ETV Bharat / city

જામનગર પોલીસમાં ફરજ બજાવતા આફતાબ સફિયાનું કોરોના સંક્રમણથી નિધન, ગાર્ડ ઓફ ઓનર અપાયું

author img

By

Published : Apr 16, 2021, 5:41 PM IST

જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં આજરોજ જામનગર સિટી એ ડીવીઝન માં ફરજ બજાવતા આફતાબ સફિયાનું કોરોનાથી મોત નીપજ્યું છે.

Jamnagar police
Jamnagar police

  • જામનગર પોલીસમેન આફતાબ સફિયા કોરોના સામે જંગ હાર્યા
  • સિટી એ ડિવિઝનમાં બજાવતા હતા ફરજ
  • આફતાબ સફિયાને અપાયું ગાર્ડ ઓફ ઓનર

જામનગર : જિલ્લા કોરોના સંક્રમણે વિકરાળ રૂપ ધારણ કર્યું છે, રોજ 300થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે, જે સાથે સાથે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે, ત્યારે જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં શુક્રવારના રોજ જામનગર સિટી A ડિવિઝનમાં ફરજ બજાવતા આફતાબ સફિયાનું કોરોનાને કારણે મોત થયું હતું.

પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

કોરોના મહામારી વચ્ચે જ્યારે કોરોના વોરિયર્સ સેવા આપી રહ્યા છે, ત્યારે જામનગરમા પોલીસ તરીકે સિટી A ડિવિઝનમાં ફરજ બજાવતા આફતાબ સફિયાનુ કોરોનાના કારણે મોત થયુ છે, ત્યારે જામનગરમા શુક્રવારે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

આફતાબ સફિયાને અપાયું ગાર્ડ ઓફ ઓનર

આ પણ વાંચો - રાજકોટ પોલીસ ડોગ પૂજાનું અવસાન થતા આપ્યું "ગાર્ડ ઓફ ઓનર"

પોલીસ બેડામાં શોકની લાગણી

આફતાબ સફિયા આ અગાઉ SOGમાં પણ ખૂબ સારી કામગીરી કરી છે. પોલીસ કર્મી આફતાબ સફિયાનું કોરોનાથી અવસાન થતા પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.

આ પણ વાંચો - વડોદરા SSG હોસ્પિટલના કોરોના વોરિયર બ્રધરનું કોરોનાથી મૃત્યુ, સિક્યુરિટી ગાર્ડ્સે ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિદાય આપી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.