોરાષ્ટ્રમાંથી અહી દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે. તમામ દર્દીઓને બચાવવામાં ડોક્ટરની ટીમનો સિંહ ફાળો હોય છે.

તમામ દર્દીઓને બચાવવામાં ડોક્ટરની ટીમનો સિંહ ફાળો હોય છે: ડો. નંદીની દેસાઈ
તમામ દર્દીઓને બચાવવામાં ડોક્ટરની ટીમનો સિંહ ફાળો હોય છે: ડો. નંદીની દેસાઈ

આ પણ વાંચો: India Corona Update : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસ 2.5 લાખથી વધુ, 614 લોકોના મોત

સગર્ભાને કોરોનાના લક્ષણો જણાય તો તાત્કાલિક તેને હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ: ડૉ. નલિનીબેન

ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં ગાયનેક વિભાગના વડા ડૉ. નલિનીબેન જણાવી રહ્યા છે કે, કોરોનામાં ખાસ કરીને સગર્ભા મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું અને અન્ય લોકોના સંપર્કમાં આવવું ટાળવું તે જરૂરી છે. જો કોઈ સગર્ભાને કોરોનાના લક્ષણો જણાય તો તાત્કાલિક તેને હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ.

સગર્ભાને કોરોનાના લક્ષણો જણાય તો તાત્કાલિક તેને હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ: ડૉ. નલિનીબેન
સગર્ભાને કોરોનાના લક્ષણો જણાય તો તાત્કાલિક તેને હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ: ડૉ. નલિનીબેન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.