ETV Bharat / city

Gujarat Weather Report : આ તારીખથી રાજ્યમાં વરસાદ, હવામાન વિભાગની આગાહી

author img

By

Published : Aug 11, 2021, 7:31 PM IST

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વની જાહેરાત કરી છે. વિભાગે જણાવ્યું હતું કે, આગામી 17 ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા, પરંતુ, વિભાગ દ્વારા સારાસમાચાર મળતા ખેડૂતોને રાહતનો શ્વાસ મળ્યો છે.

Gujarat Weather Report
Gujarat Weather Report

  • રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી
  • રાજ્યમાં 17 ઓગસ્ટ બાદ વરસાદની સંભાવના
  • નહિવત વરસાદથી ખેડૂતો બન્યા લાચાર

ન્યૂઝ ડેસ્ક : રાજ્યમાં ચોમાસું( Monsoon ) જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદ ખેંચાઈ ગયો છે. વરસાદના ખેંચાણને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ ( Gujarat Weather Report )દ્વારા એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થતો રહેશે. 17 ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદ થઈ શકે છે, જોકે હાલમાં ભારે વરસાદ થવાની કોઈ સંભાવના દેખાય રહી નથી.

રાજ્યમાં હજૂ 46 ટકા વરસાદની ઘટ

હવામાન વિભાગની માહીતી પ્રમાણે, રાજ્યમાં 17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતથી વરસાદ શરૂ થશે. આ બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ વરસાદ આગળ વધી શકે છે. વિભાગે જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં સામાન્ય રીતે હજુ પણ 46 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે.

રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં માત્ર 6 MM વરસાદ

ઉલ્લેખનીય છે કે, 2020ના ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં રાજ્યમાં 78 MM વરસાદ પડ્યો હતો, જ્યારે આ વર્ષે માત્ર 6 MM જ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં નહિવત વરસાદને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં કરી હતી જાહેરાત

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જળસંપત્તિ વિભાગને આદેશો આપ્યા છે કે, રાજ્યના જળાશયોમાં આગામી 30 સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો અનામત રાખીને બાકી રહેતો પાણીનો જથ્થો ધરતીપુત્રોના ઊભા પાકને બચાવવા સિંચાઇ માટે તાત્કાલિક અસરથી છોડવામાં આવે છે. 30 સપ્ટેમ્બર સુધી રાજ્યના જળાશયોમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખ્યા બાદ ખેડૂતોને સિંચાઇ માટે પાણી અપાશે. તેનો લાભ સમગ્રતયા રાજ્યના 5 લાખ હેકટર જમીન વિસ્તારને મળતો થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.