ETV Bharat / city

લેન્ડ ગ્રેબિંગ ,અપહરણ અને લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ

author img

By

Published : Jul 15, 2021, 2:31 PM IST

ગાંધીનગર સરગાસણ ખાતે સિદ્ધાર્થ ઝાઓડમાં લીધેલી ઓફિસ પચાવી પાડનારા તેમજ અપહરણ અને લૂંટના ગુનામાં ફરાર અપરાધી અને એક ખાનગી ચેનલના માલિક વિજયસિંહ ટાંકની ગાંધીનગર LCB 1 અને LCB 2 દ્વારા સાસણ ખાતે ભાજડ ગામેથી ધરપકડ કરવામાં આવી છે.

land grabbing
લેન્ડ ગ્રેબિંગ હેઠળ,અપહરણ અને લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ

  • ખાનગી ચેનલના માલિકની ધરપકડ કરાઈ
  • સાત જેટલા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ હતા
  • લેન્ડ ગ્રેબિંગ કમિટીએ ગુનો દાખલ કરવા મંજૂરી આપી


ગાંધીનગર: સરગાસણમાં ચૈતન્ય બાબુલાલ પટેલે ઓફિસ ભાડા કરાર ઉપર વિજયસિંહને આપી હતી. જેઓ ખાનગી ચેનલ ચલાવતા હતા. વિજયસિંહે ભાડા કરાર તેમની પત્નીના નામથી કરાવ્યો હતો. ભાડા કરારનો સમય પૂરો થઈ જતા, કરાર રીન્યુ કરવામાં આવ્યો નહતો અને ત્યારબાદ ભાડા પેટેની રકમ પણ ચૈતન્યભાઈને આપવાનું બંધ કરી દીધું હતું. તેમની ન્યુઝ ચેનલનું લાયસન્સ પણ રદ્દ થઇ ગયું હતું અને ગેરકાયદેસર ઓફિસનો કબ્જો કરી ઓફિસ પચાવી પાડી હતી. જેથી ચૈતન્યભાઈએ ફરિયાદ કરી હતી અને લેન્ડ ગ્રેબિંગ કમિટીએ ગુનો દાખલ કરવા ગાંધીનગર પોલીસને મંજૂરી આપી હતી.

નાસતા ફરતા વિજયસિંહની સૌરાષ્ટ્રમાંથી ધરપકડ કરાઈ

ડીવાયએસપી એમ કે રાણા અને તેમની ટીમે ફરિયાદના આધારે તેમના પત્ની વીણાબહેન ટાંકની અટકાયત કરી હતી. વિજયસિંહ નાસતો ફરતો હતો જેને શોધી કાઢવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. ICBની ટેકનિકલ ટીમને વિજયસિંહ રાજકોટમાં હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ તેની શોધખોળ કરવામાં આવી હતી અંતે પોલીસને વિજયસિંહ સાસણ ભોજદે ગામે હોવાનું જાણવા મળતા તેની ત્યાંથી અટકાયત કરવામાં આવી હતી.

લેન્ડ ગ્રેબિંગ હેઠળ,અપહરણ અને લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ

આ પણ વાંચો : Land Grabbing Act : ગાંધીનગરમાં કુલ 138 અરજીઓ પૈકી હજુ 105 અરજીઓ પેન્ડીંગ

અનેક ગુનામાં સંડોવણી

આરોપી વિરુદ્ધ અમદાવાદ, સુરત, સીઆઇડી ક્રાઇમ અને ગાંધીનગર જિલ્લાના સેકટર-7 પોલીસ સ્ટેશનમાં પણ જુદા જુદા ગુનાઓ નોંધાયેલા છે. અમદાવાદમાં એક કરોડથી વધુ રકમની છેતરપિંડી કરી હોવાનો ગુનો પણ દાખલ થયેલા છે આ ઉપરાંત મકાન પચાવી પાડવા, લોકોને વિના વાંકે માર મારવો સહિતના ગુનાઓ દાખલ થયેલા છે. આ ઉપરાંત અપહરણ અને આર્મ્સ એક્ટ હેઠળ પણ ગુના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે.

આ પણ વાંચો : Land Grabing Act: સરકારી જમીન પચાવી પાડવાના ગુનામાં ભાજપ અગ્રણી સહિત 6 ઝડપાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.