ETV Bharat / city

World Museum Day 2022: આજથી ત્રણ દિવસ યોજાશે વડનગર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ

author img

By

Published : May 17, 2022, 10:04 AM IST

Updated : May 18, 2022, 10:50 AM IST

World Museum Day 2022: આજથી ત્રણ દિવસ યોજાશે વડનગર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ
World Museum Day 2022: આજથી ત્રણ દિવસ યોજાશે વડનગર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 18થી 20 મે ત્રિદિવસીય વડનગર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ (Vadnagar International Conference) યોજાશે. આ પ્રસંગે કેન્દ્રિય રાજ્યપ્રધાન મિનાક્ષી લેખી અને વિવિધ દેશના યુનેસ્કોના પ્રતિનિધિઓ ઉપસ્થિત (UNESCO representatives at the Mahatma Mandir) રહેશે.

ગાંધીનગરઃ આજે (18 મે)એ વિશ્વ મ્યુઝિયમ દિવસની (World Museum Day 2022) ઉજવણી થઈ રહી છે. ત્યારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 18થી 20 મે ત્રિદિવસીય વડનગર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ (Vadnagar International Conference) યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૂળ ગામ વડનગરને વિશ્વમાં હેરિટેજ ડેસ્ટિનેશન (Vadnagar Heritage Destination) તરીકે ઓળખ મળે તે માટે વડનગરના ભવ્ય ઈતિહાસ અને વિરાસતને લેન્ડમાર્ક હેરિટેજ ડેસ્ટિનેશન તરીકે પણ મૂકવામાં આવશે. તો આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રિય નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. કેન્દ્રિય રાજ્યપ્રધાન મિનાક્ષી લેખી (Union Minister of State Meenakshi Lekhi) અને વિવિધ દેશોના યુનેસ્કોના પ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતિમાં (UNESCO representatives at the Mahatma Mandir) કરાવશે.

આ પણ વાંચો- GIFT સિટીને બનાવાશે ગ્લોબલ ફાઈનાન્શિયલ હબ, કેન્દ્રિય ગૃહપ્રધાને કરી સમીક્ષા

મહાત્મા મંદિર ખાતે 18થી 20 મે ત્રિદિવસીય આ કોન્ફરન્સનું આયોજન ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા કેન્દ્રિય સાંસ્કૃતિક વિભાગ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. આ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ (Vadnagar International Conference) વડનગરના પુરાતન ઐતહાસિક મહત્વ, સ્થાપત્ય વારસો, નગર રચના (History and heritage of Vadnagar) જેવી મહત્વપૂર્ણ બાબતોને વર્તમાન પરિપ્રેક્ષ્યમાં વિશ્વ સમુદાય સમક્ષ ઉજાગર કરીને વડનગરને ‘‘લેન્ડ માર્ક હેરિટેજ ડેસ્ટિનેશન’’ (Vadnagar Landmark Heritage Destination) તરીકે વિકસિત કરવા માટેની વ્યૂહરચના અને આપસી વૈચારિક આદાન-પ્રદાનનું સક્ષમ પ્લેટફોર્મ બનશે.

આ પણ વાંચો- આજે નહીં આવે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ, જૂઓ કેમ...

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ઉજવણી - વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ઉજવાઈ રહેલા આઝાદીના અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav) અંતર્ગત યોજાનારી આ ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં (Vadnagar International Conference) વડાપ્રધાન મોદીના વતન ભૂમિ એવા વડનગરના પુરાતત્વીય વૈભવ વારસાને પ્રવાસન વૈવિધ્ય ધામ તરીકે વિકસાવવા અંગેનું સામૂહિક વિચારમંથન થશે. આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં જે વિવિધ વિષયોના ચર્ચાસત્રો યોજાઈ રહ્યા છે. તેમાં વડનગરના ઈતિહાસ, વિરાસત અને સાંસ્કૃતિક મહત્તા, વડનગરના પુરાતત્વીય સ્થળો, જળવ્યવસ્થાપન, જળસંગ્રહની પરંપરાગત પદ્ધતિઓ, બુદ્ધિસ્ટ હેરિટેજ, પુરાતત્વીય સંગ્રહાલયોના વિકાસ માટે વૈશ્વિક સંભાવનાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

હજારો લોકો લેશે ભાગ - આ ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં (Vadnagar International Conference) આંતરરાષ્ટ્રીય કક્ષાના 8 અને રાષ્ટ્રીય કક્ષાનાા 20 જેટલા વક્તાઓ, યુનેસ્કોના પ્રતિનિધિઓ (UNESCO representatives at the Mahatma Mandir), સાહિત્યકારો, ઈતિહાસવિદો, પુરાતત્વવિદો, વડનગરના નગરજનો, સેપ્ટ યુનિવર્સિટી, IIT ગાંધીનગર, ડેક્કન કૉલેજ પૂના સહિતના વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, યુવા વિદ્યાર્થીઓ સહિત અંદાજે 2,000થી વધુ લોકો સહભાગી થશે.

અંતિમ દિવસે વડનગરની મુલાકાતનું આયોજન - આ ત્રિદિવસીય કોન્ફરન્સના (Vadnagar International Conference) અન્ય આકર્ષણોમાં ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા આર્ટ ફેક્ટસ એક્ઝિબિશન, વડનગર ચાર્ટર ઓન હેરિટેજ ટૂરિઝમ, ફાઈન આર્ટસના વિદ્યાર્થીઓએ વડનગરના વિવિધ પહેલુઓ રજૂ કરતા બનાવેલા સ્કેચ ચિત્રોની પ્રદર્શની ઉપરાંત કોન્ફરન્સના (Vadnagar International Conference) અંતિમ દિવસે વડનગરના દર્શનીય સ્થાનોની પ્રત્યક્ષ મુલાકાતનું પણ આયોજન કરવામાં આવ્યું છે

Last Updated :May 18, 2022, 10:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.