ETV Bharat / city

Vaccination In Gujarat : જાણો કયાં જિલ્લામાં કેટલું થયું રસીકરણ...

author img

By

Published : Nov 4, 2021, 6:14 PM IST

સમગ્ર દેશમાં અને ગુજરાતમાં કોરોના સંક્રમણ ઉપર કાબુ મેળવવામાં તંત્ર સફળ રહ્યું છે પરંતુ હવે અનેક દેશોમાં કોરોનાની ત્રીજી લહેરનો ભય લોકોને સતાવી રહ્યો છે. ગુજરાતમાં રસીકરણની વાત કરવામાં આવે તો, ત્રીજી લહેર ન આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ઝડપથી 100 ટકા રસીકરણ સંપૂર્ણ થાય તે બાબતનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ જે રીતે આરોગ્ય વિભાગનાં આંકડાઓ સામે આવ્યા છે તેને ધ્યાનમાં લઈએ તો રાજ્યમાં સાત જિલ્લા એવા છે કે જેમાં 80 ટકા જેટલું વેક્સિનેશન પણ પૂર્ણ થઇ શકયું નથી, જ્યારે 33 જિલ્લા માંથી 4 જિલ્લામાં 100 ટકા રસીકરણ પૂર્ણ થયું છે જયારે બાકીનાં 7 જિલ્લામાં 90 ટકા ઉપર અને બાકીના 22 જિલ્લામાં 90 ટકાથી નિચે રસીકરણ થયું છે.

Vaccination Update: જાણો કયાં જિલ્લામાં કેટલું થયું રસીકરણ...
Vaccination Update: જાણો કયાં જિલ્લામાં કેટલું થયું રસીકરણ...

  • રાજ્યનાં 7 જિલ્લા હજુ પણ 80 ટકા રસીકરણથી દૂર
  • રાજ્યનાં 4 જિલ્લામાં 100 ટકા રસીકરણ થયું
  • 22 જિલ્લામાં 90 ટકાથી નિચે રસીકરણ થયું

ગાંધીનગર : રાજ્યમાં અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થઈ શકતું નથી અથવા તો નાગરીકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં તરફ રોજગારી માટે જઈ રહ્યા છે ત્યારે 100 ટકા રસીકરણમાં ક્યાંકને ક્યાંક અડચણ આવી રહી છે. ત્યારે આવા તમામ જિલ્લાઓમાં 100 ટકા સંપૂર્ણ રસીકરણ કરવા માટે રાજ્ય સરકારનાં આરોગ્ય વિભાગ દ્વારા સામાજિક સંસ્થાઓની મદદ પણ લેવામાં આવી રહી છે. અગાઉ પણ રાજ્ય સરકારે દેશની રાષ્ટ્રીયકૃત બેંકની અને ખાનગી કંપનીઓની મદદથી રાજ્યનાં જે આદિવાસી ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ ખાસ ઝુંબેશ ઉપાડીને પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને રાજ્યનાં 6 જિલ્લાનાં 10 તાલુકાઓની પણ પસંદગી કરવામાં આવી હતી.

  • 80 ટકા કરતાં ઓછું રસીકરણ થયેલ જિલ્લાઓ
જિલ્લોટકાવારી
મહેસાણા 79.4
છોટાઉદેપુર 77.8
ગાંધીનગર78
સુરેન્દ્રનગર 77.8
પાટણ 72.7
અમરેલી 72
બોટાદ 67.2
  • 100 ટકા રસીકરણ થયેલ જિલ્લાઓ
જિલ્લોટકાવારી
અમદાવાદ 108.06
તાપી 102.4
જૂનાગઢ 101.7
મહીસાગર 100.01
  • પ્રથમ અને બીજા ડોઝની કોર્પોરેશન વિસ્તારની વિગતો
જિલ્લોટકાવારી
ગાંધીનગર 122.4
સુરત 105.1
જૂનાગઢ 101.1
રાજકોટ 100.4
ભાવનગર 100.4
બરોડા 99.6
અમદાવાદ 96.7
જામનગર 91.7
  • મોટો શહેરો પણ 100 ટકા રસીકરણથી વંચીત

કોરોનાની બીજી લહેર એવી ઘાતક સાબિત થઇ હતી કે, રાજ્યમાં મોટાભાગની તમામ હોસ્પિટલો કોરોનાનાં દર્દીઓથી ભરચક હતી. તેમજ કોર્પોરેશન વિસ્તારોમાં પણ એમ્બ્યુલન્સોની લાંબી લાઈનો જોવા મળી રહી હતી. તેમજ દર્દીઓને દાખલ કરવા માટે પણ અનેક કલાકો બગાડવા છતાં જગ્યાઓ ન મળતી. જયારે રસીકરણની બાબતમાં જોવામાં આવે તો, 3 કોર્પોરેશનમાં રસીકરણનો આંકડો ૧૦૦ ટકાથી થોડોક જ દૂર છે તેમજ બંને ડોઝમાં મળીને ગાંધીનગર, સુરત, જુનાગઢ, રાજકોટ અને ભાવનગરમાં ૧૦૦ ટકાથી વધુ રસીકરણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર, બરોડા અને જામનગર વિસ્તારમાં પ્રથમ અને બીજા ડોઝનું એકત્રીકરણ કરીને પણ 100 ટકા રસીકરણ પૂર્ણ થતું નથી.

  • રસીકરણની હાલની પરિસ્થિતિ

04 નવેમ્બરનાં રોજ રાજ્યમાં કુલ 1,84,951 નાગરિકોને વેકસીન આપવામાં આવી છે. જ્યારે 18 વર્ષથી વધુ વયનાં 19,231 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 1,16,288 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 7,15,13,328 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Gujarat Corona Update : 24 કલાકમાં 29 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 209 એક્ટિવ કેસ

Corona Vaccination : વડાપ્રધાન મોદીને કહ્યું - "દરેક શહેર માટે અલગ વ્યૂહરચના બનાવો"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.