ETV Bharat / city

અલ્પેશ ઠાકોરનો હૂંકાર : ઠાકોરસમાજના કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે રાજનીતિનો શું કર્યો હૂંકાર જાણો

author img

By

Published : May 3, 2022, 7:53 PM IST

ગાંધીનગરના ઉનાવા ગામમાં ઠાકોર સમાજનો સમૂહ લગ્નોત્સવ (Unava Thakor Samaj Samuh Lagnotsav) યોજાઇ ગયો. આ પ્રસંગમાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે (BJP Leader Alpesh Thakor) હૂંકાર ભરતાં (Roar of Alpesh Thakor) આગામી ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે સક્રિય હોવાના સંકેત સાથે બીજી કઇ મહત્ત્વની વાતો કહી તે જાણવા વાંચો અહેવાલ.

અલ્પેશ ઠાકોરનો હૂંકાર : ઠાકોરસમાજના કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે રાજનીતિનો શું કર્યો હૂંકાર જાણો
અલ્પેશ ઠાકોરનો હૂંકાર : ઠાકોરસમાજના કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે રાજનીતિનો શું કર્યો હૂંકાર જાણો

ગાંધીનગર : લગ્નના પ્રસંગ માટે મુહૂર્ત જોવામાં આવે છે પરંતુ આજે અખાત્રીજ એવો દિવસ છે કે જેમાં કોઈ પણ પ્રકારનું મુહૂર્ત હોતું નથી. ત્યારે આજે ગાંધીનગર જિલ્લાના ઉનાવા ગ્રામ્ય વિસ્તારમાં ઠાકોર સમાજના સમૂહ લગ્નનું (Unava Thakor Samaj Samuh Lagnotsav) આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નના કાર્યક્રમમાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોર (BJP Leader Alpesh Thakor) પણ હાજર રહ્યાં હતાં. તેઓએ સ્પષ્ટ નિવેદન આપ્યું હતું કે હું આવનારા સમયમાં મજબૂતાઈથી રાજનીતિ કરીશ. ગરીબો માટે અને લોકો માટે રાજનીતિ કરવાનો હુંકાર અલ્પેશ ઠાકોરે કર્યો હતો.

લોકો માટે રાજનીતિ કરવાનો હુંકાર અલ્પેશ ઠાકોરે કર્યો

2022ની ચૂંટણી લડવાના સંકેત - ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ અત્યારે ગુજરાતનું રાજકારણ સતત ગતિમાન છે. ત્યારે અલ્પેશ ઠાકોરે પણ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી લડવાના સંકેત આપ્યા હતાં. અલ્પેશ ઠાકોરે (BJP Leader Alpesh Thakor) જણાવ્યું હતું કે જે લોકો પ્રજાની સેવા કરી રહ્યા છે તે ચૂંટણીમાં સફળ થશે. ત્યારે પાર્ટી તાકાતવર અને પ્રજાની સેવા કરી રહ્યાં હોય તેમના પર કળશ ઢોળશે. ઉલ્લેખનીય છે કે અત્યારે અલ્પેશ ઠાકોર સમગ્ર રાજ્યમાં તમામ જગ્યા ઉપર સંવાદ યાત્રા કરી રહ્યા છે અને 520 બેઠક યોજવાનું આયોજન છે. ત્યારે અલ્પેશ ઠાકોરે આડકતરી રીતે ચૂંટણીની ટિકીટ (Gujarat Assembly Election 2022) મળશે તેવું નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચોઃ અમદાવાદ: આંદોલનકારી અને ભાજપ નેતા અલ્પેશ ઠાકોર ચુપ બેઠેલો નથી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના નેતાનો હુંકાર

સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચી નથી - અલ્પેશ ઠાકોરે (BJP Leader Alpesh Thakor) વધુમાં જણાવ્યું હતું કે હું લોકો માટે કામ કરવા આવ્યો છું. અત્યારના સમયમાં સરકારની યોજનાઓ તૈયાર થઇ છે તેમાં અનેક યોજનાઓ કેટલાંક લોકો સુધી પહોંચી જ નથી. અલ્પેશ ઠાકોર ક્યાંથી ચૂંટણી (Gujarat Assembly Election 2022) લડશે તે અલ્પેશ ઠાકોર નહીં પરંતુ પક્ષ નક્કી કરશે. સાથે જ હું નમાલી રાજનીતિ નહીં કરું, બાહોશ રીતે રાજનીતિ કરનાર અને વિકાસથી વંચિત લોકો માટે લડી રહ્યાં હોવાનું નિવેદન પણ અલ્પેશ ઠાકોરે આપ્યું હતું.

ઉનાવા ગામમાં ઠાકોર સમાજનો સમૂહ લગ્નોત્સવ
ઉનાવા ગામમાં ઠાકોર સમાજનો સમૂહ લગ્નોત્સવ

આ પણ વાંચોઃ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે 3 ભૂમાફિયાઓના નામ જાહેર કર્યા

ત્રીજો પક્ષ ક્યારેય સફળ નહીં - જ્યારે ઠાકોર સમાજના લગ્ન પ્રસંગની વાત કરીએ તો રાજ્યકક્ષાના સંચારપ્રધાન દેવુસિંહ ચૌહાણ હાજર રહ્યાં હતાં. તેઓએ વિધાનસભાની ચૂંટણીને લઇ (Gujarat Assembly Election 2022) નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ સફળ નથી થયો. ગુજરાતનો ઈતિહાસ જુદો છે. ભાજપથી જનતા નારાજ હોય તો કોંગ્રેસ બાજુ જાય છે અને કોંગ્રેસથી નારાજ હોય તો ભાજપ તરફ જનતા આવે છે. જ્યારે ગુજરાતમાં 1995થી સતત આડકતરી રીતે ભાજપનું જ રાજ છે, ત્યારે આમ આદમી પાર્ટી ફક્ત મત તોડવા માટે આવી રહ્યાં છે અને તેઓ ચૂંટણીમાં જીતી શકશે નહીં.

કેન્દ્રીય સંચાર રાજ્યપ્રધાન દેવુસિંહ ચૌહાણે પણ હાજરી આપી હતી
કેન્દ્રીય સંચાર રાજ્યપ્રધાન દેવુસિંહ ચૌહાણે પણ હાજરી આપી હતી

માતાપિતાવિહોણા યુવક યુવતીના લગ્ન - ગાંધીનગરના ઉનાવા ગામ ખાતે ગરીબ અને માતાપિતાવિહોણા એવા 21 યુવક-યુવતીઓના સમૂહ લગ્ન (Unava Thakor Samaj Samuh Lagnotsav) કરવામાં આવ્યાં હતાં. જેમાં કેન્દ્રીય સંચાર રાજ્યપ્રધાન દેવુસિંહ ચૌહાણ, અલ્પેશ ઠાકોર જેવા (Roar of Alpesh Thakor) ભાજપના મહાનુભાવો પણ હાજર થયાં હતાં. જ્યારે ગાંધીનગર ઉનાવા ગામ ખાતે ઠાકોર સમાજ દ્વારા પ્રથમ વખત સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.