ETV Bharat / city

સુશાંતસિંહ આત્મહત્યા કેસ: બોલીવૂડ સિતારાઓના ફોન રેકોર્ડિંગ તપાસવા NCBએ ગુજરાત FSLની માગી મદદ

author img

By

Published : Dec 15, 2020, 3:58 PM IST

Updated : Dec 15, 2020, 8:38 PM IST

લૉકડાઉન દરમિયાન હિન્દી ફિલ્મ જગતના ઊભરતા સિતારા સુશાંતસિંહે આત્મહત્યા કરી હતી. ત્યારબાદ આ કેસમાં નવો વળાંક આવ્યા બાદ ફિલ્મ સેલિબ્રિટીઓ ડ્રગના રવાડે ચડ્યા છે તે શોધવા માટે એનસીબીએ ગુજરાત એફએસએલની મદદ માગી છે, જેમાં ફિલ્મ જગતના જાણીતા ચહેરાઓના મોબાઈલ જપ્ત કરીને ગુજરાત એફએસએલની તપાસ અર્થે મોકલવામાં આવ્યા હોવાનું સૂત્રો તરફથી સામે આવ્યું છે.

ETVBharat
ETVBharat

  • સુશાંત આત્મહત્યા કેસનો મામલો ગુજરાત પહોંચ્યો
  • ડ્રગ કેસની તપાસ કરશે ગુજરાત એફએસએલ
  • જાણીતી સેલિબ્રિટીના મોબાઈલ કરાયા જપ્ત
  • 30 જેટલા મોબાઈલ અને ગેજેટ્સ FSLમાં તાપસ અર્થે
  • NCBએ 85 ગેજેટ્સ અને 25 ડ્રગ્સ સેમ્પલ ગુજરાત મોકલ્યા


ગાંધીનગરઃ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, સુશાંતસિંહના આત્મહત્યા કે બાદ ડ્રગ્સ કેસ સામે આવ્યા હતા, જેમાં સુશાંતસિંહ સાથે અંગત સંબંધ ધરાવતા રિયા ચક્રવતી તેમજ તેના ભાઈ શોવિક ચક્રવતીએ સુશાંત અને ડ્રગ્સના રવાડે ચડાવ્યા હોવાની પણ વાત સામે આવી હતી ત્યારે વારાફરતી વારા એક પછી એક ફિલ્મ જગતના જાણીતા સેલિબ્રિટીના નામ સામે આવ્યા હતા, ત્યારે એનસીબીએ અત્યારે ગુજરાત એફએસએલમાં 85 જેટલા ગેજેટ્સ અને 25 જેટલા ડ્રગ ટેમ્પલ ગુજરાત એફએસએલમાં તપાસ છે મોકલ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે.

બોલીવૂડ સિતારાઓના ફોન રેકોર્ડિંગ તપાસવા NCBએ ગુજરાત FSLની માગી મદદ
શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણેના ફોન ગુજરાત FSLમાં તપાસ થશે

સુરતથી જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે. તેને ધ્યાનમાં લઈએ તો રિયા ચક્રવતી તેમજ રિયા ચક્રવતીના ભાઈ ચક્રવતી, સારા અલી ખાન, અર્જુન રામપાલ, શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણે તેમ જ તેમના સાથીદારોના ફોન એનસીબીએ જપ્ત કર્યા છે. આ તમામ ફોનના FSL રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. સાથે જ ડ્રગ્સ કેસમાં અન્ય વધુ કોઈ સંડોવાયેલા છે કે નહીં તે અંગેના પણ ખુલાસા એફએસએલ રિપોર્ટ બાદ સામે આવશે.

ડ્રગ્સ લિન્કની ચેન શોધવા એસએસએલની મદદ લેવાઈ

સુશાંત સિંહના આત્મહત્યા કેસ બાદ બહાર આવી હતી, પરંતુ એડ્રેસ લિન્કમાં કયા કયા લોકો અને કઈ કઈ જાણીતી સેલિબ્રિટી જોડાયેલી છે. તે શોધવું અત્યંત જટિલ હતું ત્યારે એનસીબી દ્વારા ડ્રગ્સ લિન્ક શોધવા માટે એફએસએલની મદદ લેવાઈ છે. જ્યારે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે એનસીબીએ ડ્રગ્સ લિંક શોધવા માટે ગુજરાત એફએસએલને વિનંતી કરી છે.

Last Updated : Dec 15, 2020, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.