ETV Bharat / city

EXCLUSIVE: રાજ્ય સરકાર સોસાયટીમાં CCTV ઇન્સ્ટોલ કરવા અંગે નિર્ણય, ગૃહ વિભાગ કરશે સતાવાર જાહેરાત

author img

By

Published : Oct 29, 2021, 2:44 PM IST

News from Gandhinagar
News from Gandhinagar

રાજ્યમાં CCTV નેટવર્ક ખૂબ જ જરૂરી બન્યું છે, ત્યારે રાજ્યના મહાનગરોની વાત કરવામાં આવે તો અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, જૂનાગઢ જેવા કોર્પોરેશન વિસ્તારોમાં CCTV નેટવર્ક સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકારની મદદથી જાહેર રોડ ઉપર તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે આંતરમાળખાકીય રસ્તા ઉપર હજુ પણ CCTV ના અભાવ જોવા મળે છે. જેથી અમુક ગુનાઓની શોધખોળ માટે અનેક દિવસો અને મહિનાનો સમય વીતી જાય છે. રાજ્યમાં ઝીરો ક્રાઇમ થાય તેને ધ્યાનમાં લઇને ખાસ ગૃહ વિભાગ (Department of Home Affairs) દ્વારા એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યની તમામ નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ રસ્તાઓ અને ખાનગી સોસાયટીઓમાં સોસાયટી CCTV પ્રોજેક્ટ (Society CCTV Project) તૈયાર કરવામાં આવ્યો છે.

  • ગૃહ વિભાગનો CCTV પ્રોજેક્ટનો વિશેષ પ્લાન
  • રાજ્યમાં ખાનગી અને જાહેર માર્ગો પર લગાવવામાં આવશે CCTV
  • ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી તૈયારી
  • રાજ્ય સરકાર દ્વારા ટુક સત્તાવાર કરશે જાહેરાત

ગાંધીનગર: રાજ્યના ગૃહ વિભાગ (Department of Home Affairs) માંથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા સોસાયટી CCTV પ્રોજેક્ટ (Society CCTV Project) તૈયાર કરવામાં આવ્યો છે. જે પ્રમાણે રાજ્યની નગરપાલિકા કોર્પોરેશન વિસ્તાર અથવા તો તાલુકા અને જિલ્લામાં આવેલી ખાનગી સોસાયટીમાં જો CCTV કેમેરા લગાવવા ઈચ્છા હોય તો આ પ્રોજેક્ટ અંતર્ગત સબસીડીને પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર દ્વારા અને ખાનગી સોસાયટીના રહીશો દ્વારા આ પ્રોજેક્ટ લાગુ કરવામાં આવશે. જેમાં કુલ ખર્ચાની અમુક ટકા સબસીડી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે, જે માટે જિલ્લા કલેક્ટર અને પોલીસની મંજૂરી બાદ આ સબસિડી અપાશે.

આ પણ વાંચો: લગ્નમાં ફક્ત 150, અંતિમ વિધિમાં 40 અને રાજકિય સામાજિક પ્રસંગમાં 400 લોકોની હાજરીને છૂટ

ઝોન પ્રમાણે કરવાની રહેશે અરજી

સોસાયટી CCTV પ્રોજેક્ટમાં જે તે સોસાયટીના રહીશો દ્વારા પ્રમાણે અરજી કરવાની રહેશે. મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં કુલ પોલીસ સ્ટેશન ટ્રસ્ટી 7000 પાડવામાં આવ્યા છે, ત્યારે આ સાત ઝોન પ્રમાણે જે તે જીવનમાં આવતા રહીશોએ પોતાના જ ઝોન પોલીસ કમિશ્નર કચેરી ખાતે અરજી કરવાની રહેશે. આમ તમામ પ્રકારની માહિતી કે કેટલા CCTV કેમેરાની જરૂર છે, કેવી રીતે લગાવવામાં આવશે અને કઈ જગ્યાએ લગાવવામાં આવશે તે તમામ પ્રકારની માહિતી અરજીમાં જોડવાની રહેશે.

આ પણ વાંચો: પોલીસ વિભાગની ભરતીમાં અનામત મુદ્દે સમાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે સ્પષ્ટતા કરી

ગૃહ વિભાગ નક્કી કરશે CCTV કેવા પ્રકારના હશે

રાજ્ય સરકાર દ્વારા પહેલા પણ આ પ્રોજેક્ટ લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં કોઈપણ પ્રકારના નિયમો હતા નહીં. જેથી અમુક સોસાયટીમાં અત્યંત સસ્તા CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવતા હતા. જેથી અમુક સમયે આ CCTV કેમેરા બંધ થઈ જાય અથવા તો પોતે જ સારા મળી શકતા ન હતા અને એક જ પ્રકારના સ્ટેન્ડમાં ફિક્સ વીડિયો આવતા હોવાના કારણે ગુના નિવારવા માટે પણ પોલીસને વધુ સમય જતો હતો. હવે ગૃહ વિભાગ દ્વારા એક ખાસ પ્રકારના સ્પેસિફિકેશન સાથેના કૅમેરા નક્કી કરવામાં આવ્યા છે, જે જગ્યાએ કૅમેરા ફિક્સ કરવાના રહેશે. તે જગ્યાએ કૅમેરા પોતાની રીતે જ 360 ડીગ્રીમાં ફરતા રહે તેવા પણ નિયમો મૂકવામાં આવ્યા છે. આમ ગૃહ વિભાગ દ્વારા જે કેમેરાનું સ્પેસિફિકેશન નક્કી કરવામાં આવશે તેવા જ કેમેરા ફરજિયાત રીતે લગાવવાના રહેશે.

રાજ્ય સરકાર ટૂંક સમયમાં જાહેર કરશે સોસાયટી CCTV પ્રોજેક્ટ

રાજ્ય સરકાર દ્વારા સોસાયટી CCTV પ્રોજેક્ટ (Society CCTV Project) સંપૂર્ણપણે તૈયાર કરી દેવામાં આવ્યો છે અને ગુજરાત રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તાર જિલ્લા, તાલુકા અને શહેરના તમામ વિસ્તારો અને જાહેર રોડ ખાનગી સોસાયટી ખાનગી ફ્લેટમાં CCTV નેટવર્ક ફેલાવવા માટેનું આ ખાસ પ્રોજેક્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા ટૂંક જ સમયમાં સત્તાવાર રીતે કરવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો આ જાહેરાત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવે તેવી પણ માહિતી ગૃહ વિભાગ (Department of Home Affairs) ના સૂત્રો તરફથી પ્રાપ્ત થઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.