ETV Bharat / city

કેબિનેટ બેઠકમાં હોબાળો, પોતાની પસંદના PA, PS, APSની નિમણૂક ન થતા પ્રધાનો નારાજ

author img

By

Published : Nov 11, 2021, 4:55 PM IST

કેબિનેટ બેઠકમાં હોબાળો, પોતાની પસંદના PA, PS, APSની નિમણૂક ન થતા પ્રધાનો નારાજ
કેબિનેટ બેઠકમાં હોબાળો, પોતાની પસંદના PA, PS, APSની નિમણૂક ન થતા પ્રધાનો નારાજ

પોતાની પસંદના PA, PS, APSની નિમણૂક ન થતા કેબિનેટ બેઠક (Cabinet Meeting)માં હોબાળો થયો હતો. 4 પ્રધાનો નારાજ હતા. હોબાળો થાળે પાડવા માટે એક વરિષ્ઠ પ્રધાને (Senior Minister) મધ્યસ્થી કરી હતી. નવનિયુક્ત પ્રધાનો માટે તેમના PA, PS, APSની નિમણૂકનું લિસ્ટ ઉપરથી પહેલાથી જ તૈયાર થઈને આવ્યું હતું.

  • પ્રધાનોની પસંદગીના PA, PS, APS નિમણૂક નહીં
  • નારાજ પ્રધાનોએ પ્રશ્ન ઉઠાવ્યો, કેબિનેટમાં હોબાળો
  • સિનિયર પ્રધાને હોબાળો થાળે પાડવા મધ્યસ્થી કરી

ગાંધીનગર: 2 મહિના પહેલા ગુજરાતમાં મુખ્યપ્રધાન સહિત નવા પ્રધાનો (New Ministers)ની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે તેમની સાથે સાથે આ પ્રધાનોના PA, PSની પણ નિમણૂક થઇ ચૂકી છે, પરંતુ નિમણૂકમાં જે તે પ્રધાનોની પસંદગીના PA, PS, APS નિમણૂક કરવામાં નથી આવ્યા, જેના કારણે નારાજ થયેલા કેટલાક પ્રધાનોએ સવાલ ઉઠાવ્યા હતા અને કેબિનેટ બેઠક (Cabinet Meeting)માં હોબાળો મચ્યો હતો.

PA, PS, APSનું લિસ્ટ ઉપરથી તૈયાર થયું

સૂત્રોના જણાવ્યા અનુસાર નવનિયુક્ત પ્રધાનો માટે તેમના PA, PS, APSની નિમણૂકનું લિસ્ટ ઉપરથી પહેલાથી જ તૈયાર થઈને આવ્યું હતું. જેના કારણે નવા પ્રધાનોને તેમની પસંદગીના PA, PS અને APS મળ્યા નથી. જેના કારણે નવા પ્રધાનોમાંથી નિયુક્ત થયેલા 4 સિનિયર પ્રધાનોએ જ આ નિયુક્તિ અંગે વાંધો ઉઠાવ્યો હતો. આ 4 સિનિયર પ્રધાનોની માંગણી હતી કે તેમને તેમની પસંદગીના PA, PS, APSની નિમણૂક કરવા માટેની મંજૂરી કેમ આપવામાં આવી નથી. આ કારણે કેબિનેટમાં હોબાળો મચ્યો હતો.

સિનિયર પ્રધાન મધ્યસ્થી બન્યા

સૂત્રોના જણાવ્યા અનુસાર નિયુક્ત કરાયેલા પ્રધાનોમાંથી 4 સિનિયર પ્રધાનોને જ આ વાંધો હતો. આ હોબાળો વધુ ના થાય તેને લઈને એક સિનિયર પ્રધાને સમગ્ર હોબાળા બાદ આખા મામલાને થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો અને મધ્યસ્થી બન્યા હતા. મધ્યસ્થી બનેલા સિનિયર પ્રધાને મુખ્યપ્રધાન સાથે રૂબરૂ મુલાકાત બાદ ચર્ચા પણ કરી હતી. સમગ્ર મામલો થાળે પાડવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોતાના વિશ્વાસુ અધિકારીની નિયુક્ત થવી જોઈએ તેવી માંગ સાથે 4 પ્રધાનો અડગ રહ્યા હતા.

નવા PA, PS અવિશ્વાસુ?

કેબિનેટમાં પોતાની પસંદગીના PA, PS અને APSની માંગને લઇને થયેલા આ હોબાળાના કારણે એ વાત પણ સાબિત થાય છે કે નવા PA, PS પ્રધાનોને અવિશ્વાસુ લાગી રહ્યા છે. આ પહેલા પ્રધાન નિયુક્ત થતા હતા ત્યારે તેઓ તેમના પસંદગીના PA, PS અને APSની નિમણૂક કરી શકતા હતા.

આ પણ વાંચો: ગાંધીનગરમાં વૃદ્ધ મહિલાને છરીના ઘા મારનારા આરોપીઓ ઝડપાયા

આ પણ વાંચો: ગાંધીનગર જિલ્લા પંચાયતમાં લાગી આગ, જાનહાની ટળી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.