- રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી જાહેરાત
- કોર કમિટીમાં લીધેલા નિર્ણયની કરી સ્પષ્ટતા
- લગ્નમાં ફક્ત 150 લોકોને જ મંજૂરી અપાઈ
ગાંધીનગર : રાજ્યના ગૃહવિભાગ દ્વારા પરિપત્ર અને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 31 જુલાઇ પછી આવેલા નવા નીતિ નિયમોને ધ્યાનમાં લઈને અને બીજુ નોટિફિકેશન જાહેર ન થાય ત્યાં સુધી ખુલ્લી જગ્યા અથવા તો બંધ જગ્યામાં લગ્ન પ્રસંગમાં ફક્ત 150 લોકો જ હાજર રહી શકશે. આ સાથે જ લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી આપવાની રહેશે. જ્યારે તમામ પ્રકારના રાજકિય સામાજિક ધાર્મિક સાંસ્કૃતિક શૈક્ષણિક જેવા કાર્યોમાં ખુલ્લી જગ્યામાં 400 લોકોને ભેગા થવાની છૂટ આપવામાં આવી છે, જ્યારે બંધ જગ્યામાં કેપેસિટીના 50 ટકા અને મહત્તમ 200 લોકોને છૂટ આપવામાં આવી છે. જ્યારે કોરોના ગાઈડલાઇન્સ ફરજીયાત પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો- જાણો લોકડાઉનમાં છૂટછાટ અંગે શું કહે છે રાજકોટવાસીઓ...
A.C.બસ 75 ટકા, નોન AC બસ 100 ટકા કેપેસિટી સાથે કાર્યરત
રાજ્ય સરકારના ગૃહ વિભાગ તરફથી નોટિફિકેશનમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાજ્યમાં પરિવહન માટે એસી બસમાં 75 ટકાની કેપીસીટિ માં જ મુસાફરોને બેસાડવામાં આવશે જ્યારે નોન એસી બસમાં 100 ટકા કેપીસીટિ થી મુસાફરો દેશી સબસે આમ પરિવહન માટે પણ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મહત્ત્વના નીતિ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે આઠ મહાનગરપાલિકા માં રાત્રી કર્ફ્યુ દરમિયાન પણ બસને કર્ફ્યુ માંથી મુક્તિ આપવામાં આવી છે.
આ પણ વાંચો- કેન્દ્રની છૂટછાટ બાદ રાજ્યમાં છૂટ આપવા બાબતે હાઈ કમિટીની બેઠક થશે, રાત્રે નિર્ણય :અશ્વિનીકુમાર
જન્માષ્ટમીના લોકમેળાઓ બંધ પણ સાર્વજનિક ગણેશ સ્થાપનાને મંજૂરી
કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇને સ્થાનિક કક્ષાએ જન્માષ્ટમીના લોકમેળાઓ રદ્દ કરવામાં આવ્યા છે, જ્યારે અગાઉ રાજ્યના ગ્રૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું કે, લોકમેળાઓમાં કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરવું ખૂબ મુશ્કેલ છે, જ્યારે હજી કોરકમિટીમાં આ બાબતે પણ નિર્ણય કરવામાં આવશે પરંતુ આ બાબતે કોઈ નિર્ણય કોર કમિટી દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં 4 ફૂટની પ્રતિમાને સ્થાપના કરવાની મંજૂરી આપવામાં આવી છે.