ETV Bharat / city

ગાંધીનગરમાં મેયરના આદેશ છતા પણ અધિકારીઓ વીલા મોઢે પરત ફર્યા

author img

By

Published : Nov 14, 2019, 8:39 PM IST

ગાંધીનગર: શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ પારાવાર જોવા મળી રહ્યો છે. એસઆરપીની ટુકડી ફાળવી હોવા છતાં શહેરમાં સરકારી જગ્યામાં બાંધવામાં આવતા પશુઓને ઢોરવાડા સુધી લઈ જવામાં અધિકારીઓ વામણા પૂરવાર થઈ રહ્યા છે. થોડા સમય પહેલાં મેયર દ્વારા રખડતા ઢોરને પાંજરે પુરવાનો કડક આદેશ આપવામાં આવ્યો હતો. તેમ છતાં ઢોર પકડનાર પાર્ટી વાડા સુધી જઈ શકતી નથી.

મેયરનો આદેશ વાડા કરાવો ખાલી, અધિકારીઓની મળી નિષ્ફળતા

ગાંધીનગર સહિત તમામ મહાનગરોમાં રખડતા પશુઓની સમસ્યા વિકરાળ બની છે. સરકાર અને તંત્ર આ સમસ્યામાંથી નાગરિકોને મુક્ત કરાવવામાં વામણું પુરવાર થઈ રહ્યું છે. ગાંધીનગર શહેરમાં મોટા પ્રમાણમાં ખુલ્લી જગ્યા જોવા મળે છે. પરિણામે માલધારીઓ, ઝુપડાં બાંધીને રહેતા લોકો તથા લારીઓ મૂકીને વેપાર કરનાર દબાણકારોને ભાવતું ભોજન મળી જાય છે. હાલમાં ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં આવેલા ઢોરવાડાને ખાલી કરવા માટે મેયર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. જેને પગલે એસઆરપીની ટુકડી અલગ-અલગ સેક્ટરમાં ફરી રહી છે.

મેયરનો આદેશ વાડા કરાવો ખાલી, અધિકારીઓની મળી નિષ્ફળતા

ગાંધીનગર મહાપાલિકા અને ઢોર પકડ પાર્ટી ગુરૂવારે સેક્ટર 29 અને 23ની સરકારી જમીન પર બનાવેલ ઢોરવાડાને ખાલી કરવા પહોંચી હતી, ત્યારે સેક્ટર 29માં સરકારી જમીનમાં બનાવેલા દરવાજાને પણ ખાલી કરાવી શકી ન હતી. મહિલા પશુપાલકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, પહેલા અન્ય સ્થળેથી જગ્યા ખાલી કરાવો ત્યારબાદ અમે ખાલી કરીશું. ઉપરાંત મહિલા પશુપાલકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, મહાપાલિકાના અધિકારીઓ દ્વારા વ્હાલા દવલાની નીતિ અપનાવવામાં આવે છે.

Intro:હેડ લાઈન) મેયરનો આદેશ છતાં ઢોરપકડ પાર્ટીના અધિકારીઓ વાડા ખાલી કરાવી ન શક્યા

ગાંધીનગર,

ગાંધીનગર શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ ત્રાસ પારાવાર જોવા મળી રહ્યો છે છે. એસઆરપીની ટુકડી ફાળવી હોવા છતાં શહેરમાં સરકારી જગ્યામાં બાંધવામાં આવતા પશુઓને ઢોરવાડા સુધી લઈ જવામાં જવામાં અધિકારીઓ વામણા પૂરવાર થઈ થઈ રહ્યા છે. હાલમાં મેયર દ્વારા રખડતા ઢોરને પાંજરે પુરવાનો કડક આદેશ કરવામાં આવ્યો છે, તેમ છતાં ઢોર પકડ પાર્ટી વાડા સુધી લઈ જઈ શકતી નથી.Body:ગાંધીનગર સહિત તમામ મહાનગરોમાં રખડતા પશુઓની સમસ્યા વિકરાળ બની છે. સરકાર અને તેનું મેલુ તંત્ર નાગરિકોને તંત્ર નાગરિકોને આ સમસ્યામાંથી મુક્ત કરાવવામાં વામણું પુરવાર થઈ રહ્યું છે. ગાંધીનગર શહેરમાં મોટા પ્રમાણમાં સરકારની સરકારની ખુલ્લી જગ્યા જોવા મળે છે. પરિણામે માલધારીઓ ચોપડા બાંધીને રહેતા લોકો અને લારીઓ મૂકીને વેપાર કરતાં વેપાર કરતાં દબાણકારોને ભાવતું ભોજન મળી જાય છે. હાલમાં ગાંધીનગર મહાપાલિકા વિસ્તાર ઢોરવાડાને ખાલી કરવા માટે મેયર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. પરિણામે ટીમ ખાલી કરવા માટે એસઆરપીની ટુકડી સાથે અલગ-અલગ સેક્ટરમાં ફરી રહી છે.Conclusion:ગાંધીનગર મહાપાલિકા અને ઢોર પકડ પાર્ટી ઢોર પકડ પાર્ટી આજે સેક્ટર 29 અને 23 મા સરકારી જગ્યામાં બનાવેલ આ આ ઢોરવાડાને ખાલી કરવા પહોંચી હતી. ત્યારે સેક્ટર 29 માં સરકારી જમીનમાં બનાવેલા દરવાજાને બનાવેલા દરવાજાને સરકારી જમીનમાં બનાવેલા દરવાજાને ખાલી કરાવી શકી ન હતી મહિલા પશુપાલકો દ્વારા કહેવામાં આવતું હતું કે, પહેલા અન્ય જગ્યાએથી દોરવાના ખાલી કરાવ ત્યારબાદ ખાલી કરાવ ત્યારબાદ અમે ખાલી કરીશું, તે સમયે એસઆરપીની મહિલા ટીમ નહીં હોવાના કારણે વીલા મોઢે ઢોર પકડ ટીમને પરત ફરવું પડયું હતું.

મહાપાલિકાના અધિકારીઓ દ્વારા વ્હાલા દવલાની નીતિ અપનાવવામાં આવતી હોય તેવો પણ પશુપાલક મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. અગાઉ અનેક વખત અધિકારીઓ પશુપાલકોને ટેમ્પા વચ્ચે પહેલા જ કહી દેતા દેતા હતા. પરિણામે પશુઓને અન્ય સ્થળે ખસેડવામાં આવતા હતા હતા. હવે જોવાનુંએ રહે છે કે, મેયર દ્વારા કરવામાં આવેલો આદેશ કેટલા અંશે કારગત નીવડે છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.