ETV Bharat / city

જામનગરમાં બહેનની મદદે આવેલી નાનીબહેન પર બનેવીએ આચર્યું દુષ્કર્મ

author img

By

Published : Apr 7, 2021, 5:13 PM IST

Updated : Apr 7, 2021, 7:26 PM IST

જામનગર શહેરમાં બીમાર બહેનના ઘરે આવેલી નાની બહેન પર બનેવીએ આઠ માસ પહેલા ધાકધમકી આપી અને દુષ્કર્મ આચરીને આઠ માસનો ગર્ભ રાખી દીધો હોવાની ઘટના સામે આવી છે.

સાળી પર બનેવીએ દુષ્કર્મ આચર્યું
સાળી પર બનેવીએ દુષ્કર્મ આચર્યું

  • બીમાર બહેનના ઘરે આવી હતી નાની બહેન
  • સાળી પર બનેવીએ દુષ્કર્મ આચર્યું
  • સિટી A ડિવિઝનમાં નોંધાઇ ફરિયાદ

જામનગર: શહેરમાં રહેતી મોટી બહેન બીમાર હોવાથી આઠ મહિના પહેલા નાની બહેન મદદ માટે આવી હતી, ત્યારે મોટી બહેનના પતિએ જ સાળી ઉપર નજર બગાડી હતી અને સાળીને ધાક-ધમકી આપી હતી તેમજ બેથી ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ તેની માતા-પિતાના ઘરે ચાલી ગઈ હતી. બે દિવસ પહેલા યુવતીને પેટમાં દુખાવો ઉપડતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ યુવતીને આઠ માસનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. આ ઘટના બાદ યુવતીના માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

આ પણ વાંચો: 13 માસની બાળકી સાથે દુષ્કર્મ, આરોપી પોલીસ સકંજામાં

આ પણ વાંચો: બાળકી ગુમ થવાની ફરિયાદ આપનારો પિતા જ નરાધમ નિકળ્યો, દુષ્કર્મ આચરતો હોવાથી સગીરા ભાગી ગઈ હતી

પોલીસે બનેવીની કરી ધરપકડ

જે સમગ્ર ઘટના બાદમાં યુવતીએ સિટી A ડિવિઝનમાં બનેવી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. સમગ્ર કેસની તપાસ મહિલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. પોલીસે આરોપી બનેવીની ધરપકડ કરી રિમાન્ડ માટેની કાર્યવાહી શરૂ કરી છે.

Last Updated :Apr 7, 2021, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.