ETV Bharat / city

Right to Education Admission : ગુજરાતમાં ખાનગી શાળાઓમાં 70,000 બાળકોને પ્રવેશ અપાશે

author img

By

Published : Mar 19, 2022, 8:24 PM IST

રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ (Education Minister Jitu Vaghani) RTE અંગે મોટી જાહેરાત કરી છે. રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત રાજ્યની ખાનગી શાળાઓમાં (Private schools in Gujarat ) ધોરણ-01 માં 70,000 આર્થિક નબળા વર્ગના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ (Right to Education Admission) અપાશે.

Right to Education Admission : ગુજરાતમાં ખાનગી શાળાઓમાં 70,000 બાળકોને પ્રવેશ અપાશે
Right to Education Admission : ગુજરાતમાં ખાનગી શાળાઓમાં 70,000 બાળકોને પ્રવેશ અપાશે

ગાંધીનગર-રાજ્યમાં નબળા આર્થિક પરિવારોના બાળકોને રાજ્યની સાધનસંપન્ન ખાનગી શાળાઓમાં (Private schools in Gujarat )સારા શિક્ષણ માટે પ્રવેશ આપતી વ્યવસ્થા કરવામાં આવે છે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ આર્થિક નબળા વર્ગના પરિવારોના કુલ 70,000 બાળકોને શાળા પ્રવેશ (Right to Education Admission)આપવાની વાત શિક્ષણપ્રધાને (Education Minister Jitu Vaghani) કરી છે.

આ પણ વાંચોઃ RTE હેઠળ ખોટા દસ્તાવેજના આધારે પ્રવેશ લેનાર સામે DEO એક્શનમાં

ક્યારે થશે પ્રવેશ ? -શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયું છે કે 21 માર્ચના રોજ આ પ્રવેશ માટે જાહેરાત બહાર પાડવામાં આવશે. 30 માર્ચથી લઈને 11 એપ્રિલ સુધી આ માટે ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. ઓનલાઇન ફોર્મ ભરવા rte.orpgujarat.com પર અરજી કરવાની રહેશે. 26 એપ્રિલના રોજ પ્રથમ રાઉન્ડનો પ્રવેશ જાહેર થશે.

આ પણ વાંચોઃ રાજ્યમાં RTEની 1,81,108 અરજીઓ મળી, સૌથી વધુ અમદાવાદમાં 30,482 અરજીઓ આવી

તમામ પ્રક્રિયા ઓનલાઇન - રાઇટ ટુ એજ્યુકેશન માટે શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે કે, તમામ પ્રક્રિયા ઓનલાઈન રહેશે. તેમજ તમામ પ્રમાણપત્રો પણ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. તે માટે વાલીઓને પૂરતો સમય આપવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.