ETV Bharat / city

Mamlatdar Movement withdraw: મામલતદારોએ આંદોલન પાછું ખેંચ્યું પણ સાંસદ વસાવા સામે ગુસ્સો યથાવત્

author img

By

Published : Mar 5, 2022, 3:25 PM IST

Mamlatdar Movement withdraw: સરકારી કાર્યોને અસર ન પડે તે માટે મામલતદારોએ આંદોલન પાછું ખેંચ્યું, સાંસદ મનસુખ વસાવા સામે ગુસ્સો યથાવત્
Mamlatdar Movement withdraw: સરકારી કાર્યોને અસર ન પડે તે માટે મામલતદારોએ આંદોલન પાછું ખેંચ્યું, સાંસદ મનસુખ વસાવા સામે ગુસ્સો યથાવત્

ગુજરાત રાજ્ય મામલતદાર એસોસિએશને આંદોલન પાછું ખેચ્યું છે. કરજણ ખાતે સાંસદ મનસુખ વસાવાએ મામલતદાર સાથે અયોગ્ય વર્તન કરતા (Misconduct with MP Mansukh Vasava Mamlatdar) મામલતદારો (Gujarat State Mamlatdar Association protest) ભરાયા હતાં. જોકે, સરકારી કામોમાં અસર ન થાય તે માટે મામલતદારોએ આંદોલન પરત (Mamlatdar Movement withdraw) ખેંચ્યું હતું.

ગાંધીનગર: ગુજરાત રાજ્ય મામલતદાર એસોસિએશને કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ (Gujarat State Mamlatdar Association protest) કર્યો હતો. આ પહેલા કરજણમાં સાંસદ મનસુખ વસાવાએ મામલતદાર સાથે અયોગ્ય વર્તન કરતા રાજ્યના મામલતદારો રોષે (Misconduct with MP Mansukh Vasava Mamlatdar) ભરાયા હતા. જોકે, મોટા ભાગના સરકારી કાર્યો રોકાઈ જવાની શક્યતા ઊભી થવાના કારણે મામલતદારોએ આંદોલન પરત (Mamlatdar Movement withdraw) ખેંચ્યું હતું.

મામલતદારોએ એકસાથે રજા પર ઉતરી સાંસદની માફીની માગનો કાર્યક્રમ યોજ્યો હતો

આ પણ વાંચો- Dam protest in Dharampur: ધરમપુરમાં ડેમ વિરોધની રેલીમાં લોકોનું ઘોડાપુર ઉમટ્યું

મામલતદારોએ એકસાથે રજા પર ઉતરી સાંસદની માફીની માગનો કાર્યક્રમ યોજ્યો હતો

કરજણ ખાતે સાંસદ મનસુખ વસાવાએ મામલતદાર સાથે અયોગ્ય વર્તન કરતા સમગ્ર રાજ્યના મામલતદારો રોષે (Gujarat State Mamlatdar Association protest) ભરાયા હતા. મામલતદાર એસોસિએશને એક સાથે રજા ઉપર ઉતરીને સાંસદની માફીની માગ કરવાનો કાર્યક્રમ આપ્યો હતો. જો આમ થાય તો મોટા ભાગના સરકારી કાર્ય રોકાઈ જવાની શક્યતા ઊભી થાય. તેને ધ્યાનમાં રાખી મામલતદારોએ (Misconduct with MP Mansukh Vasava Mamlatdar) આ કાર્યક્રમ મોકૂફ રાખ્યો (Mamlatdar Movement withdraw) છે.

આ પણ વાંચો- Congress starts with protest in budget session : કોંગ્રેસે નર્મદા રીવર ઇન્ટર લીંકિંગ પ્રોજેક્ટને હાથમાં લીધો, સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંઘાવ્યો

મામલતદારો મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીને મળ્યા

ગુજરાત રાજ્ય મામલતદાર એસોસિયેશનના ઉપપ્રમુખ પાર્થ ગોસ્વામીની આગેવાનીમાં શુક્રવારે મામલતદારોનું એક જૂથ મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીને મળવા આવ્યું હતું. તેમણે કાળી પટ્ટી ધારણ કરીને ઘટનાનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ તેમણે જાહેરાત કરી હતી કે, તેઓ રજા ઉપર ઉતરશે નહીં અને આવનારા દિવસોમાં કોઈ પણ વિરોધ કાર્યક્રમ આપશે નહીં. પરંતુ તેઓએ સંસદ સભ્ય માફી માંગે તેવી માગ પર અડગ રહ્યા હતાં.

સાંસદ મનસુખ વસાવાએ મામલતદારની ઝાટકણી કાઢતો વીડિયો થયો હતો વાઈરલ

આ સમગ્ર કેસમાં સાંસદ મનસુખ વસાવાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ એક મામલતદારને ધમકાવી (Misconduct with MP Mansukh Vasava Mamlatdar) રહ્યા છે. આ વીડિયો કરજણ ખાતેનો હોવાનો અને એક અકસ્માતમાં મામલતદારને ધમકાવી રહ્યા હોવાનું સામે (Misconduct with MP Mansukh Vasava Mamlatdar) આવ્યું હતું. કરજણ મામલતદાર કચેરી આ મામલે આજે (શનિવારે) બંધ રહી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.