ETV Bharat / city

ભાજપની એક દિવસીય મેરેથોન કાર્યકારિણી પૂર્ણ

author img

By

Published : Nov 7, 2021, 7:17 PM IST

Updated : Nov 7, 2021, 8:02 PM IST

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં પ્રથમ વખત ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક(BJP national executive meeting) યોજાઇ હતી. જેમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો, રાજ્યોના અધ્યક્ષો અને કાર્યકારિણીના સભ્યો તેમજ

ભાજપની એક દિવસીય મેરેથોન કાર્યકારિણી પૂર્ણ
ભાજપની એક દિવસીય મેરેથોન કાર્યકારિણી પૂર્ણ

  • ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક પૂર્ણ
  • કમલમથી ભાજપના હોદ્દેદારો જોડાયા
  • જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં પ્રથમ કાર્યકરિણી બેઠક

ગાંધીનગર: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં કોરોના કાળ બાદ પ્રથમ વખત ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક(BJP national executive meeting) યોજાઇ હતી. જેમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાન, રાજ્યોના અધ્યક્ષ અને કાર્યકારિણીના સભ્યો તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડાયા હતા.

ભાજપની કાર્યકારિણી પૂર્ણ

આગામી ચૂંટણી અને વેક્સિનેશન પર થઇ ચર્ચા

આ કાર્યકરિણી બેઠકમાં 2022માં યોજાનારી રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ અને વેકિસનેશનના ચર્ચાના મુખ્ય મુદ્દા રહ્યાં હતાં. આ એક દિવસીય કાર્યકરિણી સવારે 10 કલાકે શરૂ થઈ હતી. જે સાંજે 4.30 કલાકે પૂર્ણ થઈ હતી. બેઠકમાં પેજ સમિતિ ઉપર જોર અપાયું હતું. જેમાં અત્યાર સુધીમાં 58 લાખ પેજ સમિતિ બની ચુકી છે અને 70 લાખનું લક્ષ્યાંક છે. જેને ડિસેમ્બર 2021 સુધીમાં પૂર્ણ કરાશે. આ ઉપરાંત કૃષિ કાયદા, સરકારે કોરોનામાં લીધેલા પગલાંની પ્રશંસા કરવામાં આવી હતી. આ ઉપરાંત 2022માં આવનાર પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

ભાજપની એક દિવસીય મેરેથોન કાર્યકારિણી પૂર્ણ
ભાજપની એક દિવસીય મેરેથોન કાર્યકારિણી પૂર્ણ

ભાજપ શાસિત દરેક રાજ્યના મુખ્યપ્રધાને તેમનું વક્તવ્ય આપ્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડાએ દરેક રાજ્યમા મુખ્યપ્રધાનને પોતાની વાત રાખવા માટેનો મંચ આપ્યો હતો. જેમાં ભાજપ શાસિત રાજ્યના દરેક મુખ્યપ્રધાને વેકિસનેશનની ઉપલબ્ધી, પોતે કરેલા કાર્ય વિશે રાષ્ટ્રીય કાર્યકારિણીની વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંતના સંબોધનમાં ભાજપના દરેક કાર્યકરને એક ભવનની ઈંટ સમાન ગણાવ્યો હતો અને કાર્યકરોની શક્તિ ઉપર જોર આપ્યું હતું.

ભાજપની એક દિવસીય મેરેથોન કાર્યકારિણી પૂર્ણ
ભાજપની એક દિવસીય મેરેથોન કાર્યકારિણી પૂર્ણ

ગુજરાતમાંથી આ બેઠકમાં કોણે આપી હાજરી

રાષ્ટ્રીય કારોબારીમાં થોડા સમય પહેલાં જ સ્થાન પામેલા ગુજરાત ભાજપના નેતાઓ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, સાંસદ રમીલાબેન બારા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર આ બેઠકમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચો: રઘુ શર્માના નિવેદન પર સી. આર. બોલ્યા - આ ગુજરાતીઓની લાગણીનું અપમાન, માફી માગો

આ પણ વાંચો: DNH પેટાચૂંટણી: મોહન ડેલકરના પત્ની કલાબેનની 50677 મતથી જીત, ભાજપ-કોંગ્રેસને આપી હાર

Last Updated :Nov 7, 2021, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.