ETV Bharat / city

રાધે રાધે પરિવાર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓને રોજના 700 ફ્રી ટિફિનની સેવા

author img

By

Published : Apr 16, 2021, 3:50 PM IST

સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે અનેક લોકોના ધંધા રોજગાર પર માઠી અસર પડી રહી છે. હાલ ગાંધીનગર હોસ્પિટલમાં બેડની અછત હોવાને કારણે લોકોને ઘરે જ દાખલ કરવામાં આવે છે. આ દરમિયાન તેમને જમવાની સમસ્યા ન થાય અને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે ગાંધીનગરમાં રાધે રાધે પરિવાર દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ટિફિન સેવા શરુ કરવામાં આવી છે. તેમને સેક્ટર 1થી 30માં કોરોનાગ્રસ્ત લોકોને ટિફિન સેવા આપી રહ્યા છે.

રાધે રાધે પરિવાર
રાધે રાધે પરિવાર

  • સેક્ટર 1થી 30 માટે ટિફિન સેવા
  • PPE કીટ આપી રહ્યા છે ટિફિન
  • રાધે રાધે પરિવારનો સેવા યજ્ઞ

ગાંધીનગર : રાધે રાધે પરિવારના સ્વયંસેવક દ્વારા ખડે પગે ઊભા રહી કોરોનાગ્રસ્ત લોકોને ટિફિન પહોંચાડવાનું કાર્ય આ પ્રકારની ગંભીર પરિસ્થિતિમાં પણ કરવામાં આવી રહ્યું છે. જેમને ફ્રીમાં લોકોને ટિફિન પહોંચાડી રહ્યા છે. કેટલાક કોરોનાગ્રસ્ત અને હોમ આઇસોલેટ લોકોના પરિવારજનો અહીં આવીને પણ ટિફિન લઈ જઈ રહ્યા છે. જેવો બહાર નથી જઈ શકતા તેમના માટે આ પ્રકારની ખાસ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જો કે, તેમને આ સેવા લોકડાઉનથી અત્યાર સુધી ચાલુ રાખી છે. સેક્ટર 1થી 30માં વયસ્ક નાગરિકો અને જરૂરિયાતમંદ લોકોને ટિફિન આપવામાં આવે છે.

રાધે રાધે પરિવાર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓને રોજના 700 ફ્રી ટિફિનની સેવા

આ પણ વાંચો - જામનગરના અમન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 150 બેરોજગાર યુવાઓને વિનામૂલ્યે ટિફિન સર્વિસ

એક વર્ષમાં 70થી 80 હજાર ટિફિન લોકો સુધી પહોંચાડી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

આ સંસ્થાના સ્વયંસેવક તન્મય પટેલ તેમજ રાહુલ સુખડિયા અન્ય સ્વયંસેવક સાથે મળી ભોજન બનાવવાનું અને ટિફિન આપવાનું કાર્ય કરી રહ્યા છે. લોકડાઉનથી લઈને અત્યાર સુધીમાં 70થી 80 હજાર લોકોને ટિફિન વિનામુલ્યે આપવામાં આવ્યા છે. જે માટે તેમને કેટલાક લોકો ઘઉં સહિતની સામગ્રી પણ દાન કરે છે. આ સ્વયંસેવકો PPE કીટ પહેરીને દર્દીઓના સગાઓને ટિફિન આપી રહ્યા છે. અત્યારે રોજના 700થી વધુ ટિફિન રાધે રાધે પરિવારના સ્વયંસેવકો તરફથી જઈ રહ્યા છે.

રાધે રાધે પરિવાર
સેક્ટર 1થી 30 માટે ટિફિન સેવા

આ પણ વાંચો - વડોદરા ભાજપ સંગઠને 4 ઝોનમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરી

ટિફિનમાં દર્દીઓને બે ટંક અપાય છે પૌષ્ટિક આહાર

રાધે રાધે પરિવારમાં જ ટિફિન બની રહ્યા છે. જેનું પેકિંગ તેમને જાતે કરતા હોય છે, પેકિંગ કર્યા બાદ તેમને ફોન પર આવતા ઓર્ડરના આધારે ટિફિન બનાવીને લોકો સુધી પહોંચાડે છે. ટિફિનમાં કઠોળ-દાળ સહિતનો પૌષ્ટિક આહાર હોય છે. આ ઉપરાંત આ ટિફિનમાં દાળ, ભાત, રોટલી શાક હોય છે, જ્યારે સાંજે કઢી, ખીચડી, રોટલી વગેરે બનાવવામાં આવે છે. આ ઉત્તમ કાર્ય અન્ય લોકોને પણ પ્રેરણા આપે તેવું છે.

રાધે રાધે પરિવાર
PPE કીટ આપી રહ્યા છે ટિફિન

આ પણ વાંચો - જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક ટિફિન સેવા શરૂ કરવામાં આવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.