ETV Bharat / city

ઓઇલ, ગેસ સેક્ટરમાં આત્મનિર્ભર થવાનો ONGCનો પ્રયાસ, કલોલમાં મુકાયા હાઇડ્રોલિક લેન્ડ ડ્રીલિંગ મશીન

author img

By

Published : Aug 26, 2021, 7:52 PM IST

ઓઇલ અને ગેસ જેવા ક્ષેત્રોમાં ભારત આયાત કરે એની જગ્યાએ નિકાસ કરે તે વધુ મહત્વનું છે. આત્મનિર્ભર બનવાના આ પ્રયાસ માટે ગુજરાતમાં અને તેમાં પણ કલોલના ધમાસણ ખાતે અમેરિકા અને યુરોપની ટેકનોલોજીથી સજ્જ બે હાઇડ્રોલિક લેન્ડ ડ્રીલ મશીન સેટઅપ કરવામાં આવ્યા છે. જેનાથી આગામી સમયમાં ડ્રીલીંગ અને પ્રોડક્શન ઝડપી બનશે. આધુનિક હાઇડ્રોલિક મશીન થકી ઓઇલ ગેસમાં આત્મનિર્ભરનો થવાનો ONGCનો આ પ્રયાસ છે.

ઓઇલ, ગેસ સેક્ટરમાં આત્મનિર્ભર થવાનો ONGCનો પ્રયાસ
ઓઇલ, ગેસ સેક્ટરમાં આત્મનિર્ભર થવાનો ONGCનો પ્રયાસ

  • ઓઈલ ગેસનું ઉત્પાદન કલોલ ધમાસણમાં હવેથી ઝડપી બનશે
  • આત્મનિર્ભર ભારત અંતગર્ત નવી પહેલ
  • 47 આધુનિક હાઇડ્રોલિક સ્વદેશી મશીન MEIL બનાવશે

ગાંધીનગર : ONGC જુદા-જુદા સેક્ટરમાં આત્મનિર્ભર ભારત અંતર્ગત કામ કરી રહી છે. જેમાં ઓઇલ અને ગેસ સેક્ટર, રોડ સેક્ટર, વોટર સેક્ટર સહિતના સેક્ટરમાં આત્મનિર્ભર બનવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. જે ONGCને મેઘા એન્જીનિયરીંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર્સ લિ. (MEIL) એ ભારતમાં સ્વદેશી ટેકનોલોજીથી ઓઈલ અને ગેસ એકસ્ટ્રેકશન માટે રીગનુ ઉત્પાદન કરી આપશે. તેણે 47માંથી પ્રથમ રીગ ONGCને કલોલ ધમાસણમાં આપી હતી. ડ્રિલિંગ મશીન અપાયા તેની જાહેરાત આજે કરાઈ હતી.

ઓઇલ, ગેસ સેક્ટરમાં આત્મનિર્ભર થવાનો ONGCનો પ્રયાસ

આ પણ વાંચો- ભરુચ: વાગરા ONGC ક્રૂડ ઓઈલ પાઈપલાઇનને પંચર કરી કાળા સોનાની ચોરીનું કૌભાંડ ઝડપાયું

અમેરિકા, યુરોપની ટેકનોલોજીથી સજ્જ બે હાઇડ્રોલિક ડ્રીલ મશીન કલોલમાં મુકાયા

ONGC સંલગ્ન આ કંપનીને નવા ઇક્વિપમેન્ટ મેઘા એન્જિનિયરીંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે આજે 47 આધુનિક હાઇડ્રોલિક મશીન ઉપલબ્ધ કરાવી ઓઇલ અને ગેસ સેકટરમાં આત્મનિર્ભર થવા સહયોગ પૂરો પાડ્યો હતો. 27 ડ્રીલીંગ રીગમાં 2 મોબાઈલ હાઈડ્રોક ડ્રીલીંગ રીગ છે, જેની ક્ષમતા 1500 એચપીની છે. 17 એસી વીએફડી રીગ છે તે પણ 1500 એચપીની ક્ષમતા ધરાવે છે. 2 અન્ય એચટી વીએફડી રીગ 2,000 એચપીની ક્ષમતા ધરાવે છે અને તે 6,000 મીટર સુધી ડ્રીલ કરી શકે છે.

ઓઇલ રિગ્સ ડિવિઝનના હેડ કુમાર એન.કે.
ઓઇલ રિગ્સ ડિવિઝનના હેડ કુમાર એન.કે.

આ છે આ પ્લાન્ટની વિશેષતા

આધુનિક હાઈડ્રોલિક ટેકનોલોજી ધરાવતી આ રીગ ધમાસણામાં KLDDH તેલના કૂવા ખાતે કાર્યરત થવા સજજ છે. તે તેલના કૂવાનુ ઝડપી ડ્રીલીંગ કરે છે અને વીજળીનો ઓછામાં ઓછો ઉપયોગ કરે છે. 1500 હોર્સ પાવરની ક્ષમતા ધરાવતી આ રીગ આસાનીથી 4,000 મીટર સુધી ડ્રીલ કરી શકે છે. આ ડ્રીલ સલામતિના ધોરણો બાબતે પણ અતિ આધુનિક ટેકનોલોજી ધરાવે છે અને 40 વર્ષ સુધી કાર્યરત રહેશે તેવી અપેક્ષા છે. આ મશીન થકી ઓઇલ ગેસ કાઢવાની કામગીરી થશે. ભારત મોટા પ્રમાણમાં ઓઈલની આયાત કરી રહ્યું છે, ત્યારે આ ટેક્નોલોજીના ઉપયોગથી વધુ ઉત્પાદન કરી આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થશે.

ઓઇલ, ગેસ સેક્ટરમાં આત્મનિર્ભર થવાનો ONGCનો પ્રયાસ
ઓઇલ, ગેસ સેક્ટરમાં આત્મનિર્ભર થવાનો ONGCનો પ્રયાસ

આ પણ વાંચો- ખંભાત ધુવારણ માર્ગ પર ઓએનજીસી અને ગુજરાત ગેસની સંયુક્ત મોકડ્રીલ યોજાઇ

ઓઇલ એન્ડ ગેસ ગુજરાતમાંથી વિદેશમાં એકસ્પોર્ટ કરી શકાશે

MEILના ઓઇલ રિગ્સ ડિવિઝનના હેડ કુમાર એન.કે. એ કહ્યું કે, ઓઇલ એન્ડ ગેસમાં ઇન્ડીયા નવી ટેક્નોલોજી લાવ્યું છે. જેમાં મેક ઈન ઈન્ડિયા વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ, તમિલનાડુ વગેરે જગ્યાએ મેન્યુફેકચરીંગ થઈ રહ્યું છે, અન્ય કંપનીને એકસ્પોર્ટ કરીશું. ઓઇલ અને ગેસના પ્રોડક્શનને મજબૂત કરીશું. સરકારના પ્રોજેક્ટમાં ઇન્ડીયા ઘણું ડેવલપ થઈ રહ્યું છે. રશિયા, યુરોપ, સાઉથ અમેરિકા વગેરે જગ્યાએ એક્સ્પોર્ટ કરીશું. વોટર, ઇલેક્ટ્રિક બસ વગેરેનું પ્રોડક્શન પણ થઈ રહ્યું છે. નવી ટેકનોલોજીમાં ચેન્જ થતા આ શક્ય બન્યું છે. બધાના તેલ હવેથી ઇઝીલી મળશે અને ઇમ્પોર્ટ પણ કરીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.