ETV Bharat / state

ગુજરાત ઇલેક્શન ઇફેક્ટ: વડાપ્રધાને રાજ્યમાં અમૃત 2.0 યોજનાને લીલી ઝંડી આપી, થશે કરોડોના કામ

author img

By

Published : May 16, 2022, 8:33 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Prime Minister Narendra Modi) ગુજરાતમાં અમૃત 2.0 યોજનાની મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત જેમાં રાજ્યના નગરો અને મહાનગરોમાં 5,128 કરોડના વિકાસના કામો કરવામાં આવશે.

ગુજરાત ઇલેક્શન ઇફેક્ટ: વડાપ્રધાને રાજ્યમાં અમૃત 2.0 યોજનાને લીલી ઝંડી આપી, થશે કરોડના કામ
ગુજરાત ઇલેક્શન ઇફેક્ટ: વડાપ્રધાને રાજ્યમાં અમૃત 2.0 યોજનાને લીલી ઝંડી આપી, થશે કરોડના કામ

ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તમામ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે. ગુજરાતમાં અને કેન્દ્ર સરકારમાં ભાજપની સરકાર છે ત્યારે ગુજરાત ઇલેક્શન માટે ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi)ગુજરાતમાં અમૃત 2.0 યોજનાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં રાજ્યના નગરો અને મહાનગરોમાં 5,128 કરોડના વિકાસના કામો કરવામાં આવશે.

કેવી છે યોજના - ગુજરાત શહેરી વિકાસ મિશન-GUDM દ્વારા અમૃત 2.0 મિશન અંતર્ગત રૂપિયા 15,000 કરોડના કામો સ્ટેટ વોટર એક્શન પ્લાન અન્વયે ત્રણ તબક્કામાં હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ (Gujarat Urban Development Mission)દેશના રાજ્યોમાં નગરો, મહાનગરોમાં 100 ટકા પાણી પુરવઠા તથા ભૂગર્ભ ગટર યોજનાની વ્યવસ્થા પૂરી પાડવા શરૂ કરવામાં આવેલી અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન-અમૃત 2.0 મિશન અન્વયે ગુજરાત સરકારે રજૂ કરેલી પ્રથમ તબક્કાના કામો માટેની રૂપિયા 5,128 કરોડની દરખાસ્ત કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે મંજૂર કરી છે.

આ પણ વાંચોઃ ગરીબોને 6 મહિના વધુ મફત રાશનની રાહત, સરકારે ગરીબ કલ્યાણ અન્ન યોજના સપ્ટેમ્બર સુધી લંબાવી

ગુજરાતમાં કેવા થશે કર્યો - ગુજરાત શહેરી વિકાસ મિશન GUDM દ્વારા સ્ટેટ વોટર એક્શન પ્લાનના પ્રથમ તબક્કામાં રાજ્યની 8 મહાનગરપાલિકાઓ, 156 નગરપાલિકાઓ માટે રજુ કરવામાં આવેલી છે. આ દરખાસ્તમાં પાણી પુરવઠાના 206 ભૂગર્ભ ગટર યોજનાના 70 તથા તળાવ નવિનીકરણના 68 અને બાગ-બગીચાના 68 મળી કુલ 412 કામોનો સમાવેશ થાય છે. સ્ટેટ હાઇપાવર સ્ટીયરીંગ કમિટિમાં રજુ કરવામાં આવેલી આ દરખાસ્ત રાજ્ય સરકારે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયની એપેક્ષ કમિટી સમક્ષ તાજેતરમાં રજુ કરી હતી. એપેક્ષ કમિટીએ GUDMની આ સંપૂર્ણ દરખાસ્તનો સ્વીકાર કરીને પ્રથમ તબક્કાના 412 કામો અમૃત 2.0 હેઠળ આવરી લેવા રૂ. 5,128 કરોડની રકમ મંજૂર કરી છે. આ સંદર્ભમાં હવે બધા કામોના ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીને તથા ટેક્નિકલ એપ્રૂવલ મેળવીને તબક્કાવાર આ કામોનો વિવિધ અમલીકરણ સંસ્થાઓ અમલ કરશે.

આ પણ વાંચોઃ Railway Overbridge in Surat : સુરત ઓલપાડ રોડ પર 6 લેનના નવા રેલવે ઓવરબ્રિજની મંજૂરી

રાજ્યમાં તમામ શહેરો નગરપાલિકામાં 100 ટકા પાણી પુરવઠો - વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઓક્ટોબર 2021માં પાંચ વર્ષ માટે લોંચ કરેલી અમૃત 2.0 યોજના અન્વયે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં 100 ટકા પાણી પુરવઠા પહોચાડવાનો તેમજ 31 અમૃત શહેરોમાં 100 ટકા ભૂગર્ભ ગટર યોજનાની વ્યવસ્થા પૂરી પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા આ હેતુસર રૂપિયા 15,000 કરોડની રકમના કામો સ્ટેટ વોટર એક્શન પ્લાન અન્વયે 3 તબક્કામાં હાથ ધરવાનું વિસ્તૃત કાર્યઆયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કાના 5,128 કરોડ રૂપિયાના 412 કામોને કેન્દ્ર સરકારે ત્વરિત મંજૂરી આપતાં રાજ્યના નગરો, મહાનગરોમાં જળ વ્યવસ્થાપનના કામોમાં વેગ આવશે અને રાજ્યના નગરો-મહાનગરો કેન્દ્ર અને રાજ્ય સરકારની ડબલ એન્જિનવાળી સરકારની મદદથી જળ આત્મનિર્ભરતા સાકાર કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.