ETV Bharat / city

World Water Day 2022: ગુજરાતના કુલ 16 જિલ્લાને 100 ટકા નલ સે જલ હેઠળ સમાવાયા

author img

By

Published : Mar 26, 2022, 8:48 PM IST

Updated : Mar 26, 2022, 8:56 PM IST

વર્લ્ડ વોટર ડે નિમિત્તે રાજ્યમાં કેબિનેટપ્રધાન(Cabinet Minister) ઋષિકેશ પટેલે કહ્યું કે ગુજરાતના 18,000 ગામોમાં પીવા માટે સરફેસ વોટર(Surface water) પહોંચાડવાનો રાજ્ય સરકારે સંકલ્પ કર્યો છે. જે વર્ષના અંત સુધીમાં તમામ ગામોમાં નલ સે જલ અભિયાન હેઠળ નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવશે.

World Water Day 2022: ગુજરાતના કુલ 16 જિલ્લાને 100 ટકા નલ સે જલ હેઠળ સમાવાયા: ઋષિકેશ પટેલ
World Water Day 2022: ગુજરાતના કુલ 16 જિલ્લાને 100 ટકા નલ સે જલ હેઠળ સમાવાયા: ઋષિકેશ પટેલ

ગાંધીનગર: વર્લ્ડ વોટર ડે 2022ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં કેબિનેટપ્રધાન ઋષિકેશ પટેલે ગુજરાતના 18,000 ગામોમાં પીવા માટે સરફેસ વોટર પહોંચાડવાનો રાજ્ય સરકારે સંકલ્પ કર્યો છે. આ વર્ષના અંત સુધીમાં તમામ ગામોમાં નલ સે જલ અભિયાન(Nal Se Jal Abhiyan) હેઠળ નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવશે.

જિલ્લાનો સમાવેશ થયો - જેના ભાગરૂપે આજે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ભાવનગર અને ખેડા જિલ્લાને 100 ટકા નલ સે જલ દ્વારા પાણી અપાતા જિલ્લા જાહેર કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં કુલ 16 જિલ્લાનો આ યોજના હેઠળ સમાવેશ કરાયો છે. તેમ વિશ્વ જળ દિવસની ઉજવણી નિમિત્તે જળસંપત્તિપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

આ પણ વાંચો: World Water Day 2022 : ઘેડની અનોખી સમસ્યા, ચોમાસામાં પૂર અને ઉનાળામાં પોકાર પાણીનો

કચ્છમાં પાણીની અછત દૂર થઈ - કેબિનેટપ્રધાન ઋષિકેશ પટેલે પાણી વિશે યોજાયેલા એક દિવસીય મહામંથન કાર્યક્રમમાં(One day Mahamanthan program) જણાવ્યું હતું કે ગુજરાત પાણી ક્ષેત્રે આત્મનિર્ભર(Gujarat is self-sufficient in water) બન્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલા હર ઘર જલ અભિયાન અંતર્ગત તમામ ઘરોમાં નળ દ્વારા પીવાનું પાણી આપવાના અભિયાનમાં ગુજરાત અગ્રેસર છે. અગાઉ આપણે પાણીની અછત એટલે કે ગામેગામ ટેન્કર રાજ પણ જોયા છે. ઉનાળામાં કચ્છના પશુપાલકોએ તો સ્થળાંતર કરવું પડતું હતું જ્યારે અત્યારે નર્મદા યોજના, સુજલામ સુફલામ યોજના સહિતની વિવિધ પાણી પુરવઠા યોજનાના પરિણામે પાણીના જળસ્તર ઊંચા આવ્યા(Ground water comes up) છે અને પાણીની અછત દૂર થઈ છે.

આ પણ વાંચો: World Water Day : "જે જગ્યાએ પાણી બગાડ થાય છે તે લોકોના નળ કનેક્શન કાપી ને દંડ"

નવી ટેકનોલોજીથી પીવાનું પાણી પહોંચાડવા આવશે - ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે નવી ટેકનોલોજીના ઉપયોગથી પીવાનું શુદ્ધ પાણી(Drinking Pure Water) છેવાડાના ઘર સુધી કેવી રીતે પહોંચે તેની ચિંતા કરવી પડશે. આ સિવાય પાણીના સુચારૂં ઉપયોગ માટે જન-જાગૃતિ પણ લાવવી પડશે. પાણીના મૂલ્ય તેની કિંમત અંગે લોકોને સતત પ્રતીતિ કરાવી પડશે તો જ પાણીનો દુરુપયોગ અટકાવી શકીશું. આપણે પાણી, વીજળી, પર્યાવરણ બચાવીએ તો આ પણ એક શ્રેષ્ઠ દેશભક્તિ જ છે.

પાણી મુદ્દે MOU - વિશ્વ જળ દિવસ નિમિત્તે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અને ફિનિશ વોટર ફોરમ, ફિનલેન્ડ દ્વારા MOU કરવામાં આવેલ છે. આ MOUમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ(Sustainable Development Goals) નંબર 6: સ્વચ્છ પાણી અને સ્વચ્છતાને બંને દેશો એ એકબીજાના સહકાર થકી પૂર્ણ કરવાનો નિશ્ચય કરાયો છે. પીવાના પાણી ક્ષેત્રે વોટર ડિસ્ટ્રીબ્યુશન, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, ગટર વ્યવસ્થા, બિન મહેસૂલ પાણી, ટ્રીટેડ ગંદા પાણીનો પુનઃઉપયોગ અને પાણી વ્યવસ્થાપન બાબતે ટેકનોલોજીનાં આદાન પ્રદાન માટે બંને દેશોએ પરસ્પર સહમતી દર્શાવેલ છે.

Last Updated : Mar 26, 2022, 8:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.