ETV Bharat / city

રાજયમાં ચોમાસુ બેસતા 2,18,554 હેકટરમાં વાવેતર થયું

author img

By

Published : Jun 24, 2021, 1:36 PM IST

રાજ્યમાં ચોમાસાની વિધીવત પ્રાંરભ થઈ ચૂક્યો છે. રાજ્યમાં ખેડૂતોએ ભીમ અગિયારસથી પૂજા કરીને વાવણીની શરૂઆત કરી હતી. રાજ્યના કૃષિ વિભાગ પ્રમાણે રાજ્યમાં 2,18,554 હેક્ટરમાં વાવેતર થયું છે.

xx
રાજયમાં ચોમાસુ બેસતા 2,18,554 હેકટરમાં વાવેતર થયું

  • રાજ્યમાં ચોમાસુ બેસતા ખેડૂતોએ શરૂ કરી વાવણી
  • રાજ્યમાં ખરીફ પાકનું 2,18,554 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું
  • સૌથી વધુ મગફળી અને કપાસનું વાવેતર

ગાંધીનગર : રાજ્યમાં ચોમાસાનો સત્તાવાર પ્રારંભ થઈ ચૂક્યો છે. ભીમ અગિયારસના દિવસે ખેડૂતોએ પણ પૂજાવિધિ કરીને વાવેતર શરૂ કર્યું છે જેમાં રાજ્યના કૃષિ વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં ખરીફ પાકોનું 2,18,554 હેકટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ વાવેતર મગફળી અને કપાસનું કરવામાં આવ્યું છે.

94,518 હેકટરમાં મગફળીનું વાવેતર

ચોમાસાની શરૂઆત થતા જ રાજ્યમાં ખેડૂતોએ મગફળીનું સૌથી વધુ વાવેતર કર્યું છે. રાજ્યમાં 94,518 હેકટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. મગફળીના પાકમાં વધુ આવક અને રાજ્ય સરકારના ટેકાના ભાવથી ખરીદીમાં ખેડૂતોને વધુ ફાયદો થતો હોવાના કારણે રાજ્યમાં 94,518 હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે 145 સેન્ટર નક્કી કરવામાં આવે છે અને ખેડૂતોને ઓનલાઇન સિસ્ટમ અને મેસેજથી જે તે નજીકના ખરીદો ટેકાના ભાવે ખરીદીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો : Bheem agiyarasના પાવન પર્વે ધરતીપુત્રોએ વાવણીના શ્રીગણેશ કર્યા

99,382 હેકટરમાં કપાસનું વાવેતર

રાજ્યમાં સૌથી વધુ કપાસનું વાવેતર આ ચોમાસાની સિઝન દરમિયાન કરવામાં આવ્યું છે. કૃષિ વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં કુલ 99,382 હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં કપાસનું વાવેતર સૌથી વધુ છે ત્યારબાદ મગફળીનું વાવેતર 94,518 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.

સૌથી ઓછું વાવેતર તમાકુનું

સૌથી ઓછા ભાવે તેની વાત કરવામાં આવે તો માત્ર 10 હેકટરમાં જ તમાકુના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ગત વર્ષે 611 હેક્ટરમાં તમાકુનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ ખેડૂતોને નુકસાની જતા આ વખતે ફક્ત દસ જ હેકટરમાં પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે એટલે કે 601 હેક્ટરમાં અન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે એટલે કે રાજ્યમાં તમાકુના વાવેતર માં સીધો 90 ટકાનો ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો : પોરબંદરના બરડા પંથકમાં પ્રાકૃતિક ખેતીથી ખેડૂતે મેળવ્યો કેરીનો મબલક પાક

ધાન્ય પાકનું વાવેતર વધ્યું

ગુજરાતમાં જે રીતે તમાકુના વાવેતરમાં ઘટાડો આવ્યો છે તેવી જ રીતે ધાન્ય પાકોના વાવેતરમાં વધારો જોવા મળ્યો છે આ વર્ષે 1044 સેક્ટરમાં ધાન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે 625 હેકટરમાં કઠોર પાનું વાવેતર કરવામાં આવ્યું છે. 95,144 હેકટરમાં તેલીબિયાં પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે 1,21,741 હેકટરમાં કપાસ, ગવાર, શાકભાજી, ઘાસ અને તમાકુનું વાવેતર કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.