ETV Bharat / city

જામનગરમાં જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાનું શરૂ

author img

By

Published : Feb 8, 2021, 4:38 PM IST

જામનગર જિલ્લા પંચાયતની 24 અને 6 તાલુકા પંચાયતની કુલ 112 બેઠકોની ચૂંટણી માટે આજે સોમવારે વિધિવત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ સાથે જ પંચાયતો માટે ઉમેદવારી નોંધાવવાનો પણ આજે સોમવારથી પ્રારંભ થયો છે. મહાનગરો બાદ હવે પંચાયતોની બેઠક માટે ઉમેદવાર પસંદ કરવાની કવાયત રાજકીય પક્ષોમાં તેજ બની છે. જેથી મુખ્ય હરીફ પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારો પસંદ કરવા માટેનું મહામંથન શરૂ કરી દેવામાં આવ્યું છે.

જામનગરમાં જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાનું શરૂ
જામનગરમાં જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાનું શરૂ

  • જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી પ્રક્રિયાનો સોમવારથી પ્રારંભ
  • રાજ્યની 6 મહાપાલિકાઓમાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ
  • આજથી નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ

જામનગરઃ મહાનગરપાલિકાની ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે સોમવારથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત જામનગર જિલ્લા પંચાયતની 24 ઉપરાંત ધ્રોલ તાલુકા પંચાયની 16, જોડિયાની 16, જામજોધપુરની 18, લાલપુરની 18, જામનગરની 26 તથા કાલાવડ તાલુકા પંચાયતની 18 બેઠકની ચૂંટણી માટે આજે સોમવારે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ સાથે જ તાલુકા પંચાતયો માટે પણ પ્રતિબંધાત્મક આદેશો અમલમાં મૂકવામાં આવ્યા છે.

ETV BHARAT
ચૂંટણી ફોર્મ ભરવાનું શરૂ

ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ

જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાના ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી દેવામાં આવી છે. જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો તાલુકા પંચાયતોની 112 બેઠક માટે ભાજપમાં કુલ 413 દાવેદારો નોંધાયા છે, જ્યારે જિલ્લા પંચાયતની 24 બેઠક માટે 124 દાવેદારો નોંધાયા છે. પક્ષની પાર્લામેન્ટરી કમિટી દ્વારા આ દાવેદારોમાંથી ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. મહાપાલિકાની પસંદગી પ્રક્રિયા બાદની સ્થિતિને ધ્યાનમાં રાખી ભાજપ મોવડી મંડળ દ્વારા પંચાયતોમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. તો બીજી તરફ મોટાભાગની પંચાયતોમાં સત્તા સ્થાને રહેલી કોંગ્રેસ માટે પણ ગઢ જાળવી રાખવા પડકારજનક સ્થિતિનું નિર્માણ થયું છે. બન્ને પક્ષોમાં બળવાની સ્થિતિને ધ્યાનમાં રાખી છેલ્લી ઘડીએ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે તેવું જણાઇ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.