ETV Bharat / city

હોટલ, મલ્ટીપ્લેક્સની ટેક્સ માફી બાદ ટ્યૂશન સંચાલકો અને ટૂર ઓપરેટરોએ કરી ટેક્સ માફીની માગ

author img

By

Published : Jun 29, 2021, 8:34 PM IST

રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીના પગલે હોટલ અને મલ્ટીપ્લેક્સના પ્રોપ્રટી ટેક્સ (Property Tax) માફ કર્યા હતા. જ્યારબાદ અનેક એસોસિએશન્સ દ્વારા આ પ્રકારની માગ કરવામાં આવી હતી. આ વચ્ચે રાજ્યના ટ્યૂશન ક્લાસિસ (Tuition Classes) અને ટૂર ઓપરેટર્સ (Tour Operators) દ્વારા મુખ્યપ્રધાન રૂપાણી (CM Rupani) ને મળીને ટેક્સ માફી માટેની માગ કરી હતી.

Tuition Classes and Tour Operators Asks for relief in Property Tax to CM Rupani
Tuition Classes and Tour Operators Asks for relief in Property Tax to CM Rupani

  • રાજ્યમાં અનેક એસોસિએશન દ્વારા ટેક્સમાફીની કરાઈ માગ
  • ટ્યૂશન સંચાલકો અને ટૂર ઓપરેટરોએ CM Rupaniને કરી રજૂઆત
  • રાજ્યમાં ટ્યૂશન અને ટૂર બિઝનેસ છેલ્લા 15 મહિનાથી બંધ

ગાંધીનગર : કોરોના મહામારીની પ્રથમ અને બીજી લહેરમાં અનેક રોજગાર-ધંધા સંપૂર્ણ રીતે બંધ રહ્યા હતા. જ્યારે કોરોનાની બીજી લહેર (Second Wave Of Corona) દરમિયાન રાજ્ય સરકારે પણ આંશિક લોકડાઉન જાહેર કર્યું હતું. જ્યારે આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી વધુ અસર મલ્ટિપ્લેક્સ અને રેસ્ટોરન્ટ સંચાલકોને થઈ હતી. ત્યારે રાજ્ય સરકારે મલ્ટિપ્લેક્સ અને રેસ્ટોરન્ટના પ્રોપર્ટી ટેક્સ (Property Tax) માફ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ત્યારે છેલ્લા કેટલાય મહિનાઓથી બંધ રહેલા ટ્યૂશન ક્લાસિસ (Tuition Classes) અને ટૂર ઓપરેટર્સ (Tour Operators) એસોસિએશન દ્વારા મુખ્યપ્રધાન રૂપાણી (CM Rupani) ને મળીને ટેક્સ માફી માટેની માગ કરી હતી.

હોટલ, મલ્ટીપ્લેક્સની ટેક્સ માફી બાદ ટ્યૂશન સંચાલકો અને ટૂર ઓપરેટરોએ કરી ટેક્સ માફીની માગ

ટ્યૂશન કલાસ માટે સરકાર ટેક્સમાંથી મુક્તિ આપે

રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમા (Education Minister Bhupendrasinh Chudasama) ની મુલાકત દરમિયાન આગેવાન અશ્વિન પરમારે જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારી જ્યારથી શરૂ થઈ, ત્યારથી રાજ્ય સરકારના હુકમ પ્રમાણે રાજ્યના તમામ ખાનગી ટ્યૂશન ક્લાસિસ (Tuition Classes) બંધ છે. જ્યારે હજુ સુધી પણ એક પણ ખાનગી ટ્યૂશન ક્લાસ શરૂ કરવામાં આવ્યા નથી. ત્યારે છેલ્લા 15 મહિનાથી બંધ રહેલા ટ્યૂશન ક્લાસિસનો પ્રોપર્ટી ટેક્સ અને લાઈટ બિલના ફિક્સ ચાર્જમાંથી રાજ્ય સરકારે મુક્તિ આપવી જોઇએ.

ટૂર ઓપરેટર્સે પણ ટેક્સ0 અને GSTમાં રાહત માગી

જે સમયે ટ્યૂશન ક્લાસિસ (Tuition Classes) સંચાલકો રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મળ્યા, તે સમયે જ રાજ્યના ટ્રાવેલ એજન્ટ એસોસિએશન (Travel Agent Association) દ્વારા મુખ્યપ્રધાન રૂપાણી (CM Rupani) ને મળ્યા હતા. આ મુલાકાતમાં તેમણે રાજ્યના ટૂર ઓપરેટર્સ (Tour Operators) ને ટેક્સમાંથી રાહત અને GSTમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માગ કરી હતી.

અગાઉ શાળા સંચાલકોએ કરી હતી પ્રોપર્ટી ટેક્સ ફ્રીની માગ

રાજ્ય સરકાર દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટ તથા મલ્ટિપ્લેકસ અને સિનેમા ગૃહોના પ્રોપર્ટી ટેક્સ (Property tax) અને વીજ ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે. ત્યાર બાદ તાત્કાલિક ધોરણે રાજ્યના શાળા સંચાલકોએ પણ પ્રોપર્ટી ટેકસ અને વીજળીના ફિક્સ ચાર્જમાંથી મુક્તિ માટે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. જોકે, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તાત્કાલિક ધોરણે વળતો જવાબ આપ્યો હતો કે, શાળા સંચાલકોએ ૭૫ ટકા ફી વાલીઓ પાસેથી વસૂલી છે, તો તેમને શા માટે પ્રોપર્ટી ટેક્સ અને ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવે ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.